જમીન પર થતી કાર રેસિંગ હવે હવામાં થશે, થઇ ગયો છે હવાઇ ટેસ્ટ
આકાશમાં ઉડતી કાર હવે સ્વપ્ન નહી પરંતુ હકીકત બની ગઈ છે. વિશ્વની પ્રથમ ફ્લાઇંગ રેસિંગ કાર ફોર્મ્યુલા વન કારની જેમ 0-65 મીલ પ્રતિ કલાકની ગતિએ ઉડી શકે છે. આ કારે પ્રથમવાર દક્ષિણ ઓસ્ટ્રેલિયાઈ રેગિસ્તાનમાં ફ્લાયિંગ કર્યું છે. વર્ષના અંતે થનારી એક રેસમાં આ કાર પણ ભાગ લેશે. આ ઈલેકટ્રિક કારને એરસ્પીડ ઈલેકટ્રિક રેસિંગ સીરીઝના ભાગરૂપે લોન્ચ કરવામાં આવી છે.

આકાશમાં ફોર્મ્યુલા વન કાર રેસનુ સ્વપ્ન થશે સાકાર
ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે યોજાયો ટેસ્ટ રન
એર સ્પીડર નામની ફ્લાઇંગ રેસિંગ કારનો ટેસ્ટમાં ઉપયોગ
માનવીને હંમેશાં આકાશને આંબવાના અભરખા રહ્યાં છે. આધુનિક યુગમાં તો માનવી અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે પરંતુ અત્યાર સુધી ધરતી પર જ રમાતી રમતો હવે આકાશમાં રમાય તે સમય દૂર નથી. કાર રેસ પ્રેમીઓની સૌથી મનપસંદ ગેમ ફોર્મ્યુલા વન રેસ હવે હવામાં યોજાશે.. આ વાત હવામાં નથી.. તેનો ટેસ્ટ પણ થઇ ચૂક્યો છે..

ધરતી પર આયોજિત થતી ફોર્મ્યુલા વન કાર રેસ માનવીને ઘણી રોમાંચિત કરે છે પરંતુ હવે આકાશમાં ફોર્મ્યુલા વન કાર રેસ યોજાશે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે એર સ્પીડર નામની ફ્લાઇંગ રેસિંગ કારનો ટેસ્ટ રન યોજાઇ ગયો.
એર સ્પીડર કાર ફક્ત 208 સેકન્ડમાં 0 થી 62 માઇલની ઝડપ હાંસલ કરી શકે છે. એર સ્પીડર ઇલેક્ટ્રિક ઓટોકોપ્ટર છે.

ઓસ્ટ્રેલિયાના એક રણ વિસ્તારમાં હાલમાં જ વિશ્વની સૌથી પહેલી એર રેસિંગ કાર એટલે કે ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધ એમકેથ્રી એરસ્પીડર નામની આ રેસિંગ કારના વિવિધ મોડલ્સ વચ્ચે આગામી વર્ષના અંત સુધીમાં રેસ યોજાવાની છે. આ રેસ પહેલાં હાલમાં આ કારની પહેલી ફ્લાઈંગ ટ્રાયલ લેવાઈ હતી. તે 2.8 સેકન્ડમાં 0-60 માઈલ પ્રતિ કલાકની ઝડપ મેળવી લે છે અને 155 માઈલની ઝડપે ઊડે છે.

મર્સીડીઝ એફ1 કાર પણ 2.6 સેકન્ડમાં આટલી જ સ્પીડથી ચાલી શકે છે. આને લિથિયમ પોલીમર બેટરીથી 15 મીનિટ સુધી ઉડાવી શકાય છે. દરેક રેસ 45 મીનિટની હોય છે. એટલે કે ચાલુ રેસ દરમિયાન બેટરી બદલવાની જરૂર પડશે. કારના ફર્સ્ટ ફ્લાયિંગને સીક્રેટ ટેસ્ટ લોકેશન અંતર્ગત ગત મહિને સંચાલિત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના નાગરિક ઉડ્ડયન સુરક્ષા પ્રાધિકરણે આની દેખરેખ કરી હતી.
0 Response to "જમીન પર થતી કાર રેસિંગ હવે હવામાં થશે, થઇ ગયો છે હવાઇ ટેસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો