JIOના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આ રિચાર્જ પ્લાનમાં નહીં મળે…
રિલાયન્સ જીયો દ્વારા પોતાના ટોકટાઇમ પ્લાનની સાથે આપવામાં આવતા ફ્રી ડેટા બેનિફિટને બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે કે, જીયો 4G ડેટા વાઉચર્સ પર હવે વોઈસ કોલિંગના લાભ પ્રાપ્ત થશે નહી. વર્ષ ૨૦૨૦ની શરુઆતમાં જીયો કંપનીએ પોતાના ટોકટાઈમ પ્લાનની સાથે જ ૧૦૦ જીબી સુધી ફ્રી ડેટા વાઉચર અને 4G ડેટા વાઉચરની સાથે જ નોન જીયો નેટવર્ક પર એક હજાર મિનીટ્સ સુધી કોલિંગ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

-જીયોના ઉપભોક્તા માટે માઠા સમાચાર.
-કંપની તરફથી હવે ફ્રી ડેટા આપવામાં આવશે નહી.
-જીયો 4G ડેટા વાઉચર્સ પર હવે વોઈસ કોલિંગનો લાભ પ્રાપ્ત થશે નહી.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ જીયો કંપનીએ અત્યાર સુધી ઓફ- નેટ કોલ્સ પર ૧૦ રૂપિયા જેટલો ખર્ચ કરનાર ઉપભોક્તાને 1 GB ડેટા ફ્રી આપવામાં આવતા હતા. એટલે કે, જો કોઈ ઉપભોક્તા 1 GB ટોકટાઈમ પ્લાનની સાથે 100 GB ફ્રી ડેટા આપવામાં આવતા હતા. ત્યારે હવે જીયો કંપનીએ બધા નેટવર્ક પર વોઈસ કોલિંગ ફ્રી કરી દેવામાં આવ્યા છે, ત્યાં જ ફ્રી ડેટા વાઉચરને જીયો કંપની તરફથી બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૨૦ના અંતમાં રિલાયન્સ જીયો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ઇન્ડસ્ટ્રીમાં ઝીરો આઈયુસી સિસ્ટમ લાગુ કર્યા પછી જીયોના ઉપભોક્તા બધા જ નેટવર્ક પર ફ્રી વોઈસ કોલ કરી શકશે. આપને જણાવીએ કે, ઓફ- net કોલ્સ માટે જીયો કંપનીએ તેના ટોકટાઈમ પ્લાનની સાથે પ્રતિ મિનિટ ૬ પૈસા ચાર્જ વસુલવામાં આવતા હતા. એના માટે આ પ્લાનમાં ઉપભોક્તાને વધારાના ડેટા ઓફર કરવામાં આવતા હતા.

જીયો કંપની પાસે ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા, ૫૦ રૂપિયા, ૧૦૦ રૂપિયા, ૫૦૦ રૂપિયા અને એક હજાર રૂપિયા સુધીના ટોકટાઇમ પ્લાન તૈયાર છે. જેમાં ૧૦૦ GB ડેટા ફ્રી આપવામાં આવે છે. પરંતુ હવેથી આ પ્લાન ફ્રી ટોકટાઈમની સાથે આવે છે. એક હજાર રૂપિયાના જીયો ટોપ- અપ પ્લાનમાં હવે ઉપભોક્તાને ૮૪૪.૪૬ રૂપિયાનો ટોકટાઈમ આપવામાં આવે છે.
4G ડેટા વાઉચરમાં કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે નહી.

જીયો કંપનીએ ૧૧ રૂપિયા, ૨૧ રૂપિયા, ૫૧ રૂપિયા અને ૪૦૧ રૂપિયાના જીયો 4G ડેટા વાઉચર્સને પણ રીવાઈઝ કરી દેવામાં આવ્યા છે. ૧૧ રૂપિયાના 4G ડેટા વાઉચર પર અત્યાર સુધીમાં, નોન- જીયો નેટવર્ક પર ઉપયોગ કરવા માટે ૭૫ મિનીટ આપવામાં આવતી હતી, જયારે ૧ હજાર રૂપિયાના પ્લાનમાં ૧ હજાર મિનીટ આપવામાં આવતી હતી. વોઈસ કોલિંગ સહિત જીયો કંપનીએ ડેટા વાઉચર્સમાં ડબલ ડેટા આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. આની પહેલા ફક્ત ૧૧ રૂપિયામાં 4G ડેટા વાઉચર ૪૦૦ એમબી ડેટાના લાભ સાથે આવતું હતું, પણ હવે આ જ રિચાર્જમાં આપને ૮૦૦ એમબી ડેટા આપવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે, જીયો કંપનીએ પોતાના 4G ડેટા વાઉચરના ડેટા બેનેફિટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તેમ છતાં નોન- જીયો કોલિંગનો લાભ હટાવી દેવામાં આવ્યો છે. એટલે કે, આ 4G ડેટા વાઉચર્સની સાથે જ વોઈસ કોલિંગની સુવિધા પ્રાપ્ત થશે નહી.
0 Response to "JIOના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આ રિચાર્જ પ્લાનમાં નહીં મળે…"
ટિપ્પણી પોસ્ટ કરો