શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: તંત્ર અને હોસ્પિટલની બેદરકારી દર્શાવતું મોટું કારણ આવ્યું સામે
અમદાવાદની covid-19 હોસ્પિટલમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીના મોત થયા છે. આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અમદાવાદના મેયર સાથે ટેલિફોનિક વાત કરી હતી. આ સાથે જ તેમણે ટ્વિટ કરી અને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેવામાં જાણવા એમ પણ મળ્યું છે કે કોરોના ના 8 દર્દીમાંથી માત્ર 3 જ દર્દી એવા હતા જેનું દાઝી જવાથી મોત થયું છે. જ્યારે અન્ય 5 લોકો ગૂંગળામણ થવા થી મોતને ભેટયા છે. હોસ્પિટલમાં થયેલી દુર્ઘટના મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે એફ.એસ.એલ.ની ટીમ નો રિપોર્ટ આવ્યા બાદ વધુ કલમ દાખલ કરી ગુનો નોંધવામાં આવશે.
આઈ.સી.યુ વોર્ડમાં આગ લાગવાથી ત્યાં દાખલ ત્રણ દર્દીના મોત દાઝી જવાથી થયા છે જ્યારે અન્ય પાંચ ગુંગળામણથી મોતને ભેટયા છે. હોસ્પિટલના વોર્ડ ની જગ્યા સાંકડી હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી. હાલ પોલીસે ફાયર વિભાગ પાસેથી ફાયરસેફ્ટી અંગેના રીપોર્ટ પણ માંગ્યા છે. પોલીસને ફાયરસેફ્ટીના કોઈ પુરાવા તેમની તપાસ દરમિયાન મળ્યા ન હતા. આ અંગે હોસ્પિટલના ટ્રસ્ટી ની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
અમદાવાદની હોસ્પિટલમાં અન્ય એક બેદરકારી પણ સામે આવી છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં માર્જિનની જગ્યા રાખવામાં આવતી હોય છે. પરંતુ આ હોસ્પિટલ દ્વારા તે જગ્યામાં કેન્ટીન બનાવી દેવામાં આવી હતી. જેના કારણે દર્દીઓ આગ લાગી તે સમયે અહીંથી બહાર નીકળી ન શક્યા. આ વાત સામે આવતા વિપક્ષે આક્ષેપ કર્યો છે કે માર્જિનની જગ્યા માં કેન્ટિન બનાવવામાં આવી તે વાત તંત્રના અધિકારીઓની બેદરકારી દર્શાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: તંત્ર અને હોસ્પિટલની બેદરકારી દર્શાવતું મોટું કારણ આવ્યું સામે"
ટિપ્પણી પોસ્ટ કરો