BIG NEWS : કોરોના રસીને લઈને આવ્યા શુભ સમાચાર, આ મહિને મળી શકે છે દેશી વેક્સિન
કોરોનાના વધતા કહેર વચ્ચે વિશ્વભરના લોકો સલામત અને અસરકારક રસીની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ત્રણ રસી આ દોડમાં આગળ વધી રહી છે અને સફળતાથી થોડાક પગથિયા દૂર છે. ત્રણેય રસીનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. ભારતની દેશી કોરોના રસી ‘કોવોક્સિન’ ઉપર દેશને મોટી આશા છે.
ઈન્ડિયા બાયોટેક કંપનીએ આ રસી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (NIV) ના સહયોગથી બનાવી છે. આ રસી પ્રારંભિક તબક્કાના પરીક્ષણોમાં સારી અસર દેખાડી છે. દેશભરના લોકોના મનમાં આ સવાલ છે કે આ રસી આખરે ક્યારે લોન્ચ કરવામાં આવશે.
ફેબ્રુઆરી સુધી ભારતમાં કોરોના વેક્સિન લોન્ચ થઈ શકે છે
આઇસીએમઆર સાથે જોડાયેલા એક સીનિયર ભારતીય વૈજ્ઞાનિકે સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે, વર્ષ 2021ના ફેબ્રુઆરી સુધી ભારતમાં કોરોના વેક્સિન લોન્ચ થઈ શકે છે. ભારત બાયોટેક એક ખાનગી કંપની છે જે સરકાર દ્વારા સંચાલિત આઇસીએમઆરની સાથે COVAXINને વિકસિત કરી રહી છે. જે આગામી વર્ષ બીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની આશા કરી હતી. કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા આઇસીએમઆરના સીનિયર વૈજ્ઞાનિક રજની કાંતે જણાવ્યુ કે, વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે. આશા છે કે આગામી વર્ષની શરૂઆત કે ફેબ્રુઆરી વધુમાં વધુ માર્ચ સુધી આ વેક્સિનને લોન્ચ કરી દેવામાં આવશે.પરંતુ સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ફેબ્રુઆરીમાં લોન્ચ થનારી COVAXIN ના દાવાને લઈને ભારત બાયોટેલ કંપની સાથે સંપર્ક થઈ શક્યો નથી.
COVAXINના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો સફળ
તો બીજી તરફ આઇસીએમઆર સાથે જોડાયેલ રજની કાંતે આગળ તે પણ કહ્યુ કે, તે નક્કી કરવું સ્વાસ્થ્ય મંત્રાલય પર નિર્ભર રહેશે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ સમાપ્ત થતા પહેલા પણ લોકોને COVAXINની રસી આપી શકાય છે કે નહીં. કાંતે કહ્યુ કે, COVAXINના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો જાનવરોમાં કરવામાં આવ્યા જે સંપૂર્ણ રીતે પ્રભાવિત અને સુરક્ષિત રહ્યા, પરંતુ જ્યાં સુધી ત્રીજા તબક્કાની ટ્રાયલ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી અમે 100 ટકા કોરોનાની વેક્સિન આપવાનું નક્કી ન કરી શકીએ.
ગુરૂવારે 50201 નવા કેસ
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ગુરૂવારે 50201 મામલાથી વધીને 8.36 મિલિયન થઈ જયા, જે સંયુક્ત રાજ્ય અમેરિકા બાદ બીજા સ્થાન પર છે. વધુ 704 લોકોના મૃત્યુ થવાથી દેશમાં અત્યાર સુધી 124,315 લોકોના મૃત્યુ થયા છે. સપ્ટેમ્બરના મધ્યમાં કોરોના સંક્રમણના નવા કેસ અને મોતમાં દૈનિક વધારો પિક પર હતો.
બે વધુ રસીઓની ચાલુ ટ્રાયલ
Covaxin સિવાય, દેશમાં વધુ બે કોરોના રસીઓ ટ્રાયલ હેઠળ છે. આમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની ‘Covishield’ અને ઝાયડસ કેડિલાની ZyCoV-D રસી શામેલ છે. ભારતની સીરમ સંસ્થા દ્વારા કોવિશિલ્ડ રસી બનાવવામાં આવે છે. આ ત્રણ રસીઓ ઉપરાંત રશિયાની પ્રથમ રસી સ્પુટનિક વી પણ અજમાયશના અંતિમ તબક્કામાં છે. દેશમાં બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો બાદ જ આ રસી શરૂ કરવામાં આવશે.
0 Response to "BIG NEWS : કોરોના રસીને લઈને આવ્યા શુભ સમાચાર, આ મહિને મળી શકે છે દેશી વેક્સિન"
ટિપ્પણી પોસ્ટ કરો