અલગ અલગ રાજ્યોએ કોલ ઈંડિયાને નથી ચુકવ્યા 21,000 કરોડ, મહારાષ્ટ્રની સૌથી વધુ ઉધારી
દેશભરના વિજળી સંયંત્રોમાં કોલસાની આપૂર્તિનું જે સંકટ તોળાતું હતું તેને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. જાણવા મળતી માહિતી અનુસાર કોલસાની આપૂર્તિનું સંકટ દૂર કરવા માટે કેન્દ્રએ પોતાની ગતિવિધિ ઝડપી બનાવી છે. સરકારનું કહેવું છે કે કોલસાની આપૂર્તિમાં કોઈ ઘટાડો થશે નહીં. થોડા સમય માટે સંકટના વાદળ ઘેરાયા હતા પરંતુ એ સમય પસાર થઈ ચુક્યો છે અને હવે વિજળીને લઈને કોઈ સંકટ આવનાર નથી.

સૂત્રોના જણાવ્યાનુસાર કોલ ઈંડિયાએ ગત 4 દિવસમાં 1.57 મિલિયન ટનથી 1.94 મિલિયન ટન પ્રતિ દિવસનું ઉત્પાદન વધાર્યું છે. હજુ પણ તેનાથી વધારે કોલસાનું ઉત્પાદન વધારવામાં આવશે. આગામી સપ્તાહથી પ્લાનિંગ છે કે રોજ 2 મિલિયન ટન પ્રતિ દિવસ સુધીનું ઉત્પાદન શરુ કરવામાં આવે. આ ક્ષમતા સુધી પહોંચવાની આશા છે.

કેટલાક વિજળી સંયંત્રોમાં સ્ટોકની અછત જે ઈમ્પોર્ટેડ કોલસા પર નિર્ભર હતા તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કીંમતોના 3 ગણી થવાથી આયાત ઘટાડી હતી. કેન્દ્ર સરકારને વધુ આપૂર્તિ પર દબાણ કરી રહ્યા હતા. તેનાથી કોલસાની આયાતમાં પણ 12 ટકાનો ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર કોલ ઈંડિયા પાસે એક નિયત મર્યાદાથી વધુ કોલસાનો ભંડાર હોય શકે નહીં. કારણ કે હંમેશા આગ લાગવાનું જોખમ રહે છે. એટલા રાજ્યોને કોલ ઈંડિયા પાસેથી તેમને ફાળવેલો જથ્થો ઉઠાવી અને સ્થાનીય સ્તર પર સ્ટોક કરવો પડે તેમ હતો. રિમાંઈડર આપવા છતાં પણ આવું કરવામાં આવ્યું નહીં. જાણવા મળતી માહિતી અનુસાર કોલસા મંત્રાલયે જાન્યુઆરીમાં જ અલગ અલગ રાજ્યોને કહ્યું હતું કે તેમનો કોલસાનો જથ્થો મેળવી અને સ્ટોક કરી લે. પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. કોલ ઈંડિયાનું કહેવું છે કે જો તેઓ વધારે કોલસાનો જથ્થો એકત્ર કરે તો આગ લાગવાનું જોખમ વધી જાય છે. આ સિવાય માંગ અને ખપત વધી રહ્યા હતા તો રાજ્ય પ્રતિક્રિયા આપવામાં પણ નિષ્ફળ રહ્યા.

રાજ્યોને કોલ ઈંડિયાને અંદાજે 21,000 કરોડથી વધુનું ચુકવણું કરવાનું બાકી છે. જેમાં મહારાષ્ટ્રએ 2600 કરોડ, તમિલનાડુના 1100 કરોડ, બંગાળના 2000 કરોડ, દિલ્હીના 278 કરોડ, પંજાબના 1200 કરોડ, એમપીના 1000 કરોડ અને કર્ણાટકના 23 કરોડ રૂપિયા કોલ ઈંડિયાને આપવાના બાકી છે.
0 Response to "અલગ અલગ રાજ્યોએ કોલ ઈંડિયાને નથી ચુકવ્યા 21,000 કરોડ, મહારાષ્ટ્રની સૌથી વધુ ઉધારી"
ટિપ્પણી પોસ્ટ કરો