૮ જૂને પાર્ટીમાં દિશા સાથે સાથે મોટા લોકોએ કર્યો હતો દુર્વ્યવહાર, સુશાંતને ફોન કરીને જણાવી હતી વાત
સુશાંત સિંહ રાજપૂતની મોતને લઈને રોજ નવા નવા ઉજાગર થઇ રહ્યા છે. આ મોતને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયનના મોત સાથે પણ સાંકળીને જોવાઈ રહી હતી. હવે એમાં ઇન્સાફ એસએસઆર નામ નું એક અભિયાન ચલાવનારા કાર્યકર્તા પ્રશાંત કુમારે ચોકાવનારો ખુલાસો કર્યો છે. પ્રશાંત હાલમાંજ રિપબ્લિક ટીવી પર ‘The Debate with Arnab Goswami’ માં શામેલ થયા હતા. અહિયાં એમણે દાવો કરીને જણાવ્યું કે એમને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરવાવાળો વ્યક્તિ પોતાને દિશાનો મિત્ર કહેતો હતો. એમણે પ્રશાંતને એક પાર્ટી વિષે સુચના આપી જે કથિત રૂપે ૮ જુને થઇ હતી. યાદ કરાઈ દઈએ કે એ એજ દિવસ છે જયારે દિશાએ આત્મહત્યા કરી હતી. જોકે, પછીથી એ પગ લપસતા પડવાને કારણે આકસ્મિક મોતનું નામ આપી દેવાયું.
પાર્ટીમાં દિશા સાથે થયો હતો ખરાબ વ્યવહાર
સુશાંતને દિશાએ આપી હતી જાણકારી
#SushantCoverup | Disha's friend called me anonymously and said there was a party on June 8 and many celebrities and politicians were part of it. Someone misbehaved with her and she had called Sushant is what I was told: Prashant Kumar, Activist pic.twitter.com/wobClst3xu
— Republic (@republic) August 3, 2020
એ પહેલા જયારે બિહાર પોલીસ શનિવારે દિશા સાલિયાન સુસાઈડ કેસની માહિતી લેવા મલાડના માલવાની પોલીસ સ્ટેશન ગઈ હતી તો ત્યાં પણ અજીબ થયું. પહેલા મુંબઈ પોલીસે જાણકારી આપવા માટે હા કહ્યું પણ એક કોલ આવ્યા પછી બોલવા લાગી કે દિશાની માહિતીનું ફોલ્ડર ભૂલમાં ડીલીટ થઇ ગયું. એ પછી જયારે બિહાર પોલીસે પોતાને ફાઈલ શોધવાની પેશકશ કરી તો એમને લેપટોપ ઉપયોગ ના કરવા દીધો. હકીકતમાં સુશાંત અને દિશા વચ્ચે મોતની કડી સમજવા માટે બિહાર પોલીસ દિશા સાલીયાનનો કેસ ફરી ખોલવા ઈચ્છે છે.
0 Response to "૮ જૂને પાર્ટીમાં દિશા સાથે સાથે મોટા લોકોએ કર્યો હતો દુર્વ્યવહાર, સુશાંતને ફોન કરીને જણાવી હતી વાત"
ટિપ્પણી પોસ્ટ કરો