શુ તમે ઓળખી આ એક્ટ્રેસને? બેલ બોટમમાં કર્યો છે પ્રધાનમંત્રીનો રોલ, જાણીને ચોંકી જશો
બૉલીવુડ એકટર અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક બેલ બોટમ જલ્દી જ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર પર મંગળવારે દર્શકોની વચ્ચે આવી ગયું છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે. તો ફિલ્મમાં ઘણી બૉલીવુડ ડીવાની પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તાનો પણ દમદાર રોલ છે. સામે આવેલા ટ્રેલરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં 210 યાત્રીઓને હાઈજેકરથી બચાવવાની આખી વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ સાચી ઘટનાથી પ્રેરિત છે.
લારા દત્તને ઓળખવી છે મુશ્કેલ.

અક્ષય કુમાર ફિલ્મ બેલ બોટમમાં અન્ડરકવર એજન્ટના રોલમાં દેખાશે જેનું કોડ નેમ બેલ બોટમ છે. એમના માથે જ 210 યાત્રીઓને બચાવવાની જવાબદારી ભારત સરકાર ફિલ્મમાં સોંપશે. ટ્રેલરમાં બતાવવામાં આવેલા દ્રશ્યોમાં પ્રધાનમંત્રીનું પાત્ર બતાવવામાં આવ્યું છે જે બધા ઓર્ડર જાહેર કરી રહી છે. ફિલ્મમાં આ રોલ કરનારી એક્ટ્રેસ 55- 60 વર્ષની સ્ત્રી નથી પણ એ એક યંગ અને સુંદર એક્ટ્રેસ છે. પ્રધાનમંત્રીનો રોલ કરનારી એક્ટ્રેસ અન્ય કોઈ નહિ પણ લારા દત્તા છે.
લારાના મેકઅપ આર્ટિસ્ટના થયા વખાણ.
Really ? I watched trailer 2 times and I knew right now on twitter that #Indiragandhi‘s role is done by @LaraDutta mam. I want to to know who is make up artist? Its completely unbelievable .@akshaykumar#BellBottom#LaraDutta#BellBottomTrailer pic.twitter.com/BOxo5Y3hl6
— आशुतोष त्रिपाठी (@Ashuk2431) August 3, 2021
લારા દત્તાના પાત્રને જોઈને એકવાર એમને ઓળખવું મુશ્કેલ થઈ જાય છે. લારા દત્તનો આ રોલ ઇન્દિરા ગાંધીથી ઇન્સપાયર્ડ છે અને એ એકદમ એમના જેવી જ લાગી રહી છે. વાળ અને સાડી પહેરવાની સ્ટાઇલ ઇન્દિરા ગાંધી જેવી જ છે, જેને સંપૂર્ણ રીતે લારા દત્તાએ કોપી કરવાની કોશિશ કરી છે. લારા દત્તાએ આ રોલ કરવા માટે પ્રોસ્થેટિકસ મેકઅપનો સહારો લીધો છે. લોકો લારા દત્તાના મેકઅપ આર્ટિસ્ટના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. લારા દત્તાનું આ રૂપ જોઈ ફેન્સ પણ હેરાન છે અને એમના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે .
19 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે ફિલ્મને 3D અને નોર્મલ પ્રિન્ટની સાથે 19 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ લેવલ પર રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારે બેલ બોટમનું ટ્રેલર જાતે સોશિયલમીડિયા પર રિલીઝ કર્યું છે.

અક્ષય કુમાર અને એમની આખી ટીમ ફિલ્મની રીલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પૂજા એન્ટરટેનમેન્ટના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ એને શેર કરવામાં આવ્યું છે જ્યાં તમે આ ટ્રેલર જોઈ શકો છો.
0 Response to "શુ તમે ઓળખી આ એક્ટ્રેસને? બેલ બોટમમાં કર્યો છે પ્રધાનમંત્રીનો રોલ, જાણીને ચોંકી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો