સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને મળી ધમકી, કુમાર કાનાણીના પુત્ર સાથેનો વિવાદ પૂર્ણ કરવા મળી 50 લાખની ઓફર

આરોગ્યમંત્રી કાનાણીના પુત્ર પ્રકાશ સાથેની માથાકૂટને લઇ સોશિયલ મીડિયામાં વાદવિવાદમાં સપડાયેલી લેડીઝ LR સુનીતા યાદવે રવિવારે સાંજે પોલીસ હેડક્વાટરમાં હંગામો મચાવ્યો હતો.  આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્ર અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી જીભાજોડીના ઓડિયો, વીડિયો વાયરલ થતાં મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો હતો. આ કેસમાં ક્યારેય માફી નહીં માંગુ તેવું પણ સુનીતાએ કહ્યું હતું.

image source

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવનાર એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ અનેક ખુલાસા કર્યા. તેઓએ કહ્યું કે, “તેઓને સતત ધમકી મળી રહી છે. મામલો રફાદફા કરવા માટે 50 લાખ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી રહી છે”. બાદમાં સુનીતાએ ટ્વીટ કરીને પોલીસને નેતાની ગુલામ અને ભ્રષ્ટ ગણાવી દીધી હતી. એટલું જ નહીં, આ કેસમાં ક્યારેય માફી નહીં માંગુ તેવું પણ સુનીતાએ લખ્યું હતું.

image source

સુનિતાએ આગળ જણાવ્યું હતું કે, “આ તો માત્ર 10 ટકા જ પિક્ચર છે 90 ટકા પિક્ચર તો હજૂ બાકી છે હું હજી આખી પિક્ચર બતાવીશ. મારુ રાજીનામુ કમિશનર સાહેબ નહીં મળિયા એટલે રાજીનામુ આપવાનું બાકી છે”. સુનિતાએ પોતાને 50 લાખ રુપિયાની ઓફર મળતી હોવાની વાત અને ધમકી કોણ આપે છે તે અંગે ચોખવટ નથી કરી.

image source

જાણો આખી ઘટના

ગુરુવારના રોજ સુરતના હીરાબજારમાં રાત્રે કરફ્યૂ દરમિયાન માસ્ક વગર પાંચ જણાને કરફ્યુનો ભંગ કરતાં કોન્સ્ટેબલ સુનીતા યાદવે રોક્યા હતા, જોકે બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ આવ્યો, ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે વિવાદ થઇ ગયો હતો. એ પછી મહિલા કોન્સ્ટેબલે સામે જ સંભળાવી દીધું હતું કે, વડાપ્રધાનનો દીકરો હોત તો પણ હું રોકત.

image source

મંત્રીના બેફામ બનેલા પુત્રને મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, મને અહીં ૩૬૫ દિવસ ઊભા રાખશે તેવું કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. મને અહીંયા ૩૬૫ દિવસ ઊભી રખાવીશ એવું કહેનાર તું કોણ છે? સુનિતા યાદવ નામ છે મારું, યાદ રાખજે, તારા બાપની નોકર નથી, તાકાત હોય તો બદલી કરાવી નાંખજે, બાકી બીજી વાર બોલીશ તો લાઠીથી પુષ્ઠભાગ તોડી નાંખીશ બધાનો. આ વિવાદ પછી મહિલા કોન્સ્ટેબલ રજા પર હોય એવું હોવાનું જાણવા મળે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને મળી ધમકી, કુમાર કાનાણીના પુત્ર સાથેનો વિવાદ પૂર્ણ કરવા મળી 50 લાખની ઓફર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel