બાળકોનું તહેવારોની સિઝન દરમિયાન ખાસ રાખજો ધ્યાન કારણ કે આ રોગે ગુજરાતમાં પણ દીધી દેખા
કોરોના વાયરસ ની ત્રીજી લહેરમાં બાળકો વધારે પ્રમાણમાં સંક્રમિત થશે તેવી ભીતિ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. જોકે કોરોનાને લઈને હાલ સ્થિતિ કાબુમાં જણાય છે કારણ કે રાજ્યમાં કોરોના ના કેસ માં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ રાજ્યના સુરત સહિતના મહાનગરોમાં વાઇરલ ઇન્ફેકશનના કેસમાં અચાનક જ વધારો નોંધાઈ રહ્યો છે તે વાત ચિંતા વધારી રહી છે.

સુરત શહેરની વાત કરીએ તો અહીં વાઇરલ ઇન્ફેકશનના કેસમાં જબરો ઉછાળો નોંધાયો છે. તેમાં પણ બાળકો સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં 1700 થી વધુ બાળકોએ વાઇરલ ઇન્ફેક્શન માટે સારવાર લીધી છે. આ સાથે જ જાણકારી એવી પણ સામે આવી છે કે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા આ બાળકોના રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક બાળકનો કોરોના નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
વાઇરલ ઇન્ફેકશનના કેસમાં થતા વધારાનું કારણ વરસાદ પણ છે. લાંબા વિરામ બાદ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સુરત સહિત રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદી વાતાવરણને કારણે બાળકો વધારે પ્રમાણમાં બીમાર થઈ રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શન સાથે મચ્છર જન્ય રોગોમાં પણ એકાએક ઉછાળો નોંધાયો છે.
સુરત શહેરમાં પણ એવા અનેક વિસ્તારો છે જ્યાં ગટરના પાણી પણ ઉભરાય છે. તેવામાં વરસાદ થવાથી આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. આ તમામ પરિસ્થિતિ વાયરલ ઈન્ફેક્શન, પાણીજન્ય રોગોમાં પણ વધારો કરી રહી છે. વાઇરલ ઇન્ફેક્શનથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે તેવામાં માતા-પિતા ચિંતામાં મુકાયા છે.. કારણ કે વાઇરલ ઇન્ફેક્શનના લક્ષણો પણ કોરોના જેવા જ હોય છે જેથી એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે બાળક કોરોના સંક્રમિત છે કે તેને માત્ર વાઇરલ ઇન્ફેક્શન છે. એટલા માટે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા બાળકોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.

શહેરમાં વાઇરલ ઇન્ફેકશનના કેસ વધી જતાં સરકારી હોસ્પિટલોમાં બેડ હાઉસફુલ થઈ ગયા છે કોરોના ના કેસ તો ઘટી રહ્યા છે પરંતુ વાયરલ તાવના કેસમાં વધારો થતા તંત્ર પણ દોડતું થયું છે.
0 Response to "બાળકોનું તહેવારોની સિઝન દરમિયાન ખાસ રાખજો ધ્યાન કારણ કે આ રોગે ગુજરાતમાં પણ દીધી દેખા"
ટિપ્પણી પોસ્ટ કરો