‘તારક મેહતા કા…’ ના મેહતા સાહેબ એક એપિસોડ માટે લે છે આટલી મોટી રકમ, જાણો કેવી છે જીવનશૈલી ?

ટીવીનો પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લા ૧૨ વર્ષોથી દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ૧૨ વર્ષોમાં પણ આ શો માટે ઉત્સુકતા જરા પણ ઘટી નથી , પણ દિવસે ને દિવસે વધી રહી છે. એટલું જ નહિ કે દર્શક ફક્ત શો ની સ્ટોરીને જ પસંદ કરે છે સાથે જ શો ના કલાકારોને પણ ખુબ જ પસંદ કરે છે. આ શો ના પાત્રો એકદમ પોતાના માં જ અનોખા છે, જે દર્શકોની વચ્ચે ખાલી ઓનસ્ક્રીન જ પોપ્યુલર નથી, પણ ઓફસ્ક્રીન પણ એટલા જ જાણીતા છે. આ કડીમાં આજે વાત કરીશું તારક મેહતાનો રોલ કરવાવાળા શૈલેશ લોઢાની.
શો માં તારક મેહતાનો રોલ કરે છે એ અભિનેતાનું નામ શૈલેશ લોઢા છે. જણાવી દઈએ કે શૈલેશ એક્ટર હોવાની સાથે સાથે લેખક, કવિ અને કોમેડિયન પણ છે. એટલે તેઓ એમના ચાહકો વચ્ચે ખુબ જ જાણીતા છે. એટલું જ નહિ, તારક મેહતા બનતા પહેલા એ હાસ્યકવિના રૂપમાં પણ ઓળખ બનાવી ચુક્યા છે, પણ તારક મેહતા જ એમની સાચી ઓળખ બની ગઈ છે. આજે અમે તમને શૈલેશ લોઢાની કમાણી, પરિવાર અને એમની જીવનશૈલી વિષે જણાવવા જઈ રહ્યા છે, જે જાણવા માટે એમના ચાહકો ખુબ જ ઉત્સુક રહેતા હોય છે.
શૈલેશ લોઢાની જીવનશૈલી
તારક મેહતાના નામે ઘરે ઘરે જાણીતા બનેલા શૈલેશ લોઢા એક ખુબજ સારા લેખક છે, એટલું જ નહિ એમની પત્ની સ્વાતિ લોઢા પણ એક લેખિકા છે. શૈલેષની એક દીકરી પણ છે એનું નામ સ્વરા છે.
ગાડીઓના શોખીન છે તારક મેહતા
શૈલેશ લોઢાની ફી
જણાવી દઈએ કે ટીવી શો તારક મેહતા માં તારક મેહતા અને જેઠાલાલની ફીસ એકસરખી છે. એક એપિસોડ માટે બંને દોઢ લાખ રૂપિયા ફીસ લે છે.
શૈલેશે લખ્યા છે ઘણા પુસ્તકો
શૈલેશ લોઢા ઘણા પુસ્તકો પણ લખ્યા છે, એમાંથી બે હાસ્ય વ્યંગ્યના પુસ્તકો છે. જણાવી દઈએ કે શૈલેશને ઘણા પુરસ્કાર પણ મળ્યા છે.
0 Response to "‘તારક મેહતા કા…’ ના મેહતા સાહેબ એક એપિસોડ માટે લે છે આટલી મોટી રકમ, જાણો કેવી છે જીવનશૈલી ?"
ટિપ્પણી પોસ્ટ કરો