આ રીતે દિવાળીમાં નિખારો સ્કીન અને વાળની સુંદરતા, કમાલની છે ટિપ્સ
દિવાળી આવવાની સાથે શિયાળાની પણ શરૂઆત થઇ જાય છે.બેવડી સીઝનની ખાસ કરીને ચામડી પર ખાસ અસર જોવા મળે છે. સ્કીન થોડી શ્યામ, સૂકી અને કડક થઇ જાય છે. શિયાળામાં જો તમે તમારી ચામડીનું યોગ્ય ધ્યાન નહીં રાખો તો તે ફાટી પણ જશે.

અને સૂકી સ્કીન પર મેકઅપ બરાબર ન લગતા દિવાળીના તમારા સેલ્ફીની ચમક પણ બગડી શકે છે. માટે જ શિયાળાની આ ઋતુમાં ચામડીની અને વાળની ચમક સારી રાખવી હોય તો બસ આજથી જ કરો કેળાનો આ ખાસ ઉપાય જેનાથી તમારી સ્કીનનો નેચરલ ગ્લો જળવાઇ રહેશે.

કેળાની મદદથી તમે તમારા ચહેરાની રંગત પણ સુધારી શકો છો. તમને જો લાગતું હોય કે કેળા ખાવાથી ખાલી શરીરને ફાઇબર અને કેલ્શિયમ મળે છે. તો હા કેળા તંદુરસ્તી માટે એક સારું ફળ છે. પણ તેનો ઉપયોગ અનેક બ્યૂટી પ્રોડક્ટમાં પણ થાય છે. અને તમે આ જ કેળાનો ઉપયોગ કરીને તમારા ચહેરાની તથા વાળની સુંદરતા વધારી શકો છો.
આ રીતે બનાવી લો ખાસ ફેસ પેક
કેળાનો ફેસ પેક બનાવવા માટે તમારે અડધું કેળું અને હાફ સ્પૂન મધ જોઇશે. જો તમને ખીલની સમસ્યા હોય તો આ મિશ્રણમાં તમે લીમડાના પાનનો 2 થી 5 ટીપા રસ પણ રેડ કરી શકો. આ માટે પહેલા કેળાને ક્રશ કરો. તેનો મધ ઉમેરી લો.

પછી ચહેરાને પહેલા કાચા દૂધ અને કોટનથી બરાબર સાફ કરો. પછી ચહેરો પાણીથી સાફ કરી લો. હવે આ પેસ્ટ તમે ચહેરા પર લગાવો. પછી આ ફેસ પેકને 10 મિનિટ પછી કોટનથી સાફ કરી ચહેરાને પાણીથી સાફ કરી લો.
કેળાનો હેર પેક

વાળની સુંદરતા વધારવા માટે તમે કેળાનો હેર પેક પણ બનાવી શકો છો. આ માટે તમારે વાળીની લંબાઇ મુજબ એક કે બે કેળા. 1 કપ દહીંની જરૂર પડશે. આ માટે કેળા અને દહીંને ભેંગુ કરી તેમાં મિક્સર ગ્લાઇન્ડર ફેરવી સ્મૂધ પેસ્ટ બનાવો. પેસ્ટ પાતળી કરવી હોય તો તેમાં તમે ગુલાબજળ કે પાણી ઉમેરી શકો છો. આ પછી આ પેસ્ટને વાળના મૂળથી એન્ડ સુધી લગાવો.

30 મિનિટ સુકાવા દો. અને પછી માથું શેમ્પુ કરી લો. વાળ એકદમ ચમકીલા અને સરસ બની જશે. પછી તમે તેમાં ઈચ્છો તે હેર સ્ટાઈલ સરળતાથી બનાવી શકો છો. દિવાળીમાં તમારા પરથી લોકોની નજર જ નહીં હટે.
0 Response to "આ રીતે દિવાળીમાં નિખારો સ્કીન અને વાળની સુંદરતા, કમાલની છે ટિપ્સ"
ટિપ્પણી પોસ્ટ કરો