કોરોના સંક્રમણની સુરક્ષા માટે રેલવેએ લગાવ્યા ઓટોમેટીક મશીન, જાણો કેવી રીતે કરશે કોરાનાની તપાસ

વિશ્વયુદ્ધ વખતે પણ રેલ્વે લાઇન બંધ નથી થઇ તે કોરોના સંક્રમણ જ્યારથી ફેલાયું છે ત્યારથી બંધ કરવામાં આવી છે. જોકે આ પ્રક્રિયામાં લોકલ ટ્રેનો શ્રમિક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ સિવાય દેશમાં કોરોના સંકટ સામે લડવા માટે ભારતીય રેલવે સરકારની ખૂબ જ મદદગાર સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણના સમયમાં હાઇટેક થતી રેલવે મેડિકલ ફેસેલીટી માટે પણ મેડિકલ આસિસ્ટન્ટ રોબોટ કાર્યરત કર્યો છે જે કોરોના દર્દીઓની મદદ કરશે. આ આધુનિક રોબોટ મેડિકલ આસિસ્ટન્ટ તરીકે રેલવેના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાસે જઈ તેમની જરૂરિયાતોને પુરી કરશે.

image source

રેલ મંત્રી પિયુષ ગોયલ રેલ્વે મેડિકલ આસિસ્ટન્ટ રોબોટનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો જેમાં રોબોટની એક્ટિવિટી જોવા મળે છે. રોબોટ સાથે થર્મલ સ્કેનર, ઓટોમેટીક હેન્ડ સેનિટાઈઝર ડીસ્પેન્સર મશીન લગાવેલું છે. વીડિયોમાં રોબોટ દર્દીની જરૂરી સુવિધા આપવા સાથે સાથે વિડિયો કોમ્યુનિકેશન કરતો પણ જોઈ શકાય છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા રેલવેના કેપ્ટન અર્જુન એક આધુનિક રોબોટ લોન્ચ કર્યો હતો. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી સજ્જ હતો. તે રોબોટ પણ થર્મલ સ્ક્રીનીંગ, સેનિટાઈઝન જેવા કાર્ય કરતો હતો. પુણેમાં રેલવે સુરક્ષા બળએ રોબોટ કેપ્ટન અર્જુનની શરૂઆત કરી હતી. જે રેલવે સ્ટેશન પર ટ્રેનના આવવા-જવા પર યાત્રીઓનું સ્ક્રિનિંગ કરવા અને સંભવિત સંક્રમણથી યાત્રીઓને સુરક્ષા પ્રદાન કરવા માટે તેનાત કરવામાં આવ્યો હતો.

image source

રોબોટ કેપ્ટન અર્જુન મોશન સેન્સર કેમેરાથી સજ્જ છે તેમાં એક ઇનબિલ્ટ સાયરન, એક્સ્ટ્રા એક્ટિવિટી સ્પોટલાઈટ પ્રોસેસર ધરાવે છે. આ ઉપરાંત તે રેકોર્ડિંગ માટે અલગથી સ્ટોરીજ સિસ્ટમ ધરાવે છે કેપ્ટન અર્જુન રેલવે સ્ટેશન પર આવતા જતા યાત્રીઓ નું થર્મલ સ્ક્રીનીંગ કરે છે અને તમામ નું તાપમાન કરે છે આ દરમિયાન જો કોઈ વ્યક્તિ નું તાપમાન વધારે જણાય તો તે એલાર્મ વગાડે છે.

image source

આ સિવાય કોરોના વાયરસથી યાત્રીઓને બચાવવા માટે અને સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે વિવિધ રેલવે સ્ટેશન પર ઓટોમેટીક મશીન લગાવવામાં આવ્યા છે. ભારતીય રેલવેએ ઓટોમેટીક ટિકિટ, વેલ્ડીંગ મશીન, ટીકીટ ચેકિંગ મશીન, ઓટોમેટિક ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ડીસ્પેન્સર મશીનની શરૂઆત પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "કોરોના સંક્રમણની સુરક્ષા માટે રેલવેએ લગાવ્યા ઓટોમેટીક મશીન, જાણો કેવી રીતે કરશે કોરાનાની તપાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel