આઠવાર સાપે માર્યા ડંખ અને છતાં પણ કાંઈ થયું નહિ, જુઓ શું થયું એ વ્યક્તિ સાથે..
સામાન્ય રીતે સર્પને માનવજાતિ સાથે કોઈ દુશ્મનાવટ નથી. તે મનુષ્યો પર હુમલો કરતો નથી. સામાન્ય રીતે તેને છંછેડવામાં ન આવે કે ઇજા પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી તે મનુષ્ય પર હુમલો કરતો નથી. મોટે ભાગે તે મનુષ્યોના સંપર્કમાં આવવાનું ટાળે છે. સામાન્ય રીતે મોટા અને બિનઝેરી સર્પ મનુષ્યો માટે ખતરારૂપ નથી.

બિનઝેરી સર્પ કરડે તો તેનાથી કોઈ હાનિ થતી નથી, કારણ કે તેમના દાંતની રચના કોઈ ચીજવસ્તુને પકડવા અને જકડી રાખવા માટે થઈ હોય છે, નહીં કે ઊંડો ઘા બેસાડવા માટે. બિનઝેરી સર્પના ડંખથી ચેપ લાગવાની અને પેશીઓને નુકસાન થવાની શક્યતા હોવા છતાં ઝેરી સર્પો મનુષ્ય માટે અત્યંત ખતરનાક હોય છે. સર્પના ડંખથી મૃત્યુ પામવાના કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. ઝેરી સર્પના બિનજીવલેણ ડંખને પરિણામે હાથ કે પગને દૂર કરવાની કાપવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં અહીંના રામપુર ગામથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાપ છોકરાને એક કે બે વાર નહીં પરંતુ ૮ વાર ડસ્યો છે. પરિવારના સભ્યો કહે છે કે અમે હવે કંટાળી ગયા છીએ. તેને સાપથી બચાવવા માટે, ઝાડ-ફૂંક પણ કરાવવામાં આવ્યુ તો, પણ કંઈ કામ કરી રહ્યું નથી. આ સાથે જ આ મામલો સામે આવતાં આસપાસના વિસ્તારમાં હંગામો મચી ગયો છે. બસ્તી જિલ્લાના કલવારી પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ગામમાં, ૧૭ વર્ષીય યશરાજને મહિનામાં એક વાર નહીં પણ આઠ વખત એક ઝેરી સાપએ ડંખ માર્યો હતો. તેમ છતાં, છોકરો બચી ગયો.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, યશરાજને પહેલીવાર સાપે ડંખ માર્યો હતો, સારવાર બાદ, તે સ્વસ્થ થઈ ગયો હતો અને ઘરે પાછો આવ્યો હતો. આ પછી, સાપે તેને ફરીથી ત્રણ વખત ડંખ માર્યો, ફરીથી તે સારવાર બાદ સ્વસ્થ થયો. આ ઘટના બાદથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સાથે જ પરિવારે જણાવ્યું કે સાપે અત્યાર સુધીમાં આઠ વખત યશરાજને ડંખ માર્યો છે. આ ઘટના બાદ અમે તેને સંબંધીનાં ઘરે મોકલી લીધો હતો. જ્યાં સુધી તે સંબંધીનાં ઘરે હતો ત્યાં સુધી સાંપ દેખાયો ન હતો.
ત્યારબાદ આઠમી વખત યશને સાપે ડંખ માર્યો

યશના પિતા ચંદ્રમૌલી મિશ્રાએ કહ્યું, “સાપને ડંખ માર્યા પછી પુત્રને બહાદુરપુર સંબંધી રામજી શુક્લના ઘરે મોકલવામાં આવ્યો હતો. તે દરમિયાન, સાપ હિલચાલ કરતો અને ફરતો જોવા મળ્યો હતો. થોડા દિવસો પછી તે દેખાવાનો પણ બંધ થઈ ગયો હતો. ૧૦ દિવસ પછી સાપ બહાદુરપુર પહોંચી ગયો. તેણે યશને ત્યાં પણ ડંખ માર્યો હતો. આ પછી યશને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અમે આનાથી પરેશાન થઈ ગયા. અમે યશને હમણાં ઘરે લાવ્યા, જ્યાં આઠમી વખત ૨૫ ઓગસ્ટે સાપે તેને ડંખ માર્યો.’

હિંદુ સંસ્કૃતિની માન્યતાઓમાં સર્પ (નાગ)નું મહત્વપૂર્ણ સ્થાન છે. નાગ પર દર વર્ષે નાગ પંચમીનામના એક તહેવારની ઉજવણી થાય છે. ભગવાન શિવની દરેક મૂર્તિ કે છબીમાં તેમના ગળાની ફરતે સર્પ વીટળાયેલો જોવા મળે છે. વિવિધ પુરાણમાં સર્પ સાથે સંબંધિત અનેક વાર્તાઓ છે. બ્રહ્માંડના તમામ ગ્રહોનો ભાર શેષનાગએ તેની ફેણ પર ઉઠાવ્યો છે અને તે સતત તેના મુખમાંથી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેવું જુદાં જુદાં પુરાણમાં કહેવાયું છે. કેટલીક વખત તેને “અનંત-શેષ” પણ કહેવાય છે. હિંદુ ધર્મમાં અન્ય જાણીતા સર્પોમાં અનંત, વાસુકી, તક્ષક, કાર્કોટાકા અને પિંગાલા સામેલ છે. હિંદુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંપ્રદાયમાં મોટા સર્પને નાગ તરીકે ઓળખવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આઠવાર સાપે માર્યા ડંખ અને છતાં પણ કાંઈ થયું નહિ, જુઓ શું થયું એ વ્યક્તિ સાથે.."
ટિપ્પણી પોસ્ટ કરો