ઘટ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો દિવાળીના ભાવને લઈને જાણકારોનું મંતવ્ય
ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે ડિસેમ્બરનો વાયદા ભાવ 0.13 ટકા એટલે કે 2.50 ડોલરના ઘટાડા સાથે 1906.40 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થયો હતો. જ્યારે સોનાનો વૈશ્વિક હાજર ભાવ 9.42 ડોલરના ઘટાડા સાથે 1899.29 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થયો હતો.

ચાંદીનો ડિસેમ્બરનો વાયદા ભાવ 0.18 ડોલરના વધારા સાથે 24.41 ડોલર પ્રતિ ઓંસ રહ્યો. જ્યારે વૈશ્વિક હાજર ભાવ 0.14 ડોલરના ઘટાડા સાથે 24.16 ડોલર પ્રતિ ઓંસ રહ્યો હતો. એટલે કે છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ઘટાડામાં સોનાના ભાવમાં 5500નો ઘટાડો આવ્યો છે તો ચાંદીમાં 16500નો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દિવાળીમાં પણ સોના ચાંદીના ભાવમાં ખાસ વધારો જોવા મળશે નહીં.
દિવાળી સુધીમાં ભાવમાં મોટા ફેરફારની કોઈ આશા નહીં

બજારના જાણકારો કહે છે કે સોનાની કિંમતોમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે પહેલાંના સ્તરે આવશે. શેરબજારની ચાલના આધારે પણ તેમામં ફેરફાર આવી શકે છે. સોનાના ભાવ 50000 અને ચાંદીના ભાવ 60000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. આવનારા સમયમાં તેમા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તેમનું કહેવું છે કે દિવાળી સુધી સોનાની કિંમતોમાં કોઈ મોટા ઘટાડાના આસાર નથી. દિવાળી પર પણ સોનાના ભાવ 50-52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેશે.
જાણો ઓગસ્ટની સરખામણીએ ભાવમાં ફેરફાર

સોના અને ચાંદીની વાયદા કિંમતો પોતાના ઉચ્ચ સત્રથી નીચે આવી છે. એમસીએક્સ પર શુક્રવારે સોનાનો ડિસેમ્બરનો વાયદાભાવ 165 રૂપિયાના ઘટાડાની સાથે 50547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે ચાંદીનો ડિસેમ્બરનો વાયદા ભાવ 61676 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. સોનાની કિંમતમાં સૌથી વધારો ઓગસ્ટમાં જોવા મળ્યો હતો.

સોનાની વાત કરીએ તો તેનો ડિસેમ્બરનો વાયદા ભાવ 6 ઓગસ્ટે 56015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે 16 ઓક્ટોબરે 5500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે રહ્યો છે. જો અત્યારના ભાવની સાથે તુલના કરીએ તો ચાંદીમાં 16500 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડોલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી આવતા સસ્તું થયું સોનું

જાણકારોના આધારે છેલ્લા કેટલાક સમયમાં સોનાની કિંમતોમાં નોંધાયેલો ઘટાડો છેલ્લા 2 મહિનામાં ડોલરના સરખામણીએ રૂપિયામાં આવેલો વધારો છે. હાલમાં રૂપિયો 73થી 74ની વચ્ચે ચાલી રહ્યો છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78ના સ્તરે પહોંચે તેવી શક્યતા છે. રૂપિયામાં આવેલી મજબૂતીથી સોનાની કિંમત ઘટી છે. ડોલરમાં વધારો આવે તો લાંબા સમયે સોનાના ભાવ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ઘટ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો દિવાળીના ભાવને લઈને જાણકારોનું મંતવ્ય"
ટિપ્પણી પોસ્ટ કરો