ગળામાં થતી બળતરાને દૂર કરવા આજથી પીવો આ એક ડ્રિંક, અને મેળવો રાહત
દુનિયામાં અત્યારે કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વાયરસ સંક્રમણથી પોતાને બચાવવા માટે આપે આપના શરીરની ઈમ્યુનીટી વધારવાની ખુબ જ જરૂરિયાત છે. કોરોના વાયરસ સંક્રમણના લક્ષણોની વાત કરીએ તો ગળામાં બળતરા થવી આ લક્ષણ કોરોના વાયરસ સંક્રમણ થવાનું લક્ષણ છે.

જો આપને ગળામાં બળતરા થઈ રહી હોય અને સાથે જ અન્ય કોઈ લક્ષણો પણ જોવા મળી આવે છે તો આપે વધુ રાહ જોયા વિના કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ સાથે જ આપે કોરોના વાયરસ સંક્રમણની યોગ્ય ટ્રીટમેન્ટ પણ લેવાની શરુ કરી દેવી જોઈએ. જો આપને સામાન્ય સંજોગોમાં ગળામાં બળતરા થવાની સમસ્યા થાય છે તો તેને દુર કરવા માટે અમે આપની મદદ કરવા માટે ઘરેલું ઉપચાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી આપને ઘણી હદ સુધી ગળામાં થતી બળતરામાં રાહત મળી શકે છે. ચાલો જાણીએ ઘરેલું ઉપચાર વિષે…

આપને ઘરેલું ઉપાય કરવા અજમાવવા માટે મુખ્ય વસ્તુ તરીકે આદુ અને મધની જરૂરિયાત છે. હાલમાં આદુ અને મધ આ બંને વસ્તુઓ એવી છે જે સામાન્ય રીતે બધા જ ઘરમાં મળી આવે છે. ઉપરાંત આપના શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે આદુ અને મધનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે અને બધી જ વ્યક્તિઓ અંદાજીત આદુ અને મધનું સેવન હાલમાં કરવામાં આવી રહ્યું છે.
આ ઘરેલું ઉપાયને તૈયાર કરવો ખુબ જ સરળ છે. તેના માટે આપને ફક્ત પાંચ મિનીટ જેટલો જ સમય લાગી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે…
ઉકાળો બનાવવાની રીત.:
આ ઉકાળો બનાવવા માટે આપે એક આદુનો ટુકડો લેવો. ત્યાર પછી તેને સારી રીતે પાણીથી ધોઈ લો અને નાના નાના ટુકડામાં કાપી લેવું.

ત્યાર પછી આપે આદુના ટુકડાની સાથે બે ગ્લાસ પાણી ઉમેરીને ગેસ પર ઉકળવા માટે મૂકી દો.
આ આદુના પાણીને આપે ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી પાણી વાસણમાં અડધું જ રહેવું જોઈએ.
ત્યાર પછી આપે આ આદુવાળા પાણીને એક ગ્લાસમાં ગાળી લો અને તેમાં એક ચમચી મધ ભેળવી લો.

આપ આ ઉકાળાને ચાની જેમ એક ઘૂંટ કરીને પીવાનું છે. આપ ઈચ્છો તો આપ આ પાણીથી કોગળા (કુલ્લા) પણ કરી શકો છો.
આ ઉકાળાનું સેવન કરવાથી આપને ગળામાં થતી બળતરામાં રાહત મળે છે. આપે આ ઉપાય દિવસમાં બે વાર કરવાનો રહેશે. જેથી કરીને આપ ગળામાં થતી બળતરાથી જલ્દી જ છુટકારો મેળવી શકો છો.
આવી રીતે થશે ફાયદા.:

આદુ અને મધને આયુર્વેદમાં જણાવ્યા મુજબ ઘણા બધા સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપાય કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે વાત કરીએ ગળામાં થતી બળતરાની મુશકેલી વિષે તો ગળામાં થતી બળતરાને દુર કરવા માટે આદુ અને મધ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક વૈજ્ઞાનિક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, આદુ અને મધમાં એંટી વાયરલ, સામાન્ય શરદી- ખાંસી અને કફની તકલીફોને દુર કરવા માટે ખુબ જ અસરકારક ઉપચાર તરીકે માનવામાં આવે છે. જેથી કરીને આપે આદુ અને મધનું સેવન કરવું જોઈએ જેનાથી આપ આપના ગળામાં થતી બળતરાથી છુટકારો મેળવી શકશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ગળામાં થતી બળતરાને દૂર કરવા આજથી પીવો આ એક ડ્રિંક, અને મેળવો રાહત"
ટિપ્પણી પોસ્ટ કરો