સંજય દત્ત કેન્સરની સારવાર માટે કિમો નહિં પણ લઇ રહ્યા છે આ ખાસ ટ્રિટમેન્ટ, જાણો કેટલું ઓછુ થઇ ગયુ વજન
કેન્સરના ઉપચાર માટે સંજય દત્ત નથી લઈ રહ્યા કીમોથેરપી, આવી રીતે કરવામાં આવી રહી છે તેમની ટ્રીટમેન્ટ, આટલું થઈ ગયું છે વજન.
સંજય દત્ત (Sanjay Dutt) હાલના દિવસોમાં ફેફસાના કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે. તેમને ચોથા સ્ટેજનું કેન્સર છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં તેમની ફોટોસ વાયરલ થઈ હતી, જેમાં તેઓ ઘણા નબળા જોવા મળી રહ્યા હતા. એને લઈને કહેવામાં આવી રહ્યું હતું કે, કીમોથેરપીના કારણે તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. જો કે, હકીકત કઈક બીજી જ છે. રીપોર્ટસના જણાવ્યા મુજબ ના તો તેમનું વજન ઓછું થયું છે અને નહી જ તેમની કીમોથેરપી ચાલી રહી છે. સંજય દત્તના નજીકના લોકોનું કહેવું છે કે તેમના વજનમાં ફક્ત પાંચ કિલોનો ઘટાડો થયો છે અને તેઓ કીમોથેરપીને બદલે ઈમ્યુનોથેરપી કરાવી રહ્યા છે. નજીકના લોકોની માનીએ તો તેમની બીમારી એટલી ગંભીર છે નહી, જેટલી કે તેને પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.
સંજયના નજીકની વ્યક્તિઓનું તેમના સ્વાસ્થ્યને લઈને પણ નવી વાત જણાવી છે. તેમના જણાવ્યા મુજબ સંજય કીમોથેરપીને બદલે ઈમ્યુનોથેરપી લઈ રહ્યા છે. આ એક નવી ટેકનીક છે, જેમાં શરીરની પ્રતિરક્ષક કોશિકાઓ, કેન્સરની મેલિનેન્ટ કોશિકાઓ સાથે લડવામાં મદદ કરે છે.
ઈમ્યુનોથેરપી લેવાથી બીમારી સામે લડવાની તાકત એટલી મજબુત થઈ જાય છે કે, કેન્સર જેવી બીમારીનો મુકાબલો પણ કરી શકે છે. રીપોર્ટમાં ઘણા બધા લોકોને ઈમ્યુનો ઓંકોલોજીથી ફાયદો થયો છે. આ ટેકનીકમાં દરેક વ્યક્તિની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ઈમ્યુન બુસ્ટર થેરપી આપવામાં આવે છે. ઈમ્યુન સેલ્સ ખાસ કરીને કેન્સરની કોશિકાઓ પર હુમલો કરે છે અને શરીરની સ્વસ્થ કોશિકાઓને કોઈ નુકસાન પહોચાડતી નથી.
કીમોથેરપી દરમિયાન હેલ્ધી સેલ્સને પણ અસર થાય છે. એના પરિણામએ આવે છે કે, કેન્સરનો રોગ બીજીવાર થવાના ચાંસ રહે છે સંજય દત્ત ઈમ્યુનોથેરપી લઈ રહ્યા છે એનાથી ટ્રીટમેન્ટની વધારે સાઈડ ઈફેક્ટ થતી નથી.
સંજયના પરિવારના એક સભ્યનું કહેવું છે કે, સામે આવેલ ફોટોસમાં તેમનું વજન ઘટી ગયું હોવાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય છે. જયારે હકીકત આ છે કે, તેઓ રોજ બેથી ત્રણ કલાક જીમમાં વિતાવી રહ્યા છે. સંજય દત્તની અપકમિંગ ફિલ્મો માટે તેમને સ્લિમ લુકમાં દેખાવાનું છે.
કથળતા સ્વાસ્થ્યને દેખાવાનું કારણ જણાવતા તેમના નજીકના કહે છે કે, સંજયએ છેલ્લા ઘણા લાંબા સમયથી શેવ કરી હતી નહી. આવામાં વધી ગયેલ દાઢીના કારણે તેમના ચહેરા અને ગળાની સીલવટો દેખાતી હતી નહી અને ચહેરો પણ ભરેલો દેખાતો હતો.
બાળકોને મળવા દુબઈ જતા પહેલા તેમણે ક્લીન શેવ કરાવી અને જયારે તેઓ પાછા આવ્યા તો પાતળા ચહેરાના લીધે તેમને વધારે બીમાર જણાવવામાં આવ્યા, જયારે તેઓ ખરેખરમાં સ્વસ્થ છે. એટલું જ નહી તેઓ રોજ નવા રાઈટર્સ અને ડાયરેક્ટર્સને મળી રહ્યા છે. છેલ્લા બે દિવસોથી તેમણે બે- ત્રણ ડાયરેક્ટર્સ સાથે નવી વાર્તાઓના નેરેશન માટે છે.
સંજયના નજીકનાની વાતોની પુષ્ટિ ફિલ્મ મેકર રવિ ચઢ્ઢાના નજીકનાઓએ પણ કરી છે. રવિ ચઢ્ઢા તેમની સાથે ‘ડમ ડમ ડિગા ડિગા’ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં જૈકી શ્રોફ અને સુનીલ શેટ્ટી પણ છે. આ ફિલ્મને યાસ્વી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી રહ્યા છે. જેમણે હાલમાં જ શ્રેયસ તલપડે અને પવન મલ્હોત્રા વગેરે સાથે ‘સેટર્સ’ બનાવી હતી.
મેકર્સએ સંજયની સુવિધાને ધ્યાનમાં રાખતા મહેબુબ સ્ટુડિયોમાં શુટિંગનું શેડ્યુલ રાખ્યું છે. તેમના મુજબ આ ધમાલ વાળા જોનર વાળી ફિલ્મ થશે. આ પ્રોજેક્ટ સિવાય સંજય દત્ત ફિલ્મ ‘શમશેરા’ની ડબિંગ અને ફિલ્મ ‘ભુજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું બાકી રહેલ કામ પણ પૂરું કરશે.
સંજય દત્તના વર્કફ્રંટની વાત કરીએ તો સંજયની આવનાર ફિલ્મોમાં ‘શમશેરા’, ‘કેજીએફ ચેપ્ટર- 2’, ‘પૃથ્વીરાજ’, ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ અને ‘તોરબાજ’ સામેલ છે. એમાંથી કેટલીક ફિલ્મોનું કામ પૂરું થઈ ગયું છે, જયારે કેટલીક ફિલ્મોમાં થોડું ઘણું કામ બાકી છે.
0 Response to "સંજય દત્ત કેન્સરની સારવાર માટે કિમો નહિં પણ લઇ રહ્યા છે આ ખાસ ટ્રિટમેન્ટ, જાણો કેટલું ઓછુ થઇ ગયુ વજન"
ટિપ્પણી પોસ્ટ કરો