ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું હતું, આ કુંડમાં નાહવાથી નિઃસંતાનને બાળક પ્રાપ્ત થશે!
માતૃત્વની પ્રાપ્તિ માટે રાધા કુંડ માં કરેલું સ્નાન આશીર્વાદ સ્વરૂપ
માતૃત્વ મહિલાઓને પ્રાપ્ત થયેલું ઈશ્વરી વરદાન છે. મહિલા માત્રમા રહેલો વાત્સલ્યભાવ એની મમતામાં છલકાતો હોય છે. માતૃત્વની ઝંખના પણ પ્રત્યેક મહિલાને હોય છે અને માતૃત્વ વગર સ્ત્રીને તેના જીવનમાં અધુરપ લાગે છે.

કહેવાય છે કે ભગવાન કૃષ્ણની નગરી મથુરા સ્થિત રાધા કુંડમાં સ્નાન કરવાથી માતૃત્વની પ્રાપ્તિ થાય છે. હજારો વર્ષથી આ માન્યતા ચાલતી આવે છે કે નિસંતાન દંપતિ સંતાનની પ્રાપ્તિની ઝંખના સાથે કારતક વદ આઠમ એટલે કે અહોઈ અષ્ટમીને દિવસે મધ્યરાત્રીએ રાધા કુંડમાં સ્નાન કરે તો તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. હજારો માઈલ દૂરથી પણ લોકો રાધા કુંડમાં સ્નાન કરવા મથુરા આવે છે.

મહિલાઓ અહીં પોતાના છુટા વાળ રાખીને સ્નાન કરતી વખતે માતા રાધા પાસે સંતાન સુખના વરદાન માટે પ્રાર્થના કરે છે.
પૌરાણિક માન્યતા અનુસાર ગોવર્ધન પર્વતની નજીક ગાય ચરાવી રહેલા કૃષ્ણ પર અરિષ્ટાસુર નામના રાક્ષસે વાછરડાનું રુપ ધરી હુમલો કર્યો હતો. કૃષ્ણના હાથે જ હણાયેલો અરિષ્ટાસુર નામનો રાક્ષસ તે સમયે વાછરડાના સ્વરૂપમાં હોવાથી કૃષ્ણના માથે ગૌ હત્યાનું પાપ લાગ્યું હતું.

આ પાપના પ્રાયશ્ચિત માટે શ્રીકૃષ્ણ ભગવાને પોતાના બાંસુરી દ્વારા કુંડનુ સર્જન કર્યુ હતું અને પ્રત્યેક પવિત્ર તીર્થસ્થાનો માંથી પવિત્ર જળ ક્રુષ્ણ કુંડમાં ભેગું કર્યું હતું.
આજ રીતે રાધાજીએ પણ પોતાની બંગડીની મદદ થી કુંડનું સર્જન કર્યું અને ત્યાં પણ ભારતના પવિત્ર તીર્થસ્થાનોમાંથી પવિત્ર જળ એકત્રિત કરવામાં આવ્યું હતું. રાધાની શ્રદ્ધા અને નિષ્ઠા થી પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણે રાધાજીને કુંડનું મહત્વ વધારવા માટે વરદાન આપ્યું હતું કે જે નિસંતાન દંપતિ અહોઈ અષ્ટમીની રાત્રે રાધા કુંડમાં સ્નાન કરશે તેને સંતાન સુખનું વરદાન પ્રાપ્ત થશે.

રાધા કુંડની વિશેષતા એ છે કે રાધા કુંડનું પાણી રાધાજી ની જેમ જ શ્વેત દેખાય છે જ્યારે રાધાકુંડ થી થોડે અંતરે આવેલા કૃષ્ણ કુંડનું પાણી કૃષ્ણના રંગની જેમ જ શ્યામ રંગનું દેખાય છે.
હિન્દુ ધર્મમાં મથુરા નગરી નું વિશેષ મહત્વ છે.મથુરા કૃષ્ણનું જન્મ સ્થાન હોવાથી તેને પવિત્ર નગરી માનવામાં આવે છે. પ્રતિવર્ષ હજારો શ્રદ્ધાળુઓ મથુરા નગરી ની મુલાકાત કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું હતું, આ કુંડમાં નાહવાથી નિઃસંતાનને બાળક પ્રાપ્ત થશે!"
ટિપ્પણી પોસ્ટ કરો