બોલિવૂડની આ 7 અભિનેત્રીઓ પ્રેગનન્સી પછી પણ લાગે છે સો સ્માર્ટ, તસવીરોમાં જોઇ લો તેમનું ફિગર
માતૃત્વનો અહેસાસ દરેક મહિલા માટે ગૌરવની વાત છે. કદાચ જ કોઈ સ્ત્રી હશે જે માતૃત્વ સુખથી વંચિત રહેવા માંગતી હશે. પણ જ્યારે વાત અભિનેત્રીઓની આવે તો કરીના કપૂર, ઐશ્વર્યા રાય અને મલાઈકા અરોરા જેવી અભિનેત્રીઓએ પણ પોતાની પ્રેગ્નન્સીને ખૂબ માણી છે. એટલે સુધી કે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી રેમ્પ પર પણ આવી ગઈ. રસપ્રદ વાત એ છે કે આ અભિનેત્રીઓએ પ્રેગ્નન્સી પછીના પોતાના લુકમાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું. પ્રેગ્નન્સીના આટલા વર્ષો પછી પણ એ એટલી જ સુંદર દેખાય છે જેટલી પહેલા લાગતી હતી. આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જણાવીશું.
કરીના કપૂર
બોલીવુડની ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રીઓમા એક નામ કરીના કપૂર ખાનનું નામ પણ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. જે પ્રેગ્નનસી પછી બધી સ્ત્રીઓને પોતાની પર્સનાલિટી એ ફિગર તરફ ધ્યાન આપવા માટે પ્રેરિત કરે છે. કરીના કપૂરે 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના અમુક સમય પછી કરીનાએ પોતાની ફિગર અને વજન તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. અને દિલીવરીના 45 દિવસ પછી કરીના લેકમે ફેશન વિકમાં રેમ્પ પર ઉતરી હતી. એ પછી કરીનાને થોડા જ મહિનાઓમાં વજન ઉતારીને સૌને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તૈમુરને જન્મના ફક્ત 5 મહિના પછી કરીનાએ 12 કિલો વજન ઘટાડી દીધું હતું આજે પણ એ બોલીવુડની ફિટ અને હોટ અભિનેત્રીઓમાંથી એક છે.
ઐશ્વર્યા રાય બચ્ચન
દુનિયાની સૌથી સુંદર સત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચનનું પ્રેગ્નન્સી વખતે ઘણું વજન વધી ગયું હતું. એટલે સુધી કે એ મીડિયાની સામે આવતા બચતી હતી. પણ દીકરી આરાધ્યના જન્મ પછી ઐશ્વર્યાએ પોતાનું વજન ઘટાડવા માટે ઇનકાર કરી દીધો. ઐશ્વર્યાએ જણાવ્યું કે એમની દીકરીને બ્રેસ્ટ ફિડિંગની જરૂર છે એટલે હમણાં એમનો વજન ઘટાડવાનો ઈરાદો નથી. દીકરીના જન્મના આટલા વર્ષો પછી પણ એશ એટલી જ સુંદર દેખાય છે જેટલી એ પ્રેગ્નન્સી પહેલા દેખાતી હતી.કદાચ એના કરતાં પણ વધારે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શિલ્પા શેટ્ટી પોતાની પરફેક્ટ બોડી માટે જાણીતી છે. શિલ્પા હંમેશા જ દુબળી પાતળી હતી. પ્રેગ્નન્સી દરમિયાન એમનું વજન વધ્યું હતું પણ દીકરા વિવાનના જન્મ પછી શિલ્પા યોગ તરફ વળી ગઈ. રોજ યોગ કરીને શિલ્પાએ પોતાની વજન ઓછું કર્યું. શિલ્પા શેટ્ટીએ પ્રેગ્નન્સી પછી 21 કિલો વજન ઘટાડયું હતું. અને પોતાના પહેલા જેવા બોડી શેપમાં આવી ગઈ હતી.
કાજોલ
ડસકી બ્યુટીના નામથી ફેમસ કાજોલ બોલીવુડની ઉમદા અભિનેત્રીઓમાંથી એક છે. કાજોલ ક્યારેય ખૂબ જ સ્લીમ નથી રહી, ન ક્યારેય કાજોલે આ વાતની પરવાહ કરી કે લોકો એમના વધેલા વજન વિશે શું કહેશે. બંને બાળકોની ડિલિવરીના સમયે કાજોલનું વજન ખૂબ જ વધી ગયું હતું. પણ ડિલિવરી પછી થયેલા ટ્રાન્સફોર્મેશનને જોઈને એ વાતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે કે એ ક્યારેક જાડી હતી. સોશિયલ મીડિયા પર એના ફોટામાં એ ફિટ અને સુંદર લાગી રહી છે.
લારા દત્તા
પ્રેગ્નન્સી પહેલા લારા દત્તા સુંદર ફ્રેમ અને ક્યૂટ સ્માઈલ માટે જાણીતી હતી. પ્રેગ્નનસી દરમિયાન લારાએ નેચરલી પોતાનું વજન વધાર્યું. પણ વધેલા વજનનો ક્યારેય વિચાર ન કર્યો, બસ પાર્ટ ઓફ ધ લાઈફ સમજીને એન્જોય કર્યું. લારાએ ડિલિવરી પછી પોતાને ટ્રાન્સફોર્મડ કર્યું અને જલ્દી જ વજન ઓછું કરીને પોતાનો સ્લિમ લુક મેળવી લીધો.
જેનેલિયા ડીસુઝા
રિતેશ દેશમુખનું દિલ ચોરી લેનારી બબલી ગર્લને કોઈ ભૂલી શકે ખરા. બે બાળકોની મમ્મી બનેલી જેનેલિયા આજે પણ એવી જ સ્લિમ ટ્રિમ છે. ગર્ભાવસ્થા દરમિયાન એમનું થોડું વજન વધ્યું હતું પણ જલ્દી જ એમને તેને મેઈન્ટેન કરી લીધું સોશિયલ મીડિયા પર એમના લેટેસ્ટ ફોટા જોઈને તમને પોતાને જ એમની ફિટનેસનો ખ્યાલ આવી જશે.
મલાઈકા અરોરા
બોલીવુડની હોટેસ્ટ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ જ્યારે પોતાની પ્રેગ્નન્સી પ્લાન કરી એ દરમિયાન પણ મલાઈકા પોતાના બેબી બમ્પ સાથે સ્પોટ થઈ હતી. રેમ્પ પર ચાલતી વખતે એમના ચહેરા પર ગ્લો હતો. પુરા આત્મવિશ્વાસ સાથે એ રેમ્પ પર ઉતરી હતી. દીકરાના જન્મ પછી મલાઈકાએ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું અને આજે એ ઇન્ડસ્ટ્રીની ટોપ મોડલ અને અભિનેત્રી છે. 46 વર્ષની હોવા છતાં આજે પણ મલાઈકા યંગ, ફિટ અને સ્ટનિંગ લગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બોલિવૂડની આ 7 અભિનેત્રીઓ પ્રેગનન્સી પછી પણ લાગે છે સો સ્માર્ટ, તસવીરોમાં જોઇ લો તેમનું ફિગર"
ટિપ્પણી પોસ્ટ કરો