હોસ્પીટલમાંથી રોજ આવતા હતા અજીબ અવાજો , લોકોએ કહ્યું આત્માનું ચક્કર છે, પણ પછી..

ભૂત પ્રેત અને આત્મા જેવી વસ્તુઓ સાચે જ હોય છે કે નહિ, એની પર હમેશા દલીલ થતી રહે છે. કેટલાક લોકો આ શક્તિઓમાં વિશ્વાસ કરે છે તો કેટલાક એને બસ મનનો ભ્રમ જણાવે છે. સોશ્યલ મીડિયા પર પણ ઘણા એવા વિડીયો વાયરલ થતા રહે છે, જેમાં ભૂત પ્રેત હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, આ દાવાઓની સચ્ચાઈને લઈને હમેશા મનમાં શંકા રહે છે. હવે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના એમવાય હોસ્પિટલની એક ઘટનાને જ લઇ લો. અહીયાના બેસમેન્ટમાં રોજ કોઈના બુમો પાડવાની અવાજો આવતી હતી. જોકે, જયારે હોસ્પિટલ પ્રશાસનએ એની તપાસ કરી તો હેરાન કરી દેનારી ઘટના સામે આવી.

હોસ્પિટલમાં રોજ આવતા હતા બુમો પડવાના અવાજો


વાત એવી છે કે ઇન્દોરના એમવાય હોસ્પીટલના ગાર્ડ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી દહેશતમાં છે. એમનુ કહેવું છે કે એમને રોજ રાત્રે હોસ્પીટલના બેસમેન્ટથી કોઈના બુમો પડવાના અવાજો આવે છે. સબુત તરીકે આ ઘટનાનો એક વિડીયો પણ બનાવ્યો. આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો. વિડીયો વાયરલ થવાની સાથેજ એને લઈને કહાનીઓ પણ બનવા લાગી. એક કહાનીમાં કહેવાવા લાગ્યું કે હોસ્પીટલમાં થોડા સમય પહેલા ૯૦% સળગી ગયેલી મૈહીલા આવી હતી. એ મહિલાનું ઈલાજ દરમિયાન મોત થઇ ગયું હતું. હવે મહિલાની લાશ તો હોસ્પીટલમાંથી ચાલી ગઈ પણ એની આત્મા રાત્રે ભટકવા લાગી.

તપાસ કરતા થયો ચોકાવનારો ખુલાસો


વિડીયો વાયરલ થયો તો હોસ્પિટલ પ્રશાસને એક તપાસ ટીમ બેસાડી. જયારે આ ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે રાત્રે આવતો એ અવાજ એક દર્દીનો છે. એ દર્દી હાડકા વિભાગમાં દાખલ છે. રોજ રાત્રે જયારે એનું ડ્રેસિંગ કરવામાં આવતું તો દર્દથી બુમો પાડતો હતો. રાત અને અંધારું હોવાને લીધે, એના એ અવાજના પડઘા પડતા હતા. પણ બાકી લોકોના સંતોષ ખાતર ૨૫ જુલાઈની રાતે ટીમને તેનાત કરવામાં આવી. જોકે, એ રાત્રે કોઈ અવાજ સંભળાયો નહતો. જયારે ટીમે એ દર્દીઓ વિષે જાણ મેળવી તો જાણવા મળ્યું કે એ રાત્રે એ ઓપરેશન થીયેટરમાં હતો અને એના બુમો પડવાના અવાજો સંભળાયા નહતા.

જુઓ વિડીયો


હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે એ લોકો પર એફઆઈઆર દર્જ કરવામાં આવશે જેમણે હોસ્પીટલમાં ભૂત હોવાની અફવાહ ઉડાવી હતી. હોસ્પિટલ અધિક્ષક ડૉ. પીએસ ઠાકુરે જણાવ્યું કે હોસ્પિટલનો ઢાંચો જુનો છે અને અહિયાં વેન્ટીલેટર પણ છે, એટલે રાતના સન્નાટામાં અવાજ આખી હોસ્પીટલમાં ગુંજે છે. એટલે એ અવાજ પણ હોસ્પીટલમાં દાખલ દર્દીની જ હતી. કોઈ એ એમજ ભૂતની અફવાહ ઉડાવી હતી. અમે એવા લોકો પર સખ્ત કાર્યવાહી કરીશું, અને એમણે જેલ મોકલીશું.

0 Response to "હોસ્પીટલમાંથી રોજ આવતા હતા અજીબ અવાજો , લોકોએ કહ્યું આત્માનું ચક્કર છે, પણ પછી.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel