કાઠિયાવાડની ધરતીને એમ જ દાતારી અને ખુમારીની ધરતી નથી કહેવાતી, દીકરાનું દાન મળવાનો પ્રથમ કિસ્સો બન્યો
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ‘ગુરૂ’ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. ત્યારે હાલમાં જ આપણે ગુરુપૂર્ણિમાનો તહેવાર પણ ઉજવ્યો. ત્યારે એક એવો દાખલો સામે આવ્યો છે કે જેની આખા ભારતે નોંધ લીધી અને લોકોએ વધાવ્યો તેમજ વખાણ્યો છે.

જો આ કેસ વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના એક મંદિરમાં દીકરાનું દાન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના હરદા સીટીમાં રહેતા અને ટીમ્બર માર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ પટેલના બે પુત્રોમાંથી 7 વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણામાં દીકરાનું દાન આપવાનો આ કિસ્સો હાલમાં ભારે ચર્ચાઈ રહ્યો છે. વાત કંઈક એમ છે કે ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ હરદા સીટીથી ઘનશ્યામભાઈ પટેલ અને તેમના પરિવાર સાવરકુંડલા માનવ મંદિર આવી પહોંચ્યો હતો અને આ 7 વર્ષના પુત્રને ગુરુ શ્રી પૂ.ભક્તિ બાપુના ચરણોમાં સમર્પિત કર્યો હતો.

જ્યારે આ ઘટના બની ત્યારે બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સોહમને સપ્રેમ સ્વીકારી તેમના અભ્યાસનો ઉછેર તેમજ સંસ્કારની જવાબદારી લીધી હતી. ત્યાં હાજર લોકો પણ આ ઘટના જોઈને ચોંકી ગયા હતા. બાપુએ પરિવારને વચન આપ્યું કે તેઓ દરેક ફરજ પુરી કરશે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દીકરાના દાન દુધરેજની જગ્યામાં આપવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં માનવ મંદિરમાં આ પ્રથમ દાખલો એવો છે કે જ્યાં દીકરાનું દાન મળ્યું છે. માટે જ આ કિસ્સો આખા દેશમાં ચર્ચામાં આવ્યો છે.

જો માનવમંદિર વિશે વાત કરીએ તો માનવ મંદિરમાં ક્યારેય કોઈ પાસે ફાળો નહીં કરવાના કોઈ પાસે માગવું નહીં એવા અઘરા નિર્ણય સાથે આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રભુકૃપાથી સતત જરૂરિયાત મુજબનું દાન મળી રહે છે અને માનવ મંદિરના અનેક સેવકો ભક્તો યથાશક્તિ દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આજથી સાત વર્ષ પહેલા રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર ભક્તિ બાપુએ નિસ્વાર્થ ભાવે અને સેવાની ભાવનાથી આ આશ્રમની સ્થાપના કરી હતી.

તેમજ વાત કરવામાં આવે તો આશ્રમમાં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી સમાજમાં પુન સ્થાપિત કરવાનો પ્રયાસ આ આશ્રમમાં કરવામાં આવી રહ્યો છે. જો આંકડા સાથે વાત કરીએ તો અત્યાર સુધીમાં 92 જેટલી બહેનો સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. હાલમાં 54 જેટલી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનું ભક્તિ બાપુની નિશ્રામાં પ્રયાસ કરી રહી છે.

આ સાથે વિશેષ વાત કરીએ તો ઓશો કહે છે ગુરૂનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે, પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે, સમય ખૂબ થોડો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ONLY GUJARAT)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કાઠિયાવાડની ધરતીને એમ જ દાતારી અને ખુમારીની ધરતી નથી કહેવાતી, દીકરાનું દાન મળવાનો પ્રથમ કિસ્સો બન્યો"
ટિપ્પણી પોસ્ટ કરો