Whatsapp ના iOS યુઝર્સ માટે ખુશખબર, હવે શરૂ કરવામાં આવશે આ ફીચર
Whatsapp નો વપરાશ કરનારા એન્ડ્રોઇડ અને iOS યુઝર બન્ને પ્રકારના યુઝર હોય છે. Whatsapp ના ઘણા ખરા ફીચર્સ એન્ડ્રોઇડ યુઝરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Whatsapp ના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે mute video ફીચર ઓલ આઉટ કર્યાના મહિનાઓ બાદ iOS યુઝર્સ પણ આ ફીચરનો લાભ ઉઠાવી શકે તે માટે રજૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર iOS યુઝરો ટૂંક સમયમાં જ whatsapp પર વિડીયો મોકલતા પહેલા તેને મયૂટ (એટલે કે અવાજ વગરનો વિડીયો) કરી શકશે. એન્ડ્રોઇડ યુઝર માટે આ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું તેના લગભગ સાત મહિના બાદ iOS યુઝર માટે આ ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર whatsapp નવી ડિઝાઈન સાથે iOS યુઝર્સ માટે આ ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. આ ફીચર હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. અને whatsapp દ્વારા આ ફીચર વિશે હજુ કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Wabetanifo અનુસાર whatsapp મયૂટ વિડિયો ફીચર આખરે iOS માટે ઉપલબ્ધ થઇ શકશે. whatsapp એ સાત મહિના પહેલા એન્ડ્રોઇડ 2.21.3.13 માટે whatsapp બીટા પર વિડીયો મયૂટ કરવા માટેનું આ ફીચર લોન્ચ કર્યું હતું.

જ્યારે આ ફીચર માટે whatsapp બીટા પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. અને તે પણ એક સારી એવી ડિઝાઈન સાથે. તમારે એ જોવા માટે કે આ ફીચર iOS યુઝરના whatsapp અકાઉન્ટમાં કામ કરે છે કે કેમ તે જાણવા તમારે ફક્ત એક વિડીયો સિલેક્ટ કરીને તેને અન્ય whatsapp યુઝરને મોકલતા પહેલા વિડીયો મયૂટ કરીને મોકલવાનો રહેશે.

Wabetainfo દ્વારા આપવામાં આવેલા સ્ક્રીનશોટ અનુસાર યુઝર્સ વીડિયોને GIF ફાઇલ માં બદલવા માટે રિવાઇઝ્ડ ટોગલમાં મયૂટ વીડીયો વિકલ્પ જોઈ શકે છે. ફીચર્સ ટ્રેકર્સના કહેવા અનુસાર દરેક વખતે જ્યારે તમે વીડિયોને એડિટ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તેની સાઈઝ તરત અપડેટ થઈ જાય છે. આ ફીચર આજે iOS બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. જો તમને આ ફીચર ન દેખાય રહ્યું હોય તો બસ તમારે આ ફિચરને અપડેટની રાહ જોવાની છે. અને તે ટૂંક સમયમાં જ અપડેટ થઈ જશે.
ટૂંક સમયમાં જ આવી રહ્યું છે નવું ફીચર

Whatsapp પર હવે એક નવા ફીચર પર કામ ચાલી રહ્યું છે જે યુઝર્સને ઇમેજને સ્ટીકરમાં બદલવાની સુવિધા આપશે. આ ફિચરને whatsapp નાં બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું હતું.
Whatsapp કથિત રીતે iOS અને એન્ડ્રોઇડ બન્ને યુઝર્સ માટે આ ફીચર કામ કરી રહ્યું છે. એ સિવાય whatsapp નોન બીટા ટેસ્ટર્સ કરવા માટે મલ્ટી ડિવાઇસ ફીચરનો.ઉપયોગ કરવાની સંભાવના રજૂ કરી રહ્યું છે.
0 Response to "Whatsapp ના iOS યુઝર્સ માટે ખુશખબર, હવે શરૂ કરવામાં આવશે આ ફીચર"
ટિપ્પણી પોસ્ટ કરો