હંસના આ વીડિયોને અઢી કરોડથી પણ વધુ મળી ચુક્યા છે વ્યૂઝ, મહિલાને આ રીતે શીખવાડ્યું માસ્ક પહેરતા, શું તમે જોયો આ વિડીયો?
વિશ્વભરમાં ફલાયેલા કોરોના વાયરસના કારણે લોકોને અનેક પ્રતિબંધોને સામનો કરવો પડી રહ્યો છે. તેમા સૌથી મહત્વપૂર્ણ છે માસ્ક પહેરવાનો. જો તમે ઘરની બહાર ક્યાંય જઇ રહ્યા છો તો માસ્ક વિના તમે તમારા જીવને જોખમમાં મુકી રહ્યા છો. આવા કિસ્સામાં માસ્ક એક અનિવાર્ય બની ગયું છે જો કે, માસ્ક પહેરવામાં પણ ઘણા લોકો બેદરકારી રાખે છે, ઘણા લોકો તેને મોં હેઠળ અથવા ગળામાં લટકાવતા જોવા મળે છે. મોંની નીચે માસ્ક લટકાવવાને કારણે એક હંસે એક સ્ત્રીને પાઠ ભણાવી દીધો. જેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા ક્યાંક ફરી રહી હતી.
આ સમય દરમિયાન તેને એક હંસ જોવા મળે છે અને તે હંસને જોઈએ તેની સામે નીચે બેસી જાય છે. આ સમય દરમિયાન તે સ્ત્રી તેના માસ્કને મોંથી હટાવીને ગળા સુધી નીચે લટકાવે છે. પછી હંસ કંઈક એવું કરશે કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર, જેવી મહિલા હંસની સામે બેસે છે, કે તુરત જદ હંસ મહિલાનું માસ્ક તેની ચાંચ વડે પકડીને તેના મોં પર બરાબર મૂકી દે છે. માસ્ક યોગ્ય રીતે પહેરાવવાની હંસની આ રીત જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતો અને આ વિડિયોને ખૂબ જ પસંદ કરવામં આવી રહ્યો છે.
😭🤣 pic.twitter.com/io05HI7V8X
— -VÉNOM- (@anthonysarti11) September 10, 2020
બે કરોડ 56 લાખથી વધુ વ્યૂઝ

આ વિડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ થોડીક સેકંડના આ વિડિયોને સોશિયલ મિડિયા પર લોતો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી મહિલા હંસની સામે બેસે છે, કે તુરત જ હંસ મહિલાનું માસ્ક તેની ચાંચ વડે પકડીને તેના મોં પર બરાબર મૂકી દે છે. આ વીડિયોને વેમન મન દ્વારા એક ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. માત્ર પાંચ દિવસમાં આ વીડિયોને બે કરોડ 56 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લગભગ બે લાખ 16 હજાર લાઈક્સ પણ મળી છે. તો આ વિડિઓ 83 હજારથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે.
એક લાખ 19 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી

આ વિડિયો પર એક લાખ 19 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. કોઈકે લખ્યું છે કે અમે તમને જણાવ્યું હતું કે માસ્ક પહેરીને રાખો. બીજા યૂઝરે લખ્યું છે કે આપણે આવા હંસને રાખવા જાઈએ જે આખા દેશમાં માસ્કના નિયમને સારી રીતે લાગુ કરી શકે છે અને તે રસપ્રદ રહેશે. જો કે, હંસનો આ વિડિયો તમને મજેદાર અને રમૂજી લાગે છે્, પરંતું તે ચિંતાની વાત છે કે લોકો કોરોના વાયરસના વધતા જતા કહેર વચ્ચે પણ માસ્ક યોગ્ય રીતે પહેરતા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "હંસના આ વીડિયોને અઢી કરોડથી પણ વધુ મળી ચુક્યા છે વ્યૂઝ, મહિલાને આ રીતે શીખવાડ્યું માસ્ક પહેરતા, શું તમે જોયો આ વિડીયો?"
ટિપ્પણી પોસ્ટ કરો