ભારતમાં આ ચાઈનિઝ કંપનીને સેમસંગે આપ્યો મોટો ઝટકો, સ્માર્ટફોન વેંચાણમાં બની નંબર-1
ભારત અને ચીન વચ્ચે વર્ષોથી સ્પર્ધા ચાલી આવે છે. 1965 ના યુદ્ધના સમયથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતો રહ્યો છે. જો કે થોડા મહિના પહેલા ગલવાનમાં થયેલી અથડામણ બાદ આ રોષ વધુ ભભૂકી ઉઠ્યો અને ભારતમાં ચીનના માલના બહિષ્કારની માગ તેજ બની.

કદાચ એ જ કારણ છે કે આજે ચીની સ્માર્ટફોન કંપની Xiomi ને મોટો ફટકો પડ્યો છે, તેના વેચાણમાં મોટો ઘટાડો થયો છે.

જો કે તાજેતરના તહેવારોની સીઝનમાં નવા લોન્ચ થયેલા ફોન અને ઓનલાઈન સાઈટની ખરીદીના લીધે તે ફરી એક વાર નંબર 1 નો તાજ પહેરી શકે છે. ભારતમાં તેના માર્કેટને તેણે સાવ ગુમાવી દીધું નથી જેનો તેને ફાયદો મળશે. પરંતુ તેની ઘણી પ્રોડક્ટને મોટો ફટકો લાગ્યો છે.
Samsung એ આપ્યો ઝટકો

Samsung આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં Xiomi થી આગળ છે. આ કંપની લાંબા સમયથી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં નંબર -1 છે, હાલમાં બન્ને કંપનીઓ વચ્ચે નંબર વનને લઈને સ્પર્ધા ચાલી રહી છે. દક્ષિણ કોરિયન ટેક કંપની Samsung સતત બે વર્ષથી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Xiomi થી પાછળ છે. હવે Samsung ફરી એક વાર નંબર -1 થઈ ગયું છે. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઇન્ટના ડેટા અનુસાર, 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં Samsung નો માર્કેટ શેર 24% છે. ચીની સ્માર્ટફોન ઉત્પાદક Xiomi વિશે વાત કરીએ તો આ કંપનીનો માર્કેટ હિસ્સો 23% સુધી છે. આમ બન્ને વચ્ચે માત્ર એક ટકાનો જ ફરક છે.
ચાઈનિઝ કંપનીના માર્કેટ શેરમાં ઘટાડો

ચાઈનિઝ કંપની ગયા વર્ષ સુધી એટલે કે 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં, Xiomi નો માર્કેટ શેર થોડો ઘટાડો થયો છે. ભારત – ચીનમાં ચાલી રહેલા સરહદ તણાવને કારણે પણ આ શક્ય છે.ઉલ્લેખનીય છે કે, માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટર પોઇન્ટના અહેવાલ મુજબ, બે વર્ષ પહેલા સમાન ક્વાર્ટર દરમિયાન, Xiomi, Samsung ને પાછળ છોડી હતી અને નંબર -1 બની હતી. કાઉન્ટર પોઇન્ટ મુજબ, Xiomi 2018 ના ત્રીજા ક્વાર્ટર પછી પ્રથમ વખત નંબર -2 પર આવી છે.
Xiomi ફરીથી નંબર -1 થઈ શકે છે

જો કે, આ સ્થિતિ લાંબી ચાલવાની અપેક્ષા નથી અને આગામી ક્વાર્ટરમાં Xiomi ફરીથી નંબર -1 થઈ શકે છે.છેલ્લા એકથી બે મહિનામાં Xiomi એ ભારે સ્માર્ટફોન વેચ્યો હોવાથી અને ઉત્સવની સિઝનમાં પણ કંપનીને સારો પ્રતિસાદ મળ્યો છે. તો એમ કહેવું બહુ વહેલું છે કે Samsung ઘણા સમયથી ભારતમાં નંબર -1 સ્માર્ટફોન કંપની બની ગઈ છે. કેમ કે Xiomi ની તુલનામાં Samsung પાસે માર્કેટ શેરમાં ફક્ત 1% તફાવત છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે Xiomi ના એકીચક્ર સાશનને સેમસંગે જોરદાર ટક્કર આપી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભારતમાં આ ચાઈનિઝ કંપનીને સેમસંગે આપ્યો મોટો ઝટકો, સ્માર્ટફોન વેંચાણમાં બની નંબર-1"
ટિપ્પણી પોસ્ટ કરો