રિયા કપૂરના રિસેપ્સનમાં ખૂબ જ ડાન્સ કર્યો અનિલ કપૂરે, ફરાહ ખાને શેર કર્યો વિડીયો.
શનિવારે રિયા કપૂરે કરણ બુલાની સાથે સાત ફેરા લીધા. આ બન્નેના લગ્ન ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા જેમાં ફક્ત પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. દિક્રીનરીયા કપૂરના લગ્ન પછી અનિલ કપૂરે સોમવારે પોતાના જુહુના ઘરમાં એક ગ્રાન્ડ રિસેપ્સનનું આયોજન કર્યું. આ વેડિંગ રિસેપ્સનમાં અર્જુન કપૂર, સોનમ કપૂર, આનંદ આહુજા, અંશુલા કપૂર, બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સહિત આખો કપૂર પરિવાર સામેલ રહ્યો પણ આ ખાસ અવસર પર ચાર ચાંદ લગાવવા આ ગ્રાન્ડ રિસેપ્સનના સામેલ થવા માટે ફરાહ ખાન, કુણાલ રાવલ સહિત એમના ફિલ્મ જગતના અમુક નજીકના મિત્રો પણ પહોંચ્યા.
ફરાહ ખાને શેર કર્યો વિડીયો.
નિર્દેશક ફરાહ ખાન કપૂર ખાનદાનની ખૂબ જ નજીક છે. એમની સાથે એમનું ખૂબ જ સારું બોન્ડ છે. ફરાહ ખાન રિયા કપૂરના વેડિંગ રિસેપ્સનમાં સામેલ થવા માટે એમના ઘરે પહોંચી અને એમને અંદરના ફંક્શનની અમુક ઝલક એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. આ વીડિયોને શેર કરતા ફરાહ ખાને કેપ્સનમાં લખ્યું કે આ વ્યક્તિ ખૂબ જ ક્યૂટ છે. બાપ દીકરીની સૌથી અનોખી ડાન્સ સ્ટાઇલ. આટલા સારા મેજબાન બનવા માટે તમારો આભાર.

આ વીડિયોમાં રિયા કપૂર અને અનિલ કપૂરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અનિલ કપૂરના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે તો રિયા કપૂર પણ એમના પિતા સાથે એ સમયે એન્જોય કરતી દેખાઈ રહી છે. આ બન્ને સોનમ કપૂરના ગીત અભી તો પાર્ટી શુરું હુઈ હે પર ડાન્સ કરી રહ્યા છે. એ સિવાય પણ આ બન્નેના વેડિંગ રિસેપ્સનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

14 ઓગસ્ટે રિયા કપૂરે પોતાના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાત ફેરા લીધા હતા. દીકરીના લગ્ન પછી અનિલ કપૂર પમ ખૂબ જ ખુશ દેખાયા. આ ખાસ અવસર પર પરિવાર તેમજ અમુક સિલેકટેડ દોસ્ત જ હાજર રહ્યા. અનિલ કપૂર દીકરીના લગ્ન પછી ઘરની બહાર આવ્યા અને એમને ત્યાં હાજર મીડિયા કર્મીઓને મીઠાઈ વહેંચી. એ દરમિયાન અનિલ કપૂરના ચહેરા પર એ જ ચમક હતી જે એક દીકરીના બાપના ચહેરા પર એમના લગ્ન વખતે હોય છે. એ દરમિયાન અનિલ કપિર બધાને પોતાની દીકરીને શુભકામનાઓ અને આશીર્વાદ આપવાની વાત કહી રહ્યા હતા.

પોતાની ખુશીને વ્યક્ત કરતા રિયા કપૂરે ફોટો શેર કરીને એક સુંદર નોટ પણ લખી હતી, રિયાએ લખ્યું હતું કે 12 વર્ષ પછી મારે નર્વસ ન થવુ જોઈએ કારણ કે તમે મારા સૌથી સારા મિત્ર અને અત્યાર સુધીના સૌથી સારા માણસ છો. પણ લગ્નનો અનુભવ મારા માટે અનોખો રહ્યો. હું હમેશા એ છોકરી રહીશ જેને મારા માતા પિતાને સુતા પહેલા રાત્રે 11 વાગે જુહુ ઘરે આવી જવાનું હોય છે. મને નહોતી ખબર કે હું કેટલી નસીબદાર છું. મને આશા છે કે આપણે આ પરિવારને વધુ નજીક લઈ આવીશું.

રિયા કપૂર અને કરણ બુલાની છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં છે. બન્નેની પહેલી મુલાકાત ફિલ્મ આયશાના સેટ પર થઈ હતી. રિયા કપૂર આ ફિલ્મની પ્રોડ્યુસર હતી જ્યારે કરણ બુલાની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેકટરનું કામ કરી રહ્યા હતા. રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્નની કોઈ ઘોષણા નહોતી કરવામાં આવી અને એમાં ફકત પરિવાર અને નજીકના લોકો જ સામેલ થયા હતા. બન્નેએ ગુપચુપ લગ્ન કરી લીધા છે.
0 Response to "રિયા કપૂરના રિસેપ્સનમાં ખૂબ જ ડાન્સ કર્યો અનિલ કપૂરે, ફરાહ ખાને શેર કર્યો વિડીયો."
ટિપ્પણી પોસ્ટ કરો