કોવિડ ટેસ્ટિંગ માટેની સ્વદેશી કિટને મળશે મંજૂરી, ગ્રામીણ વિસ્તારોમાં થશે ઝડપી તપાસ
આ ટેકનોલોજી પહેલાથી જ મંજૂર થઈ ચૂકી છે અને NEERI ને અન્ય ટેસ્ટિંગ લેબ્સને જરૂરી ટ્રેનિંગની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી તેઓ સમગ્ર દેશમાં તેનો ઉપયોગ કરી શકે.

CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની મદદથી નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની નવી ટેસ્ટિંગ ટેકનિક ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ તકનીકમાં, હવે નાસોફેરિંજિયલ (મોં અને નાક)થી સ્વેબનું સેમ્પલ લેવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, માત્ર ગળામાં પાણીનું ગાર્ગલિંગ કરી કોરોનાનું ટેસ્ટિંગ શક્ય બનશે.

ઘણા લોકો માટે, નાક અને ગળામાંથી નમૂના આપવા થોડું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં નવી ટેકનોલોજી તેમના માટે ખૂબ અનુકૂળ રહેશે. સલાઈન ગાર્ગલ RT-PCR ટેકનોલોજી, જે હવે વ્યાપક ધોરણે ઉપલબ્ધ થશે અને ઉપયોગ શરૂ કરી શકાશે.
આ ટેકનોલોજી MSME મંત્રાલયને સોંપવામાં આવી છે
કોરોના ટેસ્ટિંગની આ ટેકનિક નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. તાજેતરમાં CSIR અને NEERI એ MSME મંત્રાલયને સલાઈન ગાર્ગલ RT-PCR ટેકનિક સોંપી છે. જેથી આ ટેકનોલોજીનું વ્યાપક ઉત્પાદન થઈ શકે અને આ ટેસ્ટ કીટ બજારમાં ઉપલબ્ધ થઈ શકે.
જરૂર કેમ ઉભી થઈ અને કેવી રીતે તેની તપાસ થશે?

સલાઈન ગાર્ગલ RT PCR ટેસ્ટ સસ્તી અને સુલભ ટેકનોલોજી સાથે, કોરોનાનું ઝડપથી પરીક્ષણ કરી શકાય છે. ખરેખર, RTPCR પરીક્ષણ માટે, નાક અને ગળામાંથી એક નમૂનો લેવામાં આવે છે. નમૂના આપવા માટે તેના એક્સપર્ટ પાસે જવું પડે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે દેશના વિજ્ઞાનીઓએ એક સરળ, ઝડપી અને સસ્તી પદ્ધતિ તૈયાર કરી છે. આ અંતર્ગત હવે પાણી અને મીઠાના દ્રાવણથી ગાર્ગલિંગ કર્યા બાદ તેને બીકરમાં રાખીને લેબમાં મોકલી શકાય છે અને ત્રણ કલાકમાં પરિણામ પણ મેળવી શકાય છે. પ્રક્રિયા એટલી સરળ છે કે દર્દી પોતે તેના સેમ્પલ એકઠા કરી શકે છે.
ગ્રામીણ વિસ્તારો માટે રાહતની બાબત

સંશોધકોને આશા છે કે પરીક્ષણની આ અનોખી ટેકનોલોજી ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો માટે ફાયદાકારક રહેશે. આ ટેકનોલોજી પહેલાથી જ મંજૂર થઈ ચૂકી છે અને NEERI ને અન્ય ટેસ્ટિંગ લેબ્સને જરૂરી ટ્રેનિંગની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી તેઓ સમગ્ર દેશમાં તેનો ઉપયોગ કરી શકે.
આ ટેકનોલોજી અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખાસ કરીને સંસાધનની દ્રષ્ટિએ અપ્રપ્ય ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો માટે સલાઈન ગાર્ગલ RT-PCR પરીક્ષણ વધુ મહત્વનું છે. આ ઝડપી અને સરળ પરીક્ષણમાં પરિણમશે અને રોગચાળા સામેની અમારી લડાઈને વધુ મજબૂત બનાવશે.
લાઇસન્સ મળતાં જ ઉત્પાદન શરૂ થશે

CSIR અને NEERI નું કહેવું છે કે સંસ્થા દ્વારા વિકસિત નવીનતા સમાજને સેવા આપવા માટે ‘રાષ્ટ્રને સમર્પિત’ કરવામાં આવી છે. આ નવીનીકરણ ખાનગી, સરકારી અને વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ અને વિભાગો સહિત તમામ સક્ષમ પક્ષોને તેનું વ્યાપારીકરણ અને લાયસન્સ લેવા માટે સક્ષમ બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાયસન્સ મળ્યા બાદ સંબંધિત પક્ષો સરળતાથી વાપરી શકાય તેવા કોમ્પેક્ટ કીટના રૂપમાં વ્યાપારી ઉત્પાદન માટે ઉત્પાદન સુવિધાઓ સ્થાપશે. ICMR અને NIRI એ દેશભરમાં તેના વ્યાપક પ્રસાર માટે સંભવિત લાઇસન્સધારકોને માહિતી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.
0 Response to "કોવિડ ટેસ્ટિંગ માટેની સ્વદેશી કિટને મળશે મંજૂરી, ગ્રામીણ વિસ્તારોમાં થશે ઝડપી તપાસ"
ટિપ્પણી પોસ્ટ કરો