દેશની સૌથી પહેલી મહિલા બનીને ઉભરી આ દિવ્યાંગ મહિલા, બંન્ને હાથ નથી છતાં પગથી કાર ચલાવીને ફરી રહી છે દેશ-વિદેશ
આપણા દેશમાં દિવ્યાંગ સાથે એવું વર્તન કરવામાં આવે છે જાણે કે રોટલીમાંથી કાઢેલી કોર હોય. આપણ દરેક વાતમાં આ સમાજના લોકોને સાઈડલાઈન કરી દઈએ છીએ. પરંતુ તમે વિચારો કે જો તમને તમારા હાથમાં નાની અમથી પણ ઈજા થાય તો એક હાથથી કામ કરવું કેટલુ મુશ્કેલ થઈ જાય. બની શકે કે તમારા અડધા કામ તો એમનેમ જ અટકી જાય. પરંતુ કેરળના થોડુપુઝ્હામાં કરીમાનુર ગામની જિલુમોલ મૈરીયટ થોમસે આવી વિચાર શ્રેણી ધરાવતા લોકોના ગાલ પર સણસણતા તમાચા જેવો મેસેજ આપ્યો છે. આ છોકરી બન્ને હાથ વગર ગાડી ચલાવે છે. જન્મથી જ તેમના બંને હાથ નથી. જિલુમોલ જન્મથી જ થિલીડોમાઇડ સિન્ડ્રોમની દુર્લભ બિમારીથી પીડિત છે. આને કારણે, તેમના બંને હાથ નથી.
જિલુમોલ નાનપણથી જ તેના પગથી ગાડી ચલાવતી હતી. તે આખા વિસ્તારમાં ફરે છે અને તેની કારને ખૂબ સારી રીતે નિયંત્રિત કરે છે. માટે જિલુમોલે 2014માં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી હતી. જ્યારે તેમણે અરજી આપી ત્યારે આરટીઓ અધિકારીઓએ તેમને કહ્યું કે આખા ભારતમાંથી કોઈ એવી વ્યક્તિને શોધી લાવો કે જેને હાથ ન હોવા છતાં ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હોય. જો આવું હશે તો તમને પણ લાઈસન્સ આપવામાં આવશે.
પરંતુ આટલું થવા છતાં જિલુમોલ નિરાશ ન થઈ અને તે એવી વ્યક્તિની શોધમાં નીકળી. એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા હૃદયથી શોધવા નીકળો તો તમને ભગવાન પણ મળી શકે, તો આ તો વાત મનુષ્યની હતી. જિલુમોલ ેવી વ્યક્તિને શોધી કાઢે છે, તેનું નામ વિવેક અગ્નિહોત્રી છે અને તે દેશનો પહેલો વ્યક્તિ છે જેને હાથ વિના લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
જો કે, જિલુમોલને તેમ છતાં લાઇસન્સ આપવામાં ન આવ્યું. પછી તેને 2018માં હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. આ પછી કેન્દ્ર સરકારે નોડ જાહેર કરીને તેમને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યું. જિલુમોલ પાસે હાલમાં પણ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ છે. હવે તેમને કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ આપવું કે નહીં તે રાજ્ય સરકારનો નિર્ણય રહેશે. તેમના લાઇસન્સને એટલા માટે રોકવામાં આવ્યું કારણ કે જ્યારે જિલુમોલ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી રહી હતી ત્યારે આરટીઓ અધિકારીઓને તેની ડ્રાઇવિંગમાં થોડી કમી લાગી અને તેનું લાઇસન્સ રદ કરાયું હતું.
લાઇસન્સ રદ્દ કરવા અંગે જિલુમોલે કહ્યું, વિશ્વમાં બે પ્રકારના માણસો છે. એક જે તેમની નબળાઇઓને સ્વીકારે છે અને બહાનું બનાવી હાર માની લે છે, અને બીજો જે નબળાઓની સામે ઉભો રહે છે અને સફળ થવાનો પ્રયત્ન કરે છે. હું બીજા પ્રકારનું માણસ છું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દેશની સૌથી પહેલી મહિલા બનીને ઉભરી આ દિવ્યાંગ મહિલા, બંન્ને હાથ નથી છતાં પગથી કાર ચલાવીને ફરી રહી છે દેશ-વિદેશ"
ટિપ્પણી પોસ્ટ કરો