શિયાળામાં આ કારણોથી થાય છે સૌથી વધારે રોડ એક્સિડન્ટ, જાણો કેવી રીતે રાખશો સાવચેતી
ભારતમાં શિયાળાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે અને સાથે જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ શું તમારી કાર આ શિયાળાની ઋતુ માટે તૈયાર છે ? આ સવાલ અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે શિયાળામાં સામાન્ય કરતા વધુ રોડ એક્સિડન્ટ નોંધાતા હોય છે. અને તેનું એક મુખ્ય કારણ વિંડશીલ્ડ / વિંડસ્ક્રીન છે. અસલમાં કોઈપણ કારમાં વિંડશિલ્ડ કે વિંડસ્ક્રીન બહુ મહત્વનું ફીચર હોય છે.

સરળ ભાષામાં વાત કરીએ તો કોઈપણ કારની વિંડશિલ્ડ કે વિંડસ્ક્રીન લોકલ અથવા ખરાબ ગુણવત્તાનું હોય તો રોડ એક્સિડન્ટની સંભાવના અનેકગણી વધી જાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એવી પાંચ બાબતો વિશે જણાવીશું જેને ધ્યાનમાં રાખીને તમે શિયાળાની ઋતુમાં રોડ એક્સિડન્ટથી બચી શકો છો. તો શું છે એ પાંચ બાબતો આવો જાણીએ.

શિયાળાની ઋતુમાં વિંડસ્ક્રીન પર ધૂળ જામી જવી એ સામાન્ય વાત છે. પણ આ કારણે ગાડી ચલાવતા સમયે સામેના દ્રશ્યો સ્પષ્ટ નથી જોઈ શકાતા. જો કે એક ટ્રિકનો ઉપયોગ કરી તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. અસલમાં વરસાદ કે ઝાકળને કારણે જ્યારે પણ વિંડસ્ક્રીન પર ડસ્ટ જમા થવા લાગે ત્યારે તમારી કારનું એસી તુરંત ચાલુ કરી ડિફોગર મોડ પર લગાવી દેવું. આમ કરવાથી થોડી જ વારમાં વિંડસ્ક્રીન પર લાગેલો ભેજ હટી જશે.

ઘણા ખરા લોકો પૈસા બચાવવા માટે પોતાની કારમાં લોકલ વિંડસ્ક્રીન લગાવતા હોય છે. આનું પરિણામ એ આવે છે કે તેમાં સ્પષ્ટ અને ક્વોલિટી વ્યુ નથી મળતો તથા તે ટકાઉ પણ નથી હોતા. આવું ભોગવવા કરતા હંમેશા સારી ક્વોલિટી અને સારી બ્રાન્ડના જ વિંડસ્ક્રીન પસંદ કરવા. જો સારા વિંડસ્ક્રીન તૂટી જાય તો પણ તમારે પૈસા ગુમાવવાના નથી આવતા કારણ કે કારની ઇન્સ્યોરન્સ પોલિસીમાં વિંડસ્ક્રીન પર 100 ટકા કવર મળે છે.

જો ઝાકળ વધારે હોય તો ગાડીની હેડલાઈટ ઓન કરી દેવી. એ સિવાય પાર્કિંગ લાઇટ્સને ઓન કરવી પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે સાંજના સમયે હેડલાઈટના બદલે પાર્કિંગ લાઇટ્સ ઓન રાખવી જોખમી પણ થઈ શકે છે કારણ કે સામેથી આવતા વાહનો તમારી ગાડી સુધીના અંતરનો યોગ્ય અંદાજ નથી લગાવી શકતા. માટે પાર્કિંગ લાઇટ્સના સ્થાને લો બીમ પર હેડલાઈટ ઓન રાખવી જ હિતાવહ છે.

કારની વિંડસ્ક્રીન સારા કપડાથી સાફ રાખવી. અસલમાં ઘણા ખરા લોકો એ કપડાં વડે જ પોતાના વિંડસ્ક્રીનની સફાઈ કરતા હોય છે જે કપડાથી તેઓએ કારને સાફ કરી હોય. આ કપડાથી વિંડસ્ક્રીન સાફ કરવાથી તેને નુકશાન પણ થઈ શકે છે. એ સિવાય કાર પર લાગેલા વાઈપર દ્વારા પણ વિંડસ્ક્રીનને સાફ કરવું હિતાવહ નથી કારણ કે વાઈપરથી સાફ કર્યા બાદ આ વિંડસ્ક્રીનને નુકશાન પણ કરી શકે છે.
કારની વિંડસ્ક્રીનને બદલવા કે સર્વિસ કરવાનું થાય ત્યારે ગાડીને લોકલ મિકેનિક પાસે લઈ જવા કરતા ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટરમાં જ લઈ જવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શિયાળામાં આ કારણોથી થાય છે સૌથી વધારે રોડ એક્સિડન્ટ, જાણો કેવી રીતે રાખશો સાવચેતી"
ટિપ્પણી પોસ્ટ કરો