ભૂલથી પણ રક્ષાબંધન પર બહેનને ના કરતા આ ગિફ્ટ, નહિં તો…
3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવતો આ તહેવાર દેશભરના ધામધૂમથી ઉજવાય છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સમર્પિત આ તહેવાર દરેક માટે ખાસ હોય છે.
આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે તો ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમ છતાં ઘણીવાર એવી ભૂલ થઈ જાય છે કે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ની દ્રષ્ટિ એ ખોટી છે. એટલે કે અજાણતાં ભાઈ પોતાની બહેનને ગિફ્ટ તરીકે એવી વસ્તુ આપી દે છે કે જે બહેનને લાભ કરવાને બદલે નુકસાન કરતી હોય.

દરેક વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બહેન ને રક્ષાબંધનના દિવસે ઉપહાર તરીકે કઈ વસ્તુ આપી અને કઈ નહીં તો ચાલુ તમને પણ જણાવી દઈએ કે રક્ષાબંધન વખતે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

રક્ષાબંધનના દિવસે કોઈ ધારદાર વસ્તુ જેવી કે મિક્સર ગ્રાઈન્ડર, ચાકુનો સેટ, અરિસો કે ફોટો ફ્રેમ જેવી વસ્તુઓ ગિફ્ટ તરીકે આપવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે આ વસ્તુઓ સંબંધમાં તિરાડ ઊભી કરે છે. આ ઉપરાંત પણ રૂમાલ જેવી વસ્તુ પણ ગિફ્ટમાં આપતા નહીં તેનાથી ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બહેન જો શોખીન અને ફેશનેબલ હોય તો ઘણીવાર ભાઈ તેને ફૂટવેર ખરીદી આપે છે. પરંતુ આવી ભૂલ પણ કરવી જોઈએ નહીં. ગિફ્ટ તરીકે પણ આ દિવસે ચંપલ સેન્ડલ જેવી વસ્તુ ખરીદવી જોઈએ નહીં. ધાર્મિક દ્રષ્ટિએ આ વસ્તુઓ ખરીદવી અશુભ મનાય છે.
શું આપવું ગણાય છે શુભ

રક્ષાબંધનના દિવસે બહેનને ગિફ્ટ તરીકે શિક્ષાની સામગ્રી જેવી કે ડાયરી, પેન, મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુ આપી શકાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ વસ્તુઓ શિક્ષણ સંબંધિત હોવાથી બહેનને લાભ કરે છે.

આ ઉપરાંત બહેનને તેના મનગમતા કપડા પણ આપી શકાય છે. માન્યતા છે કે સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ છે તેવામાં જો તેને ખુશ રાખવામાં આવે તો ઘર પર લક્ષ્મી માતાની કૃપા પણ રહે છે. જો કે કપડાં લેતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે આ દિવસે કાળા કપડા ની ખરીદી ન કરવી.

રક્ષાબંધનના દિવસે બહેન ને સોના ચાંદી કે અન્ય આભૂષણ પણ ગિફ્ટમાં આપી શકાય છે.આ સિવાય મ્યુઝિક સિસ્ટમ જેવી વસ્તુઓ પણ આપવી શુભ ગણાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભૂલથી પણ રક્ષાબંધન પર બહેનને ના કરતા આ ગિફ્ટ, નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો