કોરોના અંગે સામે આવ્યો નવો દાવો, ઘરમાં 6 ફૂટનું અંતર હોય તો પણ ફેલાઈ શકે છે કોવિડ
કોરોના વાયરસને લઈને રોજેરોજ નવા નવા રિસર્ચ સામે આવી રાજ્ય છે. એ દરમિયાન હવે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘરની અંદર કોરોનાથી બચવા માટે 6 ફૂટનું અંતર પર પૂરતું નથી અને 6 ફૂટના અંતરમાં પણ એક સંક્રમિત વ્યક્તિ બીજા વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી નામની મેગેઝીનમાં પ્રકાશિત પરિણામ જણાવે છે કે ફકત શારીરિક અંતર જ સંક્રમણને રોકવા માટે પૂરતું નથી. પણ માસ્કિંગ અને વેન્ટીલેશન જેવી વસ્તુઓ પણ એ માટે જરૂરી છે.

આ સ્ટડીમાં શોધકર્તાઓએ ત્રણ કારકોની તપાસ કરી છે. એમાં સ્પેસમાં માધ્યમથી હવાના વેન્ટીલેશનનું પ્રમાણ અને દર, અલગ અલગ વેન્ટીલેશન રણનીતિઓથી જોડાયેલા ઇનડોર એરફલો પેટર્ન, શ્વાસ લેવા તેમજ વાત કરવાનો એરોસોલ એમિસન મોડ સામેલ છે..
માસ્ક વગર 6 ફૂટના અંતરથી પણ સંક્રમિત થઈ શકે છે વ્યક્તિ.

આ સ્ટડીમાં ખબર પડી છે કે જો કોઈ વ્યક્તિ સંક્રમિત વ્યક્તિ 6 ફૂટના અંતર પર બેસીને પણ માસ્ક વગરના કોઇ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે તો એના વાયરસ બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. આ પરિણામ રૂમની અંદર વધુ જોઈ શકાય છે જ્યાં વેન્ટીલેશનની કમી છે.
શોધકર્તાઓએ મેળવ્યું છે કે એયરોસોલ્સ ડિસ્પ્લેસમેન્ટ વેન્ટીલેશન વાળા રૂમમાં વધુ ઝડપથી ફેલાય છે જ્યાં તાજી હવા સતત ફર્સ પરથી વહેતી રહે છે અને જૂની હવાને સિલિંગ પાસે એક નિકાસ વેન્ટમાં ધકેલે છે. આ રીતની વેન્ટીલેશન સિસ્ટમ મોટાભાગના ઘરોમાં સ્થાપિત છે.

એ સિવાય અન્ય એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ઉચ્ચ ઈન્ટરનેટ પહોંચ દર, સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને ઉપયોગકર્તાઓમાં ઈન્ટરનેટ સાક્ષરતાની કમીના કારણે કોવિડ 19ના સંબંધમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ખોટી જાણકારી આપવામાં આવી.

અભ્યાસમાં 138 દેશોમાં પ્રકાશિત 9657 ખોટી જાણકારીઓ સામેલ કરવામાં આવી છે. વિભિન્ન દેશોમાં ખોટી સુચનના પ્રસાર અને સ્રોતોને સમજવા માટે 94 સંગઠનોએ એમના તથ્યોની તપાસ કરી. અધ્યયનમાં કહેવામા આવ્યું છે કે બધા દેશોમાંથી ભારતમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ 18.07 ટકા ખોટી જાણકારી આપવામાં આવી જેના કારણે કદાચ દેશની ઉચ્ચ ઈન્ટરનેટ પહોંચ દર, સોશિયલ મીડિયાના ઉપયોગમાં વૃદ્ધિ અને ઉપયોગકર્તાઓમાં ઈન્ટરનેટ સાક્ષરતાની કમી છે.
0 Response to "કોરોના અંગે સામે આવ્યો નવો દાવો, ઘરમાં 6 ફૂટનું અંતર હોય તો પણ ફેલાઈ શકે છે કોવિડ"
ટિપ્પણી પોસ્ટ કરો