2 નવેમ્બરે આ રીતે પૂજા કરવા કરી લો તૈયારી, વર્ષભર રહેશે ઘરમાં બરકત
ધનતેરસને દિવાળીના તહેવારની ઔપચારિક શરૂઆત માનવામાં આવે છે. ધનતેરસના દિવસે કરેલી પૂજા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારે છે. માનવામાં આવે છે આ દિવસે ઘરમાં સોનું, ચાંદી અને વાસણ જેવી નવી વસ્તુઓ લાવવાની પરંપરા છે. આ વસ્તુઓની પૂજા પણ કરવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા મહાલક્ષ્મી, ધનની દેવતા કુબેર, યમરાજ અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ અને ઘરના વાસણો ખરીદવા શુભ ગણાય છે. આ જ કારણ છે કે ધનતેરસના દિવસે બુલિયન માર્કેટ અને વાસણ બજારમાં ભારે ઘરાકી જોવા મળે છે.
જો કે સોનાના ભાવ 45,000થી વધુ હોવાથી એવા ઘણા લોકો છે જેઓ ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુ કે વાસણો ખરીદી શકતા નથી. આવી સ્થિતિમાં તેમના મનમાં પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે આ વસ્તુઓ વિના તેમના દ્વારા કરવામાં આવેલી પૂજાનું પૂર્ણ તેમને ફળ મળશે કે નહીં. તો આવા લોકોની ચિંતા આજે દૂર થઈ જશે. કારણ કે આજે તમને જણાવીએ એવી પૂજા વિશે જેને કરવાથી તમે મોંઘી ધાતુ લીધી નહીં હોય તો પણ તમને ધનતેરસનું સંપૂર્ણ ફળ મળશે.
ધનતેરસનો દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે. ધનના દેવતા કુબેર, ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મીની પૂજા આ ખાસ દિવસે કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ચના મતે ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી કોઈ કિંમતી ધાતુ કે ઘરના વાસણો ખરીદવા જ પડે તે જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી નવી પેન ખરીદીને પણ પૂજા સ્થાન પર રાખે તો પણ તેને પૂજામાં સોના-ચાંદીના નવા ઘરેણાં ચઢાવીને કરેલી પૂજા જેટલું પુણ્ય ફળ મળે છે. કારણ કે દરેક નવી વસ્તુમાં કુબેર દેવતાનો વાસ હોય છે.
ધનતેરસ પર નવી વસ્તુ ખરીદવી અને તેની પૂજા કરવીએ પ્રતીકાત્મક વિધિ છે. તેનાથી ઘરમાં નવી વસ્તુઓ લાવ્યાના ઉત્સાહનો સંચાર થાય છે જે લોકોની ખુશીમાં વધારો કરે છે. જરૂરી માત્ર એટલું છે કે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવામાં આવે. યોગ્ય રીતે કરેલી પૂજાથી પણ દરિદ્રતા દૂર થાય છે.
ધનતેરસ – 02 નવેમ્બર, મંગળવાર
મુહૂર્ત
- લાભ – સવારે 11.31 થી 12.10 સુધી
- અભિજિત મુહૂર્ત – સવારે 11.48 થી 12.33 સુધી
- અમૃત – બપોરે 12.10 થી 01.34 સુધી
- લાભ – સાંજે 07.23 થી 08.59 સુધી
- શુભ – રાત્રે 10.35 થી 12.35 સુધી
- રાહુ કાળ બપોરે 2.59 થી 04.23 સુધી
0 Response to "2 નવેમ્બરે આ રીતે પૂજા કરવા કરી લો તૈયારી, વર્ષભર રહેશે ઘરમાં બરકત"
ટિપ્પણી પોસ્ટ કરો