નટુકાકા સાથેનો છેલ્લો ફોટો ટપુએ કર્યો શેર, કહી આ વાત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું હાલમાં જ લાંબી બીમારી પછી નિધન થયું હતું. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સરથી પીડાઇ રહ્યા હતા. તેમના નિધન બાદ શોના સમગ્ર સ્ટાર કાસ્ટમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શોના કલાકારો એ હકીકતને સ્વીકારી નથી શકી કે દરેકના પ્રિય નટ્ટુ કાકા હવે તેમની વચ્ચે નથી રહ્યા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા રાજ અનાડકટને ઘનશ્યામ નાયકને યાદ કર્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા રાજ અનડકટે અનુભવી અભિનેતા સાથે પોતાની તસવીર શેર કરી છે. ફોટામાં રાજ અનડકટઅને ઘનશ્યામ નાયક મેક-અપ રૂમમાં એક સાથે ઉભા જોવા મળી રહ્યા છે. આ સેલ્ફી ફોટોમાં રાજ અને ઘનશ્યામ નાયક હસતા જોવા મળી રહ્યા છે.
‘
ફોટો શેર કરતા રાજ અનડકટ લખ્યું છે કે, ‘હું અને કાકા મેકઅપ શેર કરી રહ્યા હતા અને તે લાંબા સમય પછી સેટ પર આવ્યા હતા. તેમણે રૂમમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે ‘આવ બેટા કેમ છે’ મેં તેમના આશીર્વાદ લીધા. તે ઘણા દિવસો પછી સેટ પર પાછા આવીને ખૂબ જ ખુશ હતા. તેમણે મને મારા પરિવાર વિશે પૂછ્યું અને કહ્યું ‘સારસ, ભગવાન તારું ભલું કરે.

રાજ અનડકટે આગળ લખ્યું છે જે ‘આટલી ઉંમરે તેમનું સમર્પણ અને મહેનત પ્રશંસનીય હતી. તેમણે શેર કરેલી વાર્તાઓ અમે ક્યારેય ભૂલીશું નહીં. કાકા તમને હંમેશા યાદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નટ્ટુ કાકાને શો પહેલા મેકઅપ કરવો ગમતો હતો અને તે ઈચ્છતા હતા કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમને મેકઅપ કરેલો હોય. તે છેલ્લી ક્ષણ સુધી અભિનય કરવા માંગતા હતા
તમને જણાવી દઈએ કે નટુકાકાએ 400થી વધુ ફિલ્મમાં ડબિંગ કર્યું છે. નતુકાકાની ખાસ વાત એ છે કે એક ફિલ્મમાં ચાર પાત્ર હોય તો નટુકાકા ચારેયના અવાજ અલગ અલગ કાઢીને ડબિંગ કરતા. તેમણે અશોક કુમારથી લઈ અમિતાભ બચ્ચન સુધીના કલાકારો સાથે કામ કર્યું છે. નટુકાકા રંગમંચ પર રંગલા તરીકે લોકપ્રિય હતા. જો કે આટલી મહેનત કર્યા બાદ પણ એમનો આર્થિક સંઘર્ષ દૂર થયો નહોતો.

નટુકાકા ‘ખિલૌના’ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા ત્યારે એમને આ ફિલ્મ માટે મલાડથી ચેમ્બુર જવાનું હતું. અહીંયા આરકે સ્ટૂડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ હતું. શૂટિંગમાં માત્ર બે કોમેડી સીન હતા. તેના માટે તેમને દિવસના માત્ર 30 રૂપિયા મળ્યા હતા. નતુકાકાને શૂટિંગના બદલામાં જે પૈસા મળ્યા એના કરતાં બસ ભાડું વધું થઈ ગયું હતું.
નટુકાકાને ધર્મેન્દ્ર-હેમામાલિનીની ફિલ્મ ‘શરાફત’માં ત્રણ દિવસ કામ કરવાના 70 રૂપિયા મળ્યા હતા પરંતુ શૂટિંગ પર પહોંચવાનો ખર્ચ 100 રૂપિયા થયો હતો. દેવાનંદની ‘ચાર્જશીટ’માં નટુકાકાને વકીલનો રોલ ઓફર થયો હતો અને પૈસા પણ સારા એવા હતા. જો કે આ ફિલ્મમાં નટુકાકાને એક પણ ડાયલોગ બોલવાનો નહોતો. આથી જ તેમણે ડાયલોગ માટે મગજમારી કરી હતી, પરંતુ દેવાનંદ ન માન્યા અને એટલે જ નટુકાકાએ વટની સાથે ફિલ્મ છોડી દીધી હતી.
0 Response to "નટુકાકા સાથેનો છેલ્લો ફોટો ટપુએ કર્યો શેર, કહી આ વાત"
ટિપ્પણી પોસ્ટ કરો