હિના ખાનના મસ્તીભર્યા અંદાજ પર ફિદા થયા ફેન્સ, માલદીવ વેકેશનના ફોટા વાયરલ
પોતાના અભિનય અને બિન્દાસ અંદાજથી કરોડો ફેન્સનું દિલ જીતી ચુકેલી હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ સતત એમના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સના દિલના ધબકારા વધારી દે છે. ઇન્સ્ટાગ્રામ પર એમના એકથી લઈને એક ચડિયાતા ફોટા તમને જોવા મળશે. હિના એક એવી એક્ટ્રેસ છે જે સાડીથી લઈને બિકીની સુધી બધા જ આઉટફિટમાં પોતાની દિલકશ અદાઓનો જાદુ ચલાવતી રહે છે.

હવે હિના ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં જ એમને એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક ફોટા શેર કર્યા છે જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે હિના હાલના દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. જ્યાંથી એ સતત એમના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સને અપડેટ આપતી રહે છે.

આ ફોટામાં હિના ખાને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેરેલો છે, સાથે જ એ હેટ પહેરીને ઓપન હેરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટામાં એક્ટ્રેસ દરિયા કિનારે એકથી લઈને એક પોઝ આપતી દેખાઈ રહી છે. ફેન્સ એમના આ ગ્લેમરસ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફોટા પર અત્યાર સુધી લાખો લાઇક્સ અને કમેન્ટ્સ આવી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે હિના ખાન જલ્દી જ એક મ્યુઝિક વીડિયોમાં દેખાશે એમના આ મ્યુઝિક વિડીયોનું નામ છે મેં ભી બરબાદ જે 23 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. ગીત રિલીઝ થાય એ પહેલાં હિના એમની ફેમીલી અને બોયફ્રેન્ડ રોકી જયસવાલ સાથે માલદીવ વેકેશન એન્જોય કરી રહી છે. સાથે જ એ મ્યુઝિક વિડીયો સાથે જોડાયેલી બધી અપડેટ્સ પણ શેર કરી રહી છે.

હિના ખાન એમના આવનારા મ્યુઝિક વિડીયોમાં એકદમ કિલર લુકમાં દેખાશે. એ અંગદ બેદી સાથે આ વિડીયોમાં દેખાશે. બન્ને એમના લુકમાં એકદમ પરફેક્ટ દેખાવાના છે. આ ગીતનો હિના અને અંગદનો જે લુક સામે આવ્યો છે એમ બન્ને સ્ટાર્સ અલગ જ અવતારમાં દેખાઈ રહ્યા છે. આ લુકમાં હીનાને નાકમાં નોઝ પિન પહેરેલી જોઈ શકાય છે જ્યારે બેદી ગરદન પર ઘણા ટેટુ કરાવેલ દેખાઈ રહ્યા છે.

હિના ખાનને છેલ્લી વાર એકટર શાહીર શેખના મ્યુઝિક વિડીયો બારીશ બન જાનામાં જોવામાં આવી હતી. આ ગીતને ફેન્સે ઘણું પસંદ કર્યું હતું. હિના ખાને ટીવીની ફેમસ સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હે થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
0 Response to "હિના ખાનના મસ્તીભર્યા અંદાજ પર ફિદા થયા ફેન્સ, માલદીવ વેકેશનના ફોટા વાયરલ"
ટિપ્પણી પોસ્ટ કરો