બેટરીની લાઇફ વધારવાની સાથે આંખોના સોજા દૂર કરે છે ફ્રિઝર, જાણો અન્ય ટિપ્સ
ફ્રિઝનો ઉપયોગ ફક્ત શાક-ફળો અને ખાવાનું ફ્રેશ રાખવા માટે જ હોતો નથી. આ સિવાય પણ તેનો ઉપયોગ અનેક કામમાં કરી શકાય છે. રસોઇ, રૂટિન કે અન્ય અનેક જરૂરી ચીજો સાથે જોડાયેલી સમસ્યાનું સોલ્યુશન છે.

જીન્સની સ્મેલ દૂર કરવા માટે તેને પોલિથિનમાં રાખીને ફ્રિઝરમાં રાખો. સ્મેલની સાથે બેક્ટેરિયા પણ નષ્ટ થશે, તેનાથી જીન્સનો કલર ફેડ થશે નહીં.

જો નવા ફૂટવેર તમારા પગમાં નથી આવતા તો તમે તેને પ્લાસ્ટિકની ઝિપલોક બેગ્સમાં પાણી ભરીને બંધ કરી દો અને ફૂટવેરને ફ્રિઝરમાં રાખો. 7-8 કલાકમાં પાણી જામી જશે તો ફૂટવેર થોડા સ્ટ્રેચ થશે.

ઊનના સ્વેટર્સ હોય કે કાશ્મીરી, તેના રૂંછા નીકળી રહ્યા છે તો તેને એક પોલિથિન બેગમાં રાખીને ફ્રિઝરમાં રાખો, વચ્ચે એક – બે વાર તેની પોઝિશન બદલતા રહો.
કોઇ બેવરેજને જલ્દી ઠંડું કરવું હોય તો તે બોટલને પેપર ટોવેલથી લપેટીને ફ્રિઝરમાં રાખો. ફક્ત 15 મિનિટમાં તે આઇસ કોલ્ડ થઇ જશે.

સેલ કે બેટરી પણ ફ્રિઝરમાં રાખો. તેનાથી તેની લાઇફ વધે છે. તેને યુઝ કરતાં પહેલાં તેને થોડો સમય સુધી ર>મ ટેમ્પ્રેચર પર રાખો.
મીણબત્તીને હંમેશા ફ્રિઝરમાં રાખો, તેનાથી તે વધારે સમય ચાલે છે.

કોઇપણ મોજા કે કપડાના બેગમાં ચોખા ભરીને ફ્રિઝરમાં બે કલાક રાખો, સૂતા સમયે શરીરના જે પણ ભાગમાં દર્દ હોય ત્યાં તેનાથી શેક કરો. રાહત મળશે.
આખી રાત ફ્રિઝરમાં રાખેલી ચમચીથી આંખોની આસપાસ 30-4- સેકંડ સુધી શેક કરો. તેનાથી આંખોનો સોજો ઓછો થાય છે.
કૉફીને ઉકાળીને તેને ઠંડી કરો. આઇસ ટ્રેમાં ભરો. જ્યારે પણ કૉફી પીવાનું મન થાય તો આ આઇસ ક્યૂબ્સને તમે તેમાં નાંખી શકો છો.

પેટ્સના પિલોમાં ખૂબ જ ડસ્ટ અને બેક્ટેરિયા હોય છે, તેને પ્લાસ્ટિકની બેગમાં રાખીને ફ્રિઝરમાં 48 કલાક કલાક રહેવા દો. તેને ઝાટકીને યુઝ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "બેટરીની લાઇફ વધારવાની સાથે આંખોના સોજા દૂર કરે છે ફ્રિઝર, જાણો અન્ય ટિપ્સ"
ટિપ્પણી પોસ્ટ કરો