પોતાના થી 18 વર્ષ મોટા ક્રિકેટર પાછળ દીવાની હતી માધુરી,જાણો કોણ છે તે ???

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તાજેતરમાં જ તેનો 71 મો જન્મદિવસ ઉજવ્યો છે. 10 જુલાઈ, 1949 ના રોજ મુંબઈમાં જન્મેલા સુનિલે ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા પ્રભાવશાળી રેકોર્ડ બનાવ્યા છે.સુનિલ ગાવસ્કરે 125 ટેસ્ટમાં 51 થી વધુની સરેરાશથી 114 ઇનિંગ્સની બેટિંગ કરી છે.

ગાવસ્કરે 108 વનડે પણ રમી છે.તેમાં તેણે1 સદી અને 27 અડધી સદીની મદદથી 3092 રન બનાવ્યા છે. ગાવસ્કર ખૂબ સારો બેટ્સમેન હતો પરંતુ ક્રિકેટ સિવાય તેના અંગત જીવનની કેટલીક એવી વાતો પણ છે ઘણી રસપ્રદ છે. આવી એક વાર્તા છે જ્યારે માધુરી દીક્ષિત સુનીલ ગાવસ્કર પર ફિદા થઇ ગઇ હતી. આ વાતનો ખુલાસો માધુરીએ પોતે કર્યો હતો.

માધુરી સપનામાં જોતી હતી ગાવસ્કરને.

જ્યારે માધુરી દીક્ષિત મોટા પડદાની સુપરસ્ટાર બની ત્યારે તેના ચાહકો દિવસ-રાત તેના સપના જોતા હતા. માધુરી દરેકના હૃદયમાં રહેતી હતી, પરંતુ તે દિવસોમાં કોઈ એવું હતું જે માધુરીના દિલમાં રહેતું હતું.તે બીજું કોઈ નહીં શ્રેષ્ઠ બેટ્સમેન સુનીલ ગાવસ્કર હતો. માધુરીએ એક ઈન્ટરવ્યુમાં તેની ઇચ્છા વ્યકત કરતા કહ્યું હતું કે- હું તે સમયે ગાવસ્કરનું સ્વપ્ન જોતી હતી.

તે દિવસોમાં માધુરી માત્ર 25 વર્ષની હતી અને સુનીલ ગાવસ્કર તેના કરતા લગભગ 18 વર્ષ મોતા હતા.માધુરી તેને ખૂબ ચાહતી હતી. સુનીલ ગાવસ્કર ભારતીય ક્રિકેટમાં ખૂબ નામના ધરાવે છે. માધુરી પોતે પણ તેમના વ્યક્તિત્વની ચાહક હતી.પણ જ્યારે માધુરીના ગાવસ્કર વિશે આવા સપના જોતી હતી ત્યાં સુધીમાં તો ગાવસ્કરના લગ્ન પણ થઈ ચૂક્યા હતા.તે ક્રિકેટ જગતમાંથી નિવૃત્ત થઈ ચુક્યા હતા.તમને જણાવી દઈએ કે ગાવસ્કરે તેના જ એક ફેન સાથે ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા હતા.

બન્ને બે વર્ષ પહેલાં જ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2018ની આઈપીએલ દરમિયાન માધુરી અને સુનીલ ગાવસ્કર એકબીજાને મળ્યા હતા. માધુરીએ સુનિલ ગાવસ્કર સાથેનો ફોટો તેના ફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ તસવીર માધુરીના 51 મા જન્મદિવસ પર આઈપીએલના પ્રી મેચ શો એક્સ્ટ્રા ઇનિંગ દરમિયાન લેવામાં આવી હતી. આ ફોટાને તેમના ચાહકોએ પણ પસંદ કર્યો હતો.

એ વાત નોંધનીય છે કે ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેના સંબંધો હંમેશાંથી આવા જ રહ્યા છે. બોલિવૂડની હસ્તીઓ પહેલાના સમયથી જ ભારતીય ક્રિકેટરો પર ફિદા થતી રહી છે, જ્યારે ઘણા સ્ટાર ક્રિકેટરો પણ આવી હસીનાઓ ઉપર ક્લીન બોલ્ડ થઈ ચૂક્યા છે.જેમાં પટૌડી-શર્મિલાથી લઈને અનુષ્કા-વિરાટ સુધીના ઘણા નામ સામેલ છે.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ ” LIVE 82 MEDIA“ ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA“ ને લાઈક કરો..!!

Related Posts

0 Response to "પોતાના થી 18 વર્ષ મોટા ક્રિકેટર પાછળ દીવાની હતી માધુરી,જાણો કોણ છે તે ???"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel