એપલ પછી રિલાયન્સ બની વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ, જાણો ટોપ 10ની યાદી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફ્યુચરબ્રાન્ડ લિસ્ટ 2020માં બીજું સ્થાન મળ્યું છે. હા આ મુકેશ અંબાણીની જ સફળતાનું વધુ એક પગલું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સફળતાની સાથે સાથે તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે કંપનીનું માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે અને કંપની હાલ દેવામુક્ત થઈ ગઈ છે. અન્ય તરફ રિલાયન્સ કંપનીના શેરનો ભાવ પણ 2200 રૂપિયાના સ્તર પર છે.

રિલાયન્સની ગતિ જોઈને હવે આ કંપની પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. અનુમાન રાખવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ બની જશે. રિલાયન્સ કંપનીના આ લિસ્ટમાં સામેલ થવાનો અર્થ એ છે કે તે હવે દુનિયાની બીજી સૌથી મોટી બ્રાન્ડ બની ચૂકી છે. આ લિસ્ટમાં રિલાયન્સથી આગળ APPLEનું નામ છે. આ કંપની પર પણ હવે રિલાયન્સની સફળતા ખતરારૂપ બની રહી છે.

જાણો લિસ્ટમાં ટોપ 10માં કઈ બ્રાન્ડનો થઈ રહ્યો છે સમાવેશ
લિસ્ટમાં પહેલા નંબરે એપલ

બીજા નંબરે રિલાયન્સ

ત્રીજા નંબરે સેમસંગ

ચોથા ક્રમે એનવીડિયા

પાંચમા ક્રમે મોતાઈ
છઠ્ઠા ક્રમે નાઈકી
સાતમા ક્રમે માઈક્રોસોફ્ટ

આઠમા ક્રમે એએસએમએલ
નવમા ક્રમે પેપાલ

નેટફ્લિક્સ દસમો ક્રમ ધરાવે છે.
તમામ સફળતાનું શ્રેય મુકેશ અંબાણીને મળે છે
ફ્યુચર બ્રાન્ડના રિપોર્ટમાં કહેવાયું છે કે રિલાયન્સની સફળતાનું શ્રેય મુકેશ અંબાણીને મળે છે. અનેક સંઘર્ષોમાંથી પસાર થયેલા મુકેશ અંબાણીએ કંપનીને નવી ઓળખ આપી છે. એક સમયે દેવામાં ડૂબી ગેયલી કંપની આજે સફળતાની સીડીઓ ચઢી રહી છે. આજે કંપની પેટ્રોરસાયણ, વીજળી, કપડાં, પ્રાકૃતિક સંસાધન, દૂર સંચાર જેવા વિસ્તારોમાં કામ કરી રહી છે. એટલું જ નહીં ગૂગલ અને ફેસબુક સિવાય પણ અનેક કંપનીઓએ રિલાયન્સ જિઓમાં ભાગીદારી કરી છે. આ સમયે એ કહેવું જ રહ્યું કે રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ દરેક માપદંડ પર ખરી ઉતરી છે. તે ભારતની સૌથી વધારે નફો કરનાર કંપનીઓમાંની એક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એપલ પછી રિલાયન્સ બની વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ, જાણો ટોપ 10ની યાદી"
ટિપ્પણી પોસ્ટ કરો