હવે ભાવનગર અને રાજકોટના લોકો ફરીથી વિમાનમાં ઉડશે, સરકારે ફ્લાઇટ સેવા માટે લીધો મોટો નિર્ણય
જ્યારથી કોરોના વાયરસ ભારતમાં પ્રવેશ્યો છે ત્યારથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સામાન્ય જીવન સાથે સંકળાયેલું તમામ તંત્ર ખોરવાય ગયું હતું. એમાંની એક એટલે વિમાની સેવા. દેશની તમામ લોકલ અને ઇન્ટનેશનલ ફ્લાઇટ બંધ હતી. ત્યારે હવે દેશ અનલૉક થયા પછી ધીરે ધીરે બધું પાટા પર આવવા લાગ્યું છે. ત્યારે હવે ફરીથી ભાવનગર અને રાજકોટ માટે સારા સમાચાર આવી રહ્યા છે. 5 મહિનાથી બંધ રાજકોટથી મુંબઈ અને ભાવનગરથી મુંબઈની વિમાની સેવા આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહી છે.
લાંબા સમયથી હતી ડિમાન્ડ
સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટને પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. એટલે રાજકોટથી મુંબઈનો ટ્રાફિક વધુ હોવાના કારણે વિમાની સેવા શરૂ કરવાની ડિમાન્ડ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. પરંતુ લોકડાઉનના કારણે ડોમેસ્ટિક ફ્લાઈટ મર્યાદિત શહેરો પૂરતી ચાલુ કરવામાં આવી હોવાથી આજ સુધી રાજકોટથી મુંબઈની એરવેઝની ફ્લાઇટ બંધ હતી. જે આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ તારીખથી ફ્લાઇટ થશે શરૂ
14 સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઇ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ થશે. જ્યારે 18 સપ્ટેમ્બરથી રાજકોટથી દિલ્હી વિમાની સેવાની શરૂઆત થવાની છે. સવારે 8 વાગે દિલ્હીથી ફ્લાઇટ આવશે. સવારે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે. 14 સપ્ટેમ્બરથી ભાવનગર-મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટ જશે. લૉકડાઉનના કારણે આખા દેશની જેમ સૌરાષ્ટમાં પણ એસટી બસ સેવા અને ટ્રેન સેવાની સાથે ફ્લાઇટ સેવા પણ પ્રભાવિત થઈ હતી. તેવા સંજોગોમાં રાજકોટથી મુંબઈ અને ભાવનગરથી મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ થવાના સમાચાર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
વેપારીનો પત્ર અસર લાવ્યો
રાજકોટ અને ભાવનગર બંને સારા પ્રમાણમાં વિકસિત છે. મોટા મોટા વેપારીઓ પણ અહી પોતાના બિઝનેસ સેટ કરીને બેઠા છે. ત્યારે વિમાની સેવા શરૂ કરવા અંગે વારંવાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆતો કરી હતી. ત્યારે હવે રજૂઆત બાદ આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટનો પ્રારંભ થશે. વેપારીઓ પણ આં નિર્ણય અંગે ખૂબ ખુશ છે.
ધોરણ ૯થી ૧૨ સુધીનાને સ્કુલ ખુલી રાખવાની આપી મંજૂરી
લગભગ ૬ મહિનાથી શાળાઓ અને કોલેજો બંધ હતી. ભારતમાં જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ છે ત્યારથી જ વિદ્યાર્થી ઘરે છે. ત્યારબાદ ઓનલાઇન ટિચિંગ પણ શરૂ કરવામાં આવ્યુ. કોરોના વાયરસની મહામારીના કારણે બંધ કરવામાં આવેલી શાળા-કોલેજો ખોલવાને લઈને હાલમાં કેન્દ્ર સરકારે સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે શાળા કોલેજ કઈ રીતે ખોલવી અને ક્યા નિયમોનું પાલન કરવું. નવી ગાઈડલાઈન પ્રમાણે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શરતો સાથે શાળા ખોલવાની મંજુરી આપવામાં આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે તેના પર આધાર રાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "હવે ભાવનગર અને રાજકોટના લોકો ફરીથી વિમાનમાં ઉડશે, સરકારે ફ્લાઇટ સેવા માટે લીધો મોટો નિર્ણય"
ટિપ્પણી પોસ્ટ કરો