બોલિવુડના સ્ટાર્સને અલિબાગમાં ઘર ખરીદવામાં છે ભારે રસ, જાણો કોના કોના આલિશાન ઘર છે અહીં
બોલિવુડના મોસ્ટ પોપ્યુલર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું મહારાષ્ટ્રના સૌથી સુંદર શહેર અલિબાગમાં નવા ઘર ખરીદવાની ખબર થોડા સમય પહેલા આવી હતી. જાણકારી છે કે કપલે અહીંયા બહુ મોટી પ્રોપર્ટી ખરીદી છે જેમાં નારિયેળ અને સોપારીના બગીચા પણ સામેલ છે.

આમ તો અલિબાગ મહારાષ્ટ્રમાં સેલેબ્સનું ફેવરિટ પ્લેસ રહ્યું છે. વિકેન્ડ ગેટવે હોય કે પછી પાર્ટી માટે સેલેબ્સ ત્યાં જવું પસંદ કરે છે. ઘણા બી ટાઉન સેલેબ્સનું અલિબાગમાં આલિશાન ઘર છે. જ્યાં એ શોર્ટ ટ્રીપ કે પાર્ટીઓ માટે જાય છે. તો ચાલો જાણી લઈએ દીપિકા અને રણવીર પહેલા ક્યાં સેલેબ્સનું પહેલેથી જ અલિબાગમાં આલિશાન ઘર છે.
શાહરુખ ખાન.

બોલિવુડના કિંગ ખાન એમની લકઝરી લાઇફસ્ટાઇલ માટે જાણીતા છે. એમનું અલિબાગમાં લેવિષ હોલીડે હોમ છે..કિંગ ખાનની આ પ્રોપર્ટીનું નામ Deja Vu farms છે. એમ સુંદર સ્વિમિંગ પુલ, ટ્રી હાઉસ, હેલીપેડથી લઈને આલિશાન ડાઇનિંગ એરિયા પણ છે. શાહરુખ ખાન પાર્ટી, બર્થ ડે સેલિબ્રેશન કે હોલીડે મનાવવા માટે અલિબાગ જાય છે.

શાહરુખ ખાનનું આ ઘર 19, 960 સ્કેવર મીટરમાં ફેલાયેલું છે. આ સી ફેસિંગ છે. શાહરુખ ખાને એમના આ હોલીડે હોમમાં ઘણા બધા બર્થડે સેલિબ્રેટ કર્યા છે. એમનો બર્થડે સેલિબ્રેશનમાં બી ટાઉનની ઘણી હસ્તીઓ સામેલ રહી ચુકી છે. આ ઘરની કિંમત 14.67 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિકેન્ડ ગેટવે માટે એમના અલિબાગ વાળા ઘરમાં જાય છે. ત્યાં એ ફેમીલી સાથે પણ સ્પોટ થાય છે.અલીબાગના એમના હોલીડે હોમમાં વિરુષકા શોર્ટ ટ્રીપ માટે જાય છે. એપ્રિલમાં આખા દેશમાં લોકડાઉન થતા પહેલા કપલ અહીંયા જ હતું.
રાહુલ ખન્ના.

એકટર રાહુલ ખન્નાનું પણ અલિબાગમાં આલિશાન પ્રોપર્ટી છે. એ સોશિયલ મીડિયા પર ઘણીવાર એમના અલિબાગ સ્થિત હોમ પર સમય વિતાવેલ ફોટા શેર કરે છે.
અનિતા શ્રોફ અદજનિયા
સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અડજાણીયા ઘણીવાર ફેમીલી સાથે અલિબાગ વાળા ઘરમાં સમય વિતાવતી દેખાય છે. એ ડાયરેકટર હોમી અડજાણીયાની પત્ની છે. હોમી અને અનિતા ફેમીલી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે શોર્ટ ટ્રીપ માટે અલિબાગ જ જાય છે.

તમને જણાવી દઈએ કે મિની ગોવા ગણાતુેં અલિબાગ બીચ ઉપરાંત કિલ્લા, બગીચા અને સ્થાપત્યો માટે પણ પ્રખ્યાત છે. અહીંના બીચ એકબીજાથી નજીવા અંતરે છે. ઉપરાંત બીચની સુંદરતા એવી કે એક જાેઈએ ને બીજાે બોચ ભુલાય. મોટાભાગના બીચથી સૂર્યોદય અને સુર્યાસ્તનો નજારો પણ માણવા મળે છે. ઘણાં હિન્દી ફિલ્મોના શૂટિંગ ત્યાં થયા છે. ત્યાંના માંડવા બીચ, ખિમજા બીચ અને નાગાવ બીચ મુખ્ય છે
0 Response to "બોલિવુડના સ્ટાર્સને અલિબાગમાં ઘર ખરીદવામાં છે ભારે રસ, જાણો કોના કોના આલિશાન ઘર છે અહીં"
ટિપ્પણી પોસ્ટ કરો