OMG: બોડીગાર્ડ સાથે હતા તો પણ દિપીકા સાથે જાહેરમાં થયુ કંઇક આવું, અને ઉડી ગયા હોંશ
અભિનેત્રી દીપિકા પાદુકોણનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી દીપિકા પાદુકોણનું પર્સ ચોરી કરવાના અસફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણનો વાયરલ થઈ રહેલ વિડીયો મુંબઈ શહેરમાં આવેલ ખાર વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. જયારે દીપિકા
તેમના ફેંસની ભારે ભીડ દ્વારા દીપિકા પાદુકોણને ઘેરી લેવામાં આવી.

હવે આમ તો દીપિકા પાદુકોણ પોતાના ફેંસને જોઈને ઘણી ખુશ થઈ ગઈ અને દીપિકા પાદુકોણએ પોતાનો હાથ હલાવીને બધા જ ફેંસનું
અભિવાદન પણ કર્યું, પરંતુ નવાઈ તો ત્યારે થઈ ગઈ જયારે એક મહિલા દ્વારા અભિનેત્રી દીપિકા પાદુકોણનું પર્સ ખેંચવાનો પ્રયત્ન કરવામાં
આવ્યો.

દીપિકા પાદુકોણ ફૂડ આઉટલેટ પરથી નીકળીને જયારે પોતાની ગાડીમાં બેસવા માટે જઈ રહી હતી, ત્યારે જ કોઈ મહિલાએ બાજુ માંથી
દીપિકા પાદુકોણનું પર્સ ખેંચ્યું. આ વાત અલગ છે કે, તે મહિલા પોતાના ઈરાદામાં સફળ થઈ શકી નહી અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ સુરક્ષિત રીતે પોતાની ગાડીમાં બેસી ગઈ.
આવી રીતે જે પર્સને લઈને આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે. દીપિકા પાદુકોણના વાયરલ વિડીયોમાં ૧.૬ લાખ રૂપિયાનું પર્સ પોતાની સાથ લઈને જઈ રહેલ જોવા મળી રહી છે.

Saint Laurent Sac De Jour Nano બ્રાંડના આ ખુબસુરત પર્સની પર એકદમ સરસ એમ્બ્રોઇડરી પણ કરવામાં આવેલ જોવા મળી
રહી છે. દીપિકા પાદુકોણને પોતાના આઉટફિટ મુજબ જ આ પર્સ ફ્લોન્ટ કર્યું છે.

આમ આ વાયરલ વિડીયોમાં દીપિકા પાદુકોણ કેજ્યુઅલ અટાયરમાં પણ તેના ફેંસના દિલ જીતી રહી છે. ઓછા મેકઅપ અને પગમાં ડેનિમ
પહેરેલ દીપિકા પાદુકોણનો આ લુક બધાને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. દીપિકા પાદુકોણના આ આઉટફિટમાં કેટલાક ફોટોસ ટ્રેંડ કરી રહ્યા છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણના વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ ‘સર્કસ’માં પતિ રણવીર સિંહની સાથે સ્પેશિયલ ડાંસ પર્ફોમન્સ કરતા જોવા મળી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી દીપિકા પાદુકોણના ડાંસ સિવાય રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં કેટલાક વિવાદિત દ્રશ્યો પણ કરવાની છે. તેમનો રોલ કેમિયો થશે.

દીપિકા પાદુકોણની ફિલ્મ ‘સર્કસ’ તો આ ફિલ્મ શેક્સપિયરના પ્લે એરર ઓફ કોમેડી પર આધારિત બનવા જઈ રહી છે. અભિનેતા રણવીર સિંહ હાલમાં ફિલ્મ ‘સર્કસ’ની શુટિંગમાં વ્યસ્ત છે અને ફિલ્મ ‘સર્કસ’ની શુટિંગ માર્ચ. ૨૦૨૧ સુધીમાં સમાપ્ત થઈ શકે છે. ફિલ્મ ‘સર્કસ’માં અભિનેતા રણવીર સિંહની સાથે વરુણ શર્મા, પૂજા હેગડે અને જૈક્લીન ફર્નાન્ડીસ જોવા મળી શકે છે. રોહિત શેટ્ટી દ્વારા ફિલ્મ ‘સર્કસ’નું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે.

દીપિકા પાદુકોણના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘પઠાન’માં કામ કરી રહી છે. જાણકારી મળી રહી છે તે મુજબ, ફિલ્મ ‘પઠાન’માં દીપિકા પાદુકોણ જાસુસનું પાત્ર નિભાવતા જોવા મળશે. આ સાથે જ દીપિકા પાદુકોણ શકુન બત્રાની ફિલ્મમાં પણ સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે જોવા મળી શકે છે. દીપિકા પાદુકોણની આ ફિલ્મનું નિર્માણ કરણ જૌહર દ્વારા પોતાના પ્રોડક્શન બેનર હેઠળ કરવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "OMG: બોડીગાર્ડ સાથે હતા તો પણ દિપીકા સાથે જાહેરમાં થયુ કંઇક આવું, અને ઉડી ગયા હોંશ"
ટિપ્પણી પોસ્ટ કરો