જાણો કોરોના અને હેકર્સથી બચવા ATMમાંથી પૈસા કાઢતી વખતે કઇ-કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન
ભારત દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસ સંક્રમણના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના ઘણા બધા કારણો સામે આવી રહ્યા છે. જેમાંથી એક કારણ છે ATM માંથી પૈસા ઉપાડવા જતા સમયે પણ કેટલીક વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાનું એક કારણ હવે બેંક ATM પણ બની રહ્યું છે ત્યારે બેંક ATMના ઉપયોગથી ના ફક્ત કોરોના વાયરસ સંક્રમણ ફેલાય છે ઉપરાંત સાયબર ફ્રોડ પણ થવા લાગ્યા છે. જેનાથી બચવા માટે આજે અમે આપને કેટલાક સાવચેતીના પગલાં વિષે જણાવીશું જેની મદદથી આપ પોતાને કોરોના વાયરસ સંક્રમણ અને સાયબર ફ્રોડથી બચાવી શકશો.
સેનેટાઈઝરનો ઉપયોગ કરો.:

જો આપ બેંક ATM માંથી પૈસા ઉપાડવા માટે જઈ રહ્યા છો તો આપે પોતાની સાથે સેનેટાઈઝર જરૂરથી લઈ જવું જોઈએ. આપે બેંક ATM માંથી પૈસા લઈ લીધા પછી પોતાના હાથને સેનેટાઈઝરની મદદથી સાફ કરવાનું ભૂલવું જોઈએ નહી. આવી રીતે આપે આપના હાથને સેનેટાઈઝ કરી લેવાથી આપ પોતાને કોરોના વાયરસ સંક્રમણથી બચાવી શકો છો.
ચહેરા પર ફરજીયાત માસ્ક પહેરો.:

આપ જયારે બેંક ATM માંથી પૈસા ઉપાડવા જાવ છો ત્યારે જો બેંક ATMની બહાર લાઈન હોય તો આપે લાઈનમાં આગળની વ્યક્તિ અને પાછળની વ્યક્તિથી એક મીટરનું અંતર જાળવીને ઉભા રહેવું જોઈએ. આ સાથે જ આપે આપના ચહેરા પર માસ્કને ફરજીયાતપણે બાંધી રાખવું જોઈએ.
કેમેરાને ચેક કરો.:

જયારે આપ બેંક ATMમાં પૈસા ઉપાડવા માટે ત્યારે સૌપ્રથમ ચારેબાજુ જોઇને તપાસી લેવું જોઈએ કે, ક્યાંક કેમેરાને ATM કેબિનમાં છુપાવવામાં તો નથી આવ્યા ને.? જો આપને ATM મશીનમાં કાર્ડ નાખવાની જગ્યા શંકાસ્પદ લાગી રહી હોય તો આપે સાવધાન થઈ જવું જોઈએ. આપને જણાવી દઈએ કે, સાયબર ક્રાઈમ હેકર્સ ATM કાર્ડને રીડ કરવા માટે ATM મશીનમાં ચીપ લગાવી દે છે ત્યાર પછી આ ચિપની મદદથી હેકર્સને કાર્ડ સહિત બેંક એકાઉન્ટની જાણકારી મેળવી શકે છે.
પીન નંબર નાખતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.:

આપ જયારે બેંક ATMમાં પૈસા ઉપાડવા માટે જાવ છો ત્યારે આપે ખાસ ધ્યાન રાખવું કે, જયારે પણ આપ આપના ATM કાર્ડનો પીન નંબર નાખો છો ત્યારે આપની આસપાસ આપના સિવાય કોઈ અન્ય વ્યક્તિ હાજર હોવી જોઈએ નહી. કારણ કે, જો કોઈ અન્ય વ્યક્તિ હાજર હશે તો શક્ય છે કે તે વ્યક્તિ આપના ATM કાર્ડના પીન નંબરનો દુરુપયોગ પણ કરી શકે છે. ઉપરાંત જયારે બેંક ATM માંથી આપ પૈસા ઉપાડી લો છો ત્યાર પછી આપે એકવાર કેન્સલ બટનને જરૂરથી પ્રેસ કરી દેવું જોઈએ, આમ કરવાથી આપના દ્વારા ATM મશીનમાં નાખવામાં આવેલ કાર્ડની માહિતી દુર થઈ જશે અને અન્ય ક્યાંય લીક થશે નહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો કોરોના અને હેકર્સથી બચવા ATMમાંથી પૈસા કાઢતી વખતે કઇ-કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો