કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર
રાજ્યના સુરત શહેરથી કોરોના દર્દીઓને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓને સૌથી વધુ અસર ફેફસા પર થતી હોય છે. તેમના ફેફસા આ બીમારીમાં નબળા પડી જતા હોય છે તેવામાં કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસા મજબૂત થાય તે માટે સુરત સિવિલ હોસ્પિટલમાં નવી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. આ પદ્ધતિથી સકારાત્મક પરીણામ જોવા મળી રહ્યા છે.

ઘણા કેસમાં સિવિલ હોસ્પિટલના તબીબો પર ગંભીર આક્ષેપો કરવામાં આવે છે પરંતુ કોરોના કાળમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ લોકો માટે ભગવાન સમાન બન્યા છે. તેઓ દરેક પ્રયત્ન કરે છે કે દર્દીને કોરોનાથી મુક્ત કરી તેના પરિવાર પાસે પરત મોકલી શકે. તેવામાં સુરતની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ કોરોના દર્દીઓને સ્પાઈરોમેટ્રી કસરત કરાવી સ્વસ્થ કરવાનું નક્કી કર્યું છે.

કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાં મજબૂત થાય તે માટે તેમની પાસે સ્પાઈરોમેટ્રીની કસરત કરવામાં આવે છે. આ કસરતથી ફેફસા મજબૂત થાય છે અન શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સરળ બને છે. આ કસરતથી ફેફસાં સુધી પુરતી માત્રામાં ઓક્સિજન પહોંચે છે. વિશ્વભરમાં આ પદ્ધતિ બ્રિધીંગ એક્સરસાઈઝ તરીકે પણ પ્રખ્યાત છે. જેનો પ્રયોગ રાજ્યની સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર કોરોના વાઇરસ દર્દીના ફેફસાંને અસર કરે છે અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય છે. તેવામાં આ ફેફસામાં ઓક્સિજનની આપ-લે કરવાની ક્ષમતા રહેતી નથી. આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પલ્મોનરી ફાઈબ્રોસિસ’ કહેવાય છે. કોરોનાથી ફેફસા નબળા થયાં હોય અને ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી જો સ્પાઈરોમેટ્રીની કસરત કરે તો તેમને સારા પરિણામ જોવા મળે છે.

નિષ્ણાંતો ત્યાં સુધી જણાવે છે કે જેમને ઓક્સિજન લેવામાં સમસ્યા જણાય તેમણે એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત કરવી જોઈએ. તેનાથી તેમની સમસ્યા દૂર થઈ શકે છે. હોસ્પિટલમાં અનેક દર્દીઓને કોરોના બાદની પોસ્ટ કોવિડ કેર દરમિયાન આ કસરત કરવા કહેવામાં આવ્યું અને તેમનામાં આ કસરત કરવાથી સકારાત્મક ફેરફાર જોવા મળ્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર"
ટિપ્પણી પોસ્ટ કરો