ધર્મેન્દ્રની પહેલી પત્નીના જન્મદિવસે દીકરા સની-બોબીએ આ રીતે આપી શુભેચ્છા, ફોટો થયો વાયરલ
પોતાની માં દરેકને ખુબજ ગમતી હોય છે. એમાં પણ જયારે એ માં નો જન્મદિવસ આવે તો ખુશી બમણી થઇ જતી હોય છે. આપણે એવા જ પ્રયત્નમાં રહેતા હોઈએ છે કે આપણે આપણી માં માટે એનો એ દિવસ ખાસ બનાવી શકીએ. હવે આ સોશ્યલ મીડિયાના જમાનામાં બધા ઓનલાઈન ફોટો શેર કરીને પોતાની માં ને જન્મદિવસની શુભેચ્છા આપતા હોય છે. એવું જ કાંઈક ધર્મેન્દ્રના બંને દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલે પણ કર્યું.
સની દેઓલે આ રીતે કર્યું માં ને વિશ
ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનો ૧ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો. એવામાં એમના બંને દીકરાઓ સની અને બોબીએ પોતાની માં પ્રકાશને એક ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી છે. સૌથી પહેલા પ્રકાશ કૌરના મોટા દીકરા એટલે કે સની દેઓલએ પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને માં નો એક ફોટો શેર કર્યો હતો. એ ફોટામાં બંને માં દીકરો ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટો શેર કરતા સની દેઓલે લખ્યું હેપ્પી બર્થ ડે મોમ.
બોબી દેઓલે કહ્યું ‘માં હેપ્પી બર્થડે’
તો પ્રકાશ કૌરના નાના દીકરા એટલે કે બોબી દેઓલની વાત કરીએ તો એમણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાનો, ભાઈ સની દેઓલ અને માં પ્રકાશ કૌરનો એક ફોટો શેર કર્યો. આ ફોટો શેર કરતા એમણે લખ્યું ‘માં હેપ્પી બર્થડે’. આ ફોટાને એમના ચાહકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ધર્મેન્દની પહેલી પત્ની છે પ્રકાશ કૌર
તમારી માહિતી માટે જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ ૧૯૫૪ માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા આ લગ્નથી એમને બે દીકરા સની અને બોબી , બે દીકરીઓ વિજેતા અને અજીતા થઇ છે. એક સમય એવો પણ આવ્યો જયારે ધર્મેન્દ્ર પ્રકાશ કૌરને છૂટાછેડા આપીને હેમા માલિની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. જોકે, પ્રકાશે ધર્મેન્દ્રને છૂટાછેડા આપવાની ના પાડી દીધી. એવામાં ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અપનાવીને ૧૯૭૦ માં હેમા માલિની સાથે બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી એમને બે દીકરીઓ ઈશા અને અહાના દેઓલ થઇ.
જો એમના કામની વાત કરીએ તો સની દેઓલ હવે એક્ટિંગ ના બરાબર જ કરે છે. વચમાં એ રાજનીતિમાં પણ જોવા મળ્યા હતા. તો બોબી દેઓલની ‘ક્લાસ ઓફ ૮૩’ અને ‘આશ્રમ’ હાલમાં જ ઓટીટી પર રિલીજ થઇ છે.
0 Response to "ધર્મેન્દ્રની પહેલી પત્નીના જન્મદિવસે દીકરા સની-બોબીએ આ રીતે આપી શુભેચ્છા, ફોટો થયો વાયરલ"
ટિપ્પણી પોસ્ટ કરો