OHH! આટલા મહિના પૂર્વે જ વૈજ્ઞાનિકોએ ગ્લેશિયર તૂટવાને લઇને આપી હતી ચેતવણી, અને કહ્યું હતું કે…
ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર તૂટવાને સંબંધિત ચેતવણી આપી દેવામાં આવી હતી.
વૈજ્ઞાનિકો દ્વારા આની પહેલા જ આપી દીધી હતી ચેતવણી.

ઉત્તરાખંડ રાજ્ય, જમ્મુ- કશ્મીર રાજ્ય, હિમાચલ રાજ્યમાં ઘણા બધા ગ્લેશિયર આવેલા છે જે ગમે તે સમયે તૂટી શકે છે. રવિવારના દિવસે એટલે કે, તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જીલ્લામાં જેવી રીતે ગ્લેશિયર તૂટી ગયું છે અને તેના કારણે નદીના પ્રવાહને ખુબ જ નુકસાન થયું છે.ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર તૂટવાની ચેતવણી વૈજ્ઞાનિકો દ્વારા ૮ મહિના પહેલા જ આપી દેવામાં આવી હતી.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ રાજ્ય, જમ્મુ-કશ્મીર રાજ્ય અને હિમાચલ રાજ્યમાં એવા ઘણા બધા વિસ્તારો આવેલ જ્યાં ઘણા બધા એવા ગ્લેશિયર જોવા મળી જાય છે જે ગમે તે સમયે ફાટી શકે છે.

વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે જમ્મુ- કશ્મીર રાજ્યમાં આવેલ કારાકોરમ રેન્જમાં આવેલ શ્યોક નદીનું ઉદાહરણ આપ્યું હતું. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શ્યોક નદીના પ્રવાહ દ્વારા એક ગ્લેશિયરને અટકાવી દેવામાં આવ્યો છે અને તેના કારણે તે જગ્યાએ ઘણા મોટા સરોવરનું નિર્માણ થઈ ગયું છે.

આ સરોવરમાં વધારે પાણી એકઠું થઈ જવાના લીધે તે ગ્લેશિયર ગમે તે સમયે તૂટી શકે છે. આ ચેતવણી દેહરાદુનના વાડિયા ઇન્સ્ટીટયુટ ઓફ જીયોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી હતી. જમ્મુ- કશ્મીર રાજ્યના કારાકોરમ સહિત આખા હિમાલયમાં આવા ઘણા બધા ગ્લેશિયર્સ બની ગયા છે. જેમને નદીઓના પ્રવાહ દ્વારા અટકાવી રાખવામાં આવ્યા છે. જે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

વર્ષ ૨૦૧૩માં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ પુર પછીથી જ વૈજ્ઞાનિકો દ્વારા સતત હિમાલય પર રીસર્ચ કરવામાં લાગી ગયા છે અને સંશોધનકર્તાઓ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી હતી કે, આ ગ્લેશિયરના લીધે બની રહેલ સરોવર ખતરાનું કારણ બની શકે છે.

હિમાલય ક્ષેત્રમાં આવેલ બધી જ ખીણોમાં આવા જ ઘણા બધા ગ્લેશિયર આવેલા છે જે ઘણી ઝડપથી પીગળી રહ્યા છે. બરફના લીધે નદીના વચ્ચે બની જતા બંધ એક વર્ષ સુધી જ મજબુતીથી ટકી શકે છે.

હાલમાં જ સિસપર ગ્લેશિયરની મદદથી બનેલ સરોવરએ ગયા વર્ષે તા. ૨૨- ૨૩ જુન, ૨૦૧૯ અને ચાલુ વર્ષ તા. ૨૯ મે, ૨૦૨૦માં થયેલ હિમવર્ષા થવાના કારણે આવા બંધ બનાવી દેવામાં આવ્યા છે જે ગમે તે સમયે તૂટી શકે છે અને આવા બંધને તૂટતા અટકાવવાનો અન્ય કોઈ માર્ગ વૈજ્ઞાનિકો પાસે છે નહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "OHH! આટલા મહિના પૂર્વે જ વૈજ્ઞાનિકોએ ગ્લેશિયર તૂટવાને લઇને આપી હતી ચેતવણી, અને કહ્યું હતું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો