સોમવારના દિવસે કરો આ કામ, ભોળા ભંડારીની કૃપા તમારા બગાડતા કામ સુધારી દેશે
આપે સોમવારના દિવસે કરો આ કામ, ભોળા ભંડારીની કૃપાદ્રષ્ટિથી બની જશે આપના બગડતા કામ.
આજે સોમવાર છે. સોમવારના દિવસને ભોળા ભંડારીનો દિવસ માનવમાં આવે છે. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા, આરાધના કે પછી વ્રત રાખવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ સોમવારના દિવસે વ્રત અને પૂજા કરવાથી ભગવાન શિવજી પોતાના ભક્તો પર ઘણી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે.

ભગવાન શિવ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. વ્રત અને પૂજા કરનાર ભક્તોના જીવન માંથી દુઃખ, રોગ, કલેશ અને આર્થિક તંગી દુર થઈ જાય છે. કુંવારી કન્યાઓ દ્વારા સોમવારના દિવસે વ્રત અને શિવ પૂજન કરવામાં આવે છે તો તેમના વિવાહ જલ્દી થઈ જાય છે. એટલું જ નહી ભગવાન શિવ કુંવારી કન્યાને ભોળાનાથ જેવો મનોવાંચ્છીત વર પ્રાપ્ત થાય છે.

સોમવારના દિવસે સવારના સમયે સ્નાનાદી કાર્યો પૂર્ણ કરી લીધા પછી મંદિર જઈને કે પછી ઘરે જ રહીને વિધિવિધાનથી ભગવાન શિવજીની પૂજા કરો. સૌથી પહેલા ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અને દુધથી સ્નાન કરાવવું. ત્યાર બાદ તેમની પર ચંદન, ચોખા, ભાંગ, સોપારી, બીલીપત્ર અને ધતુરો ચઢાવવો જોઈએ. ભગવાન શિવને ભોગ લગાવ્યા પછી અંતમાં ભગવાન શિવની વિધિ- વિધાનથી આરતી કરો. સોમવારના દિવસે જો ભક્તજન આ એક વિધિથી પૂજન કરશો તો ભગવાન શિવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થશે અને બધી મુશ્કેલીઓ દુર કરીને મનોકામનાઓ પૂરી કરશે.

ભગવાન શિવ જેઓ જલ્દી જ પ્રસન્ન થઈ જવાના લીધે આશુતોષ પણ કહેવામાં આવે છે તેમની પૂજા, દૂધ, દહીં, મધ, ચોખા, પુષ્પ અને ગંગાજળથી પૂજન કરવું જોઈએ. એવું કહેવાય છે કે, ભગવાન શિવ એક લોટો જળથી પણ પ્રસન્ન થઈ જાય એવા દેવ છે. જો કોઈ વ્યક્તિ શિવજીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેમણે રોજ શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ. ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારના દિવસે ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ. આ નિયમથી અભ્ગ્વન શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શિવજીની પ્રસન્નતાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મુશ્કેલીઓ દુર કરી શકાય છે.

સોમવારની સવારના સમયે જલ્દી ઉઠો અને સ્નાનાદી વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને ભગવાન શિવજીના મંદિરે જવું. મંદિર પહોચીને ભગવાન શિવજીની સામે વ્રત કરવાનો સંકલ્પ લેવો. આ વ્રતમાં એક સમયે રાતના સમયે ભોજન કરવું જોઈએ. આપ દિવસ દરમિયાન ફળાહાર કરી શકો છો. આ સાથે જ આપ દૂધનું સેવન પણ કરી શકો છો.

સંકલ્પ કરી લીધા પછી શિવલિંગ પર લ અર્પિત કરો. ગાયનું દૂધ અર્પિત કરવું. ત્યાર બાદ પુષ્પ હાર, ચોખા, કુમકુમ, બીલીપત્ર, મીઠાઈ વગેરે સામગ્રીને અર્પિત કરવી જોઈએ. શ્રાવણ માસમાં ભગવાન શિવનું પૂજન કરવાની સાથે જ શિવનો મહામંત્ર ‘ઓમ મહાશિવાય સોમાય નમ:’ કે પછી આ મંત્ર ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ.

આ મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી ૧૦૮ હોવી જોઈએ. આપે જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો સર્વશ્રેષ્ઠ રહે છે. શિવ પરિવાર (પ્રથમ પૂજ્ય શ્રી ગણેશ, માતા પાર્વતી, કાર્તિકેય, નંદી, નાગ દેવતા)નું પણ પૂજન કરવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "સોમવારના દિવસે કરો આ કામ, ભોળા ભંડારીની કૃપા તમારા બગાડતા કામ સુધારી દેશે"
ટિપ્પણી પોસ્ટ કરો