ધિક્કાર છે ગુજરાતના આ શિક્ષક પર, ભણાવવાના બહાને છોકરીઓને બનાવતો અશ્લીલતાનો શિકાર, 9 વિદ્યાર્થીનીઓ સાથે….

લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને હવે બધા જ લોકો તેના કારનામાં કારણે ઓળખતા થઈ ગયા છે. ત્યારે હવે આ ધવલને પરસેવો છૂટી જવાનો છે. કારણ કે ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવનાર ધવલ ત્રિવેદીનું નામ આજે ફરીથી ચર્ચામાં આવ્યું છે. હવે લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી CBIએ ધવલની ધરપકડ કરી છે. લંપટ શિક્ષકની દિલ્હી સીબીઆઇ એ હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે. 9 વિદ્યાર્થીનીઓને ધવલ ત્રિવેદી ભગાડી ગયો હતો. 2018માં ધવલ ત્રિવેદી ચોટીલાની યુવતીને ભગાડીને લઈ ગયો હતો. પરંતુ આ શિક્ષકની કહાની કંઈક અલગ જ છે.

image source

ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર 6 મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે હાલ રાજકોટમાં એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાર પછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. જો કે આ કેસમાં યુવતીના પિતાએ કાનૂની કાર્યવાહી કરીને પુત્રીના છુટાછેડા લેવડાવી લીધી હતા. 2010માં ધવલ સુરત પહોંચ્યો. સુરતમાં પણ 2 સ્વરૂપવાન યુવતીને ફસાવવામાં સફળ થયો હતો.

વડોદરાનો ધવલ 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવી ચૂક્યો છે. મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી.

image source

ધવલ ત્રિવેદીને ગત વર્ષે પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી જેલ બહાર આવ્યો અને ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો. જો કે ગણત્રીનાં સમયમાં જ આંતરરાજ્ય સેલ અને હિમાચલ પોલીસ દ્વારા આ લંપટને ઝડપી લેવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિય કોર્પ્સ અરજીને આધારે સીબીઆઈને કેસ સોંપ્યો હતો. હાઈકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઈને આદેશ કર્યો હતો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો.

આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવે કહ્યું હતું કે, સીબીઆઈ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે. સીબીઆઈ આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે. કોર્ટને સીબીઆઈ પાસે આશા છે કે, સીબીઆઈ અપેક્ષાઓ પર ખરી ઉતરશે. ત્યારબાદ હવે આ લંપટ શિક્ષકની બધી જ હવા ઉતરી ગઈ છે.

imae source

ઉલ્લેખનીય છે કે, બળાત્કારી ધવલને ઝડપી લેવામાં ગુજરાત પોલીસ નિષ્ફળ નીવડી હતી. ગુજરાત પોલીસનું કહેવું હતું કે-ધવલ સગીરાને નેપાળ લઈ ગયો છે. પરંતુ લંપટ શિક્ષકને ઝડપી લેવા માટે પોલીસને નેપાળ મોકલવા કોઈ પ્રયાસ કર્યો નહોતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં પ્લાનિંગ કરીને વ્યૂહાત્મક રીતે વધુ પડતી આક્રમકતા લાવવાની જરૂર છે. સીબીઆઈએ આ તપાસ વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે. જરૂર પડે તો ઈન્ટરપોલની મદદ લેવા પણ જણાવાયું હતું.

Gujarat rape convict abducts another girl while on parole | Rajkot News - Times of India
image source

કોર્ટે આ મુદ્દે વાત કરી હતી કે, આ કેસ પ્રથમદ્રષ્ટીએ માનવતસ્કરીનો લાગે છે. સીબીઆઈએ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. અરજદારની પુત્રી હાલ કઈ હાલતમાં છે. તેમજ તે જીવીત છે કે પછી તેની હત્યા કરાઈ છે તે અંગે પણ કોઈ જાણ નથી. કદાચ તેણીને પ્રોસ્ટિટ્યૂશનમાં પણ ધકેલવામાં આવી હોય શકે. આ સિવાય કોર્ટે ડર વ્યક્ત કર્યો કે, ત્રિવેદીએ બીજી છોકરીઓને પણ ઉપાડી ગયો હોય શકે. કોર્ટે સીબીઆઈને આદેશ કર્યો કે, તાત્કાલિક આ કેસની તપાસ હાથમાં લો અને ચાર વીકમાં રિપોર્ટ આપો. તેમજ જરૂર લાગે તો વહેલાસર ઈન્ટરપોલની પણ મદદ લો. ત્યારબાદ ચોટીલામાં ધર્મેન્દ્ર દવે બનીને શિકાર શોધવા લાગ્યો.

image source

આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ 9મો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને 2 દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને મીઠી મીઠી વાતો કરીને વિશ્વાસમાં લઈ લીધો. વિદ્યાર્થિઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા. ચાર દિવસમાં 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ પણ કરી લીધા. આ એક જ સપ્તાહમાં 56 વર્ષના ધવલે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી.

image source

12 ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલે યુવતીને લઈને ફરાર થઈ ગયો. યુવતીના પિતાએ ચોટીલા પોલીસમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી ત્યાં સુધી પોલીસને ખબર ન હતી કે યુવતીને ધવલ ત્રિવેદી જ ભગાડીને લઈ ગયો છે. પોલીસે સીસીટીવી ચેક કરતા ધવલની વધુ એક કરતૂત સામે આવી હતી. યુવતીને લઈને ભાગેલો ધવલ અમદાવાદ પહોંચ્યો હતો અને જેલમાં સંપર્કમાં આવેલા ભાવનગરના શંકર નામના પરિચિત મારફતે અમદાવાદ આંગડિયામાં 10 હજાર રૂપિયા મંગાવ્યા હતા. પોલીસે આંગડિયાના ફૂટેજ મેળવી ધવલની શોધખોળ શરૂ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ધિક્કાર છે ગુજરાતના આ શિક્ષક પર, ભણાવવાના બહાને છોકરીઓને બનાવતો અશ્લીલતાનો શિકાર, 9 વિદ્યાર્થીનીઓ સાથે…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel