OMG! WHOએ કોરોનાને લઈને આપી ભયંકર ચેતવણી, આ બે મહિનામાં વધી શકે છે મૃત્યુઆંક, જાણો અને ખાસ રાખો પોતાની કાળજી
હાલ તમામ લોકો વિચારી રહ્યા છે કે કોરોનાવાયરસની બીમારીનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે, પણ બીમારી એટલી સરળતાથી જવાની નથી પરંતુ કોવિડ -19નો અંત આવવાના બદલે વધુ લોકોના મોત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપતા કહ્યું છે કે આ સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઓક્ટોબર અને નવેમ્બરમાં વધુ વધશે. આ સંસ્થાના યુરોપના ડાયરેક્ટર હંસ ક્લુગે ચેતવણી આપી છે.

ક્લૂગે એક ઈન્ટરવ્યૂમા જણાવ્યુ કે, આ તે સમય છે જ્યારે વિશ્વમાં લોકો ખરાબ સમાચાર માટે તૈયાર નથી, અને હું તે વાતને સમજું છું. સાથે તેમણે કહ્યું કે, બધા દેશો જલદી મેસેજ આપવા ઈચ્છે છે કે મહામારી ખતમ થઈ રહી છે. સોમવાર અને મંગળવારે WHO યૂરોપના 55 સભ્ય રાજ્યો ઓનલાઇન બેઠકનું આયોજન કરી રહ્યાં છે. આ બેઠકમાં નોવેલ કોરોના વાયરસ માટે કરવામાં આવેલા પ્રયાસો પર ચર્ચા થશે.

કોપનહેગનમાં ક્લૂગ તે દેશોને ચેતવણી આપવા ઈચ્છે છે જેઓ એમ માને છે કે વેક્સિન વિકસિત થવાથી મહામારીનો અંત થઈ જશે. પરંતુ તેમણે કહ્યું, હું માનું છું કે વેક્સિન વિકસિત થયા બાદ દુનિયાને મહામારીથી છૂટકારો મળી જશે એવું નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં યૂરોપમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યાં છે વિશેષ કરીને સ્પેન અને ફ્રાન્સમાં. માત્ર શુક્રવારે 55 દેશોમાં 51 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા, જે એપ્રિલના ગ્રાફ કરતા પણ વધુ છે.

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની વેક્સિન પર પરીક્ષણ ચાલી રહ્યું છે અને ટુંક સમયમાં કોરોના વાયરસની રસી બજારોમાં આવી શકે તેમ છે. શક્યતા એમ પણ છે કે રસીને આવતા વાર પણ લાગી શકે તેમ છે, પણ કોરોનાવાયરસને હળવાશથી લઈ શકાય તેમ નથી. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન પોતે જ રાખવાનું છે અને સતર્કતાથી કામ કરવાનું છે.

આપણી સુરક્ષા આપણા હાથોમાં છે તે રીતે સતર્ક રહેવાની જરૂર છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, સરકાર તો કોરોના વાયરસ સામે પોતાની રીતે તમામ પ્રકારના પગલા લઈ રહી છે પરંતુ આપણી પણ સતર્કતા જરૂરી છે અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "OMG! WHOએ કોરોનાને લઈને આપી ભયંકર ચેતવણી, આ બે મહિનામાં વધી શકે છે મૃત્યુઆંક, જાણો અને ખાસ રાખો પોતાની કાળજી"
ટિપ્પણી પોસ્ટ કરો