પૃથ્વીની નજીકના આ ગ્રહ વિશે જાણીને ખુદ વૈજ્ઞાનિકોને પણ લાગી છે નવાઇ કારણકે…
અંતરિક્ષમાં ઘણી વખત એવી ઘટનાઓ ઘટતી હોય છે જેના વિષે જાણીને ફક્ત સામાન્ય માણસ જ નહિ પણ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આમ તો એવી અનેક શોધખોળ થઇ ચુકી છે જેનાથી એ સાબિત થયું હોય કે જ્વાળામુખી ફક્ત પૃથ્વી પર જ નહિ પરંતુ અંતરિક્ષમાં મંગલ ગ્રહથી માંડીને બુધ ગ્રહ અને સૂર્યમંડળના અન્ય ગ્રહોમાં પણ છે. જો કે અંતરિક્ષમાં આવેલા આ જ્વાળામુખીઓ પૈકી ઘણાખરા જ્વાળામુખીઓ કરોડો વર્ષોથી શાંત છે જયારે અમુક જ્વાળામુખીઓ સમયાંતરે સક્રિય થઇ જતા હોય છે. આવા જ એક ગ્રહ પર જ્વાળામુખી ફાટવાની ઘટના સામે આવી છે. પૃથ્વીથી નજીક એવા આ ગ્રહ પર કુલ 37 જેટલા જ્વાળામુખીઓ એક સાથે સક્રિય છે જે થોડા થોડા સમયના અંતરે ફાટે છે.

આ ગ્રહનું નામ છે શુક્ર ગ્રહ. યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડના વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહના સક્રિય જ્વાળામુખીઓ વિષે શોધ કરી છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે આ ગ્રહની ટેક્ટોનિક પ્લેટ શાંત છે પરંતુ તાજેતરની શોધમાં જાણવા મળ્યું કે જ્વાળામુખી વિસ્ફોટને કારણે તેની ટેક્ટોનિક પ્લેટ્સમાં હલચલ થઇ રહી છે અને ભૂકંપ આવી રહ્યા છે. આ રિપોર્ટ નેચર જિયોસાયન્સમાં પણ પ્રસિદ્ધ થઇ છે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ જ્વાળામુખી વિસ્ફોટોને કારણે શુક્ર ગ્રહની સપાટી પર ગોળ ગોળ ખાડાઓ બની ગયા છે જે ઘણા ઊંડા અને મોટા છે. આ ખાડાઓને વૈજ્ઞાનિક ભાષામાં કોરોને અથવા કોરોના કહેવામાં આવે છે. અસલમાં જ્વાળામુખીના લાવાને ઢોળાવવા માટે કોઈપણ ગ્રહ પર આ પ્રકારના ખાડાઓ જરૂરી હોય છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ શુક્ર ગ્રહની સપાટી પર 1990 થી લઈને અત્યાર સુધી કુલ 133 કોરોના એટલે કે જ્વાળામુખી ખાડાઓની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 37 જ્વાળામુખી ખાડાઓ સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું અને તેમાં લાવા ઉપર આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ખાડાઓ માંથી ગરમ ગેસ પણ નીકળી રહ્યો છે.

વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ શુક્ર ગ્રહના આ તમામ 37 સક્રિય જ્વાળામુખીઓ પૈકી મોટા ભાગના દક્ષિણી ગોળાર્ધ પર આવેલા છે. તેના સૌથી મોટા કોરોના એટલે કે જ્વાળામુખીના ખાડાનું નામ અર્ટેમિસ છે અને તે ઘણો વિશાળ છે. તેનો વ્યાસ લગભગ 2100 કિલોમીટરનો છે. ઇન્સ્ટ્યુટ ઓફ જિયોફિઝીકલના વૈજ્ઞાનિક એના ગુલચરના મંતવ્ય મુજબ શુક્ર ગ્રહ ભૌગોલિક રીતે શાંત નહોતો, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહિ હોય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પૃથ્વીની નજીકના આ ગ્રહ વિશે જાણીને ખુદ વૈજ્ઞાનિકોને પણ લાગી છે નવાઇ કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો