એક કપ લીંબુ ડુંગળીની ચા હાઈ બ્લડ પ્રેશરને રાખશે નિયંત્રણમાં, જાણો બનાવવાની રીત

ઉચ્ચ રક્તચાપ (હાઈ બીપી)અત્યારે એકદમ સામાન્ય છે. લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે યોગથી લઈને ખાનપાનમાં પરહેજ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે ફક્ત ૧ કપ ડુંગળીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કદાચ તમને સંભળાવામાં વિચિત્ર લાગે , પણ હા લસણની જેમ ડુંગળીની ચા પણ બનાવી શકાય છે. ડુંગળીની ચા બનાવવી ઘણી સરળ છે. ચાલો જાણીએ કે કઈ રીતે બનાવી શકાય ડુંગળીની ચા અને એ તમારા હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં મદદ કરે છે.

કેવી રીતે ડુંગળીની ચા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે?

ડુંગળીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે કારણકે ડુંગળીમાં ફ્લેવોનોલ અને હાઈ ક્વેરસેટિન નામનું તત્વ હોય છે , કે જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. એ સિવાય, કેટલાક અભ્યાસ એવું પણ જણાવે છે કે ડુંગળી કે ડુંગળીની ચા તમને હૃદયની બીમારીઓથી પણ દુર રાખે છે.

ડુંગળીમાં રહેલ ક્વેરસેટિન એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જે તમને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો ડુંગળીમાં રહેલ સલ્ફર લોહીને પાતળું કરવાનું કામ કરે છે, જેનાથી લોહીના ગઠ્ઠા નથી બનતા.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે લીંબુ

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે પણ લેમન ટી ફાયદાકારક છે. લેમન ટી પીવાથી હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા ખતમ થઇ જાય છે. એમાં પોટેશિયમની માત્રા મળી આવે છે. એ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. એટલે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે લેમન ટી એક ઉત્તમ વિકલ્પ છે.

ડુંગળી લીંબુની ચા બનાવવાની રીત

ડુંગળીની ચા બનાવવા માટે તમારે અહિયાં નીચે જણાવેલ કેટલીક વસ્તુઓનું જરૂર પડશે

  • ૧ કાપેલી ડુંગળી
  • ૨- ૩ લવિંગ અને લસણની કળીઓ
  • ૧ ચમચી મધ
  • ૧-૨ કપ પાણી
  • ૧ લીંબુ

બનાવવાની રીત

ડુંગળીની ચા બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી લો અને એમાં પાણી નાખીને ઉકાળો. એ પછી ઉકળતા પાણીમાં કાપેલી ડુંગળી ઉમેરો. થોડી વાર ઉકળ્યા પછી પાણીનો રંગ બદલાય તો ગેસ બંદ કરી દો. પછી ગરણીમાં ગાળી લો કપમાં કાઢી લો.

તમે એમાં સ્વાદ પ્રમાણે મધ અને લીંબુ ઉમેરો. કેટલાક લોકો ચા ને અલગ અલગ રીતે બનાવતા હોય છે , પણ એમાં ડુંગળી એક જરૂરી વસ્તુ હોય છે. તમે આ ચા રોજ સવારે પીવો, એનાથી તમે ઉર્જાવાન રહેશો અને તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે.

Related Posts

0 Response to "એક કપ લીંબુ ડુંગળીની ચા હાઈ બ્લડ પ્રેશરને રાખશે નિયંત્રણમાં, જાણો બનાવવાની રીત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel