આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને 30 કિલો વજનની સાંકળથી 3 મહિના સુધી બાંધી રાખી

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. ખરેખર, અહીં રહેતી એક મહિલાને તેના પતિ અને પુત્ર દ્વારા બંધક બનાવવામાં આવી હતી. તે ભાગી ન શકે, જેથી તેને 30 કિલો વજનની સાંકળ સાથે બાંધવામાં આવી. આ મામલે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી પીડિતાને મુક્ત કરાવી હતી. જ્યારે મહિલાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી ત્યારે પોલીસકર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે જણાવ્યું કે તેના પતિ અને પુત્રએ ત્રણ મહિના સુધી તેને બંધક બનાવી છે.

આ આખો મામલો શું છે

जंजीरों से ऐसे बांध दी गई थी महिला
image source

મળતી માહિતી મુજબ, પ્રતાપગઢ જિલ્લાના લાલગઢ ગ્રામ પંચાયતના જાંબુખેડા ગામે રહેતા ભૈરૂલાલ મીણાએ લગભગ ત્રણ મહિના સુધી પત્નીને બંધક બનાવી હતી. આ સિવાય તેને 30 કિલો વજનની લોખંડની સાંકળ પણ બાંધી હતી, જેથી તે ભાગી ન શકે ખરેખર, ભૈરૂલાલે મહિલાને એક કાચા મકાનમાં કેદ કરી હતી. તેણીને માનસિક અને શારિરીક રીતે ત્રાસ અપતો હતો.

image source

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે દારૂ પીધા બાદ મારો પતિ મારા પર શંકા કરતો હતો કે તેના કોઈની સાથે ગેરકાયદેસર સંબંધો છો, તેથી તેણે મારી પર ખૂબ જ ત્રાસ ગુજાર્યો છે. હોળીના તહેવારના બે-ત્રણ દિવસ પછી, મારા પતિ ભૈરૂલાલ, મારો પુત્ર રાજુ અને મારા પરિવારના અન્ય સભ્યોએ મળીને લગભગ 30 કિલો વજનની લોખંડની ચેન સાથે મને બાંધી દીધી હતી. ત્યારથી હું અહીં રહૂ છુ.

image source

આ મહિલાએ રડતાં કહ્યું કે મને લગભગ ત્રણ મહિનાથી બાંધીને રાખવાથી શારીરિક અને માનસિક નુકસાન થયું છે, મારું જીવન બરબાદ થઈ ગયું. મારો પતિ મને દરરોજ માર મારતો, જેના કારણે હું રાત્રે સૂઈ પણ શકતી ન હતી. લોખંડનું તાળું મારીને, તે ચાવી પોતાની સાથે લઈ જતો. લોખંડની સાંકળ સાથે બાંધ્યા પછી ડાબા પગમાં સોજો આવી ગયો છે. પીડિત મહિલાએ આ ઘટનામાં સામેલ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

લોકોએ પોલીસને જાણ કરી હતી

image source

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને સ્થાનિક લોકો પાસેથી આ બાબતની માહિતી મળી ત્યારે બીટ કોન્સ્ટેબલ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી. આ પછી, જ્યારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલા લોખંડની સાંકળમાં બાંધેલી મળી આવી હતી. મહિલાએ જણાવ્યું કે તે તેની માતાની મદદ માટે હિંગળાજ ગામમાં જતી હતી. તે દરમિયાન પતિ અને પુત્રએ તેના ચરિત્ર પર શંકા કરવાનું શરૂ કર્યું. તેમણે મહિલાને સાંકળોથી બાંધી દીધી. ત્રાસ આપવાનો આ સમયગાળો લગભગ ત્રણ મહિના પહેલા શરૂ થયો હતો, જે આજ સુધી ચાલુ હતો.

પતિ અને પુત્ર ધરપકડ

image source

કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં પોલીસે પીડિતાના પતિ અને પુત્રને કસ્ટડીમાં લીધા છે. આ સાથે જ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાએ પોતાનું દૈનિક કામ કરવા માટે 30 કિલો વજન ઉપાડીને કરવું પડ્યું હતું, જેના કારણે તેનો પગ પણ સોજી ગયો હતો.

Related Posts

0 Response to "આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને 30 કિલો વજનની સાંકળથી 3 મહિના સુધી બાંધી રાખી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel