તારક મહેતા…માં દયાબેનની જગ્યા લેશે આ એક્ટ્રેર્સ, શું ખરેખર આ વાત સાચી પડશે? શું દર્શકોને મજા આવશે?
એમાં કોઈ બેમત નથી કે તારક મહેતા કા ઉલટા ચશ્માં ટીવીનો એક હિટ શો છે, જે વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો આવ્યો છે. આ શોના દર્શકોના મનમાં એક સવાલ સતત થઈ રહ્યો છે કે શોમાં દયાબેન ક્યારે પરત ફરશે?. હા, દરેક વ્યક્તિ શોમાં દયાબેનના પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે એમના પાછા ફરવાનો ઘણીવાર અંદાજો લગાવી ચુક્યા છે પણ હજી સુધી એવું થયું નથી. આ દરમિયાન ટીવીની એક પોપ્યુલર એક્ટ્રેસે આ શોમાં દયાબેનનું પાત્ર ભજવવની ઈચ્છા વ્યક્ત કરી છે. જે પછી લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે આ એક્ટ્રેસને શોમાં દિશા વકાણીની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવશે? દયાબેનનું પાત્ર ભજવવની ઈચ્છા વ્યકત કરનાર આ એક્ટ્રેસ આખરે છે કોણ ચાલો જાણી લઈએ.

આ પહેલા અમે તમને જણાવી દઈએ કે તારક મહેતા શોના મેકર્સ દ્વારા દિશા વકાણીને રિપ્લેસ કરવામાં નથી આવી. એટલે હજી સુધી એમના પરત ફરવાની શક્યતાઓ રહેલી છે.

એક ઇન્ટરવ્યૂમાં રાખી વિઝાન ઉર્ફે રાખી ટંડને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું છે કે એ તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયાબેનનું પાત્ર ભજવવાનું પસંદ કરશે. હમ પાંચ અને નાગીન 4માં દર્શકોનું મનોરંજન કરી ચુકેલી રાખી વિજાન હવે દયાબેનનું પાત્ર ભજવવા માંગે છે. રાખીને આજે પણ એમના ફેન્સ હમ પાંચની સ્વીટી તરીકે ઓળખે છે.

હમ પાંચમા એમની એક્ટિંગ અને એમના પાત્રને દર્શકોને ખૂબ જ પસંદ કર્યું હતું. એવામાં ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે એમને પૂછવામાં આવ્યું કે એમને અન્ય કોઈ કોમેડી રોલ પસંદ છે તો એમને કહ્યું દયાબેન. રાખીએ કહ્યું કે એમને દયાબેનનું પાત્ર જોવામાં ખૂબ જ મજા આવે છે અને તક મળે તો એ આ પાત્રને જરૂર ભજવવા માંગે છે.જો કે એમને એવું પણ લાગે છે કે દિશા વકાણી સિવાય કોઈપણ એક્ટ્રેસ આ પાત્ર સાથે ન્યાય નહિ કરી શકે પણ એમને આ પાત્રને ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રાખી વિઝાને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઈ પણ દયાબેન નહિ બની શકે કારણ કે એ હજી પણ આ પાત્ર માટે જાણીતી છે. દિશા વકાણીની જેમ સહજતાથી દયાબેનની ભૂમિકા ભજવવી કોઈપણ એક્ટ્રેસ માટે સરળ નથી પણ જો તક મળશે તો હું આ પાત્રને નિભાવવા માંગુ છું અને એક એક્ટ્રેસ તરીકે પોતાને ચેલેન્જ આપીશ. હું મારા દર્શકોને ફરીથી હસાવવાનું પસંદ કરીશ.

તમને જણાવી દઈએ કે હાલ તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને આ શોના દર્શકોને ભાવુક કરી દીધા છે કારણ કે ગડા ઇલેક્ટ્રોનિક્સ બંધ થવાની અણી પર છે. લોકડાઉન પછી આર્થિક સંકટથી ઘેરાયેલા જેઠાલાલ પાસે હવે ગડા ઇલેક્ટ્રોનિક્સ વેચી દેવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
Gada Electronics ka sauda Jagatram se karne par Jethalal ko karni hogi ek iss baar dukaan ki vidaai. Kaise bardaasht kar payega Jethalal itne saalo se sambhali hui dukaan se apni judaai? Yeh janne ke liye aapko dekhna hoga #TMKOC aaj raat 8:30 baje. #TaarakMehtaKaOoltahChashmah pic.twitter.com/6Ip46amigT
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) February 24, 2021
શોની આ વાર્તાએ દર્શકોને ભાવુક કરી દીધા છે પણ એ જોવાનું રસપ્રદ હશે કે શું દર વખતની જેમ આ વખતે પણ જેઠાલાલ આ તકલીફમાંથી બહાર નીકળી શકશે કે નહીં.
હાલ તો રાખી વિજાનની વાતો પરથી એવું લાગી રહ્યું છે કે જો એમને તક મળી તો એ દયાબેન બનવા માટે તૈયાર છે પણ ફેન્સ હજી પણ દિશા વકાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે સપ્ટેમ્બર 2017થી શોમાંથી ગાયબ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "તારક મહેતા…માં દયાબેનની જગ્યા લેશે આ એક્ટ્રેર્સ, શું ખરેખર આ વાત સાચી પડશે? શું દર્શકોને મજા આવશે?"
ટિપ્પણી પોસ્ટ કરો