નારકોટિક્સ બ્યૂરોએ ડ્રગ કનેક્શનમાં રિયા સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો, CBIએ સુશાંતના કુક અને વોચમેનની પૂછપરછ કરી
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) એ બુધવારે રિયા ચક્રવર્તી સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. NCBએ રિયા, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, જયા સાહા અને અન્ય એક સામે કેસ નોંધ્યો છે.
EDએ રિયાના વોટ્સએપમાંથી ડિલીટ કરેલી ચેટ CBIની સાથે સાથે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ને પણ સોંપી છે. આ ચેટ રેકોર્ડને રિયાના મોબાઈલ ફોનથી રિકવર કરવામાં આવ્યો હતો. EDએ તેને 10 ઓગસ્ટે જપ્ત કર્યો હતો. જેમાં રિયાની તરફથી ડ્રગ્સની વાત કરવાનો ઉલ્લેખ છે.
NCB પણ રિયાની પૂછપરછ કરશે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIની તપાસનો આજે છઠ્ઠો દિવસ છે. રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી ચેટ સામે આવ્યા પછી પાંચમી તપાસ એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પણ આ કેસમાં તપાસમાં જોડાઈ છે. NCBના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ ઝડપથી આ કેસમાં તપાસ શરૂ કરવાની વાત કહી છે. આગામી એક-બે દિવસમાં NCBની ટીમ રિયાની પૂછપરછ કરી શકે છે. તો આ તરફ રિયાના વકીલ સતીશ માનશિંદેએ ડ્રગ્સની થિયરીને ખોટી ગણાવતા કહ્યું કે, આ કેસમાં રિયા કોઈ પણ તપાસ માટે તૈયાર છે. તેમણે ક્યારે ડ્રગ્સ નથી લીધું.
ડિલીટ કરાયેલી ચેટમાં આ વાતોનો ઉલ્લેખ

રિયા તરફથી હાર્ડ ડ્રગ MDMની વાત કરવામાં આવી છે. આ પાર્ટી ડ્રગ છે જે મુંબઈમાં સરળતાથી મળી જાય છે. સેમ્યુઅલ મિરાંડાએ રિયાને કહ્યું હતું કે બધો માલ લગભગ ખતમ થઈ ગયો છે. જયા સાહાએ રિયાને કહ્યું હતું કે, પાણી, ચા અથવા કોફીમાં 4 ડ્રોપ નાંખીને એને આપવાના છે. પછી 40 મીનિટ લાગશે. રિયાના ડ્રગ્સ કનેક્શન અંગે બુધવારે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર લખ્યું કે, આ ગુનો છે.CBIએ આ અંગે તાત્કાલિક એક્શન લેવા જોઈએ.
CBI મોટો ઘટસ્ફોટ કરી શકે છે

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, ડ્રગ કેસમાં કહ્યું છે કે આ ઘણો ગંભીર કેસ છે. મને આશા છે કે CBI કંઈક મોટો ઘટસ્ફોટ કરશે. જો સાચ્ચે જ સુશાંતને પ્રતિબંધિત દવાઓ આપવામાં આવી રહી હતી, તો આ આત્મહત્યા માટે ઉશ્કેરવાની સાથે મર્ડર અથવા પછી બન્ને એન્ગલથી તપાસનો કેસ બની શકે છે.
CBI આજે રિયાને પણ સમન્સ મોકલી શકે છે

સુશાંતનું પોસ્ટમાર્ટમ કરનારા 2 ડોક્ટર્સ અને પોસ્ટમોર્ટમ ટીમના વધુ 3 ડોક્ટર્સ સાથે આજે પૂછપરછ કરવામાં આવી શકે છે. CBI આજે રિયા અને તેના પરિવારને પણ પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. જે જે લોકોના નામે ફરિયાદ છે તેમની સામે એનસીબે કેસ દાખલ કર્યો છે. રિયા તેના ભાઈ સામે તથા અન્ય લોકો સામે કેસ દાખલ કરાયો છે. 20,22, 27,28, 29 એનડીપીએસ એક્ટમાં કેસ દાખલ કરાયો છે.
સિદ્ધાર્થ પિઠાણી સાથે મોડી રાતે લગભગ દોઢ વાગ્યા સુધી પૂછપરછ કરાઈ

CBIએ મંગળવારે સુશાંત કેસ સાથે જોડાયેલા 6 લોકોની પૂછપરછ કરી હતી. જેમાં સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ અને કેશવ બચનેર, હાઉસકીપિંગ સ્ટાફ સેમ્યુઅલ મિરાંડા,CA રજત મેવાતી અને સંદીપ શ્રીધર સામેલ છે.
પિઠાણી સાથે મોડી રાતે દોઢ વાગ્યે પૂછપરછ કરાઈ હતી. CA શ્રીધર સાથે 10 કલાક પૂછ પરછ કરાઈ છે. આ સાથે શૌવિક જયા શાહ, શ્રુતિ મોદી અને ગૌગવ આર્યાની તપાસ શરૂ કરી છે. કેશવ સાથે પહેલી વખત સવાલ જવાબ કરવામાં આવ્યા.જેમાંથી ઘણા લોકોને આજે ફરી બોલાવાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, CBIની છેલ્લા પાંચ દિવસોની તપાસમાં સિદ્ધાર્થ પિઠાણી સૌથી મોટો શંકાસ્પદ છે. CBI તેની 4 વખત પૂછપરછ કરી ચુકી છે.
સંદીપ સિંહને ED સમન મોકલશે

સુશાંત કેસમાં તેમના કથિત મિત્ર સંદીપ સિંહની પણ ઝડપથી પૂછપરછ કરાશે. ED સંદીપ સિંહને ટૂંક સમયમાં સમન્સ મોકલશે. સુશાંતના મોત પછી સંદીપ સિંહ અચાનક ચિત્રમાં જોવા મળ્યા હતા અને ઘરથી માંડી પોસ્ટમાર્ટમ હાઉસ સુધી જોવા મળ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "નારકોટિક્સ બ્યૂરોએ ડ્રગ કનેક્શનમાં રિયા સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો, CBIએ સુશાંતના કુક અને વોચમેનની પૂછપરછ કરી"
ટિપ્પણી પોસ્ટ કરો